આજનું રાશિ ભવિષ્ય (15-11-2023): આ રાશિના જાતકોને આજે થશે આર્થિક લાભ, જ્યારે આ રાશિને મળશે ભાગ્યનો સાથ
મેષ: આજનો દિવસ તમારા માટે ફળદાયી નિવડશે. તમારે કોઇ મોટું ધ્યેય પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. સારા કામમાં સહકાર આપશો. અલગ અળગ કામોમાં તમારો રસ વધશે. પણ પરિવારના કોઇ સભ્યને તમારી વાતનું ખોટું લાગી શકે છે. તમે તમારી કોઇ ભૂલ માટે પરિવારના સભ્યોની માફી માંગશો. બાળકોને જો તમે આજે કોઇ જવાબદારી આપશો તો તેને સારી રીતે પાર પાડશે.
વૃષભ: આજનો દિવસ તમારે તમારા કાર્યોમાં સંકોચવીના આગળ વધવાનો છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. અને એક પછી એક શુભ સમાચાર સાંભળવા મળશે. મામા પક્ષે તમને ધનલાભ થશે. અને સંપત્તીના કોઇ કેસમાં તમારી જીત થશે. જેને કારણે તમારી સંપત્તીમાં વધારો થશે. પરિવારના સભ્યો સાથે તમે કોઇ પિકનીક પ્લાન કરી શકો છો જ્યાં તમારા કિંમતી સામાનનું ધ્યાન અવશ્ય રાખજો. નહીં તો તે ખોવાઇ જવાનો અથવા તો ચોરી થવાનો ડર રહેશે.
મિથુન: આજનો દિવસ લોહીના સંબંધોમાં મજબૂતી લાવશે. ધર્મ-કર્મના કામમા તમે આગળ રહીને સામેલ થશો. ઉતાવળે કોઇ પણ એગ્રીમેન્ટ પર સહી ના કરતાં. જો તમે કોઇ બેન્ક, સંસ્થા કે પછી વ્યક્તી પાસેથી નાણાં ઉછીના લેવાનું વિચારી રહ્યાં છો તો તે તમને સરળતાથી મળી રહેશે. તમે તમારા કામોમાં સજાગ રહીને આગળ વધજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. સંતાન પક્ષે તમને આજે કોઇ નિરાશાજનક સૂચના મળી શકે છે.
કર્ક: આજનો દિવસ આરોગ્યની ખાસ કાળજી લેજો. તમને કોઇ શારીરીક તકલીફ થઇ શકે છે. વેપારીઓને સફળતા મળશે. પણ તમારે તમાકા કામની સાથે સાથે પરિવારના સભ્યો માટે પણ થોડો સમય કાઢવો પડશે. નહીં તો બાળકો તમારાથી નારાજ થશે. તમારે બાળકની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. જો તમે કોઇને પૈસા ઉધાર આપ્યા હતાં તો તે આજે પાછા મળશે. માતા સાથે તમારો આજે કોઇ વાતને લઇને વાદ-વિવાદ થઇ શકે છે.
સિંહ: આજે તમારે ઉતાવળે કોઇ પણ કામ કરવાનું ટાળવું જોઇએ. તમારી મહેનત રંગ લાવશે અને તમને કાર્યક્ષેત્રે મરજી મુજબનું કામ મળશે. વ્યવસાયીક વિષયોમાં વેગ મળશે. તમારે કોઇ પણ કામ શિસ્તબદ્ધ રીતે કરવું પડશે. તમારી અંદર બંધુત્વની ભાવના વધશે અને તમે તમારા ડેલી રુટીનમાં ફેરફાર ના કરતાં. નહીં તો તમને મુશ્કેલી થઇ શકે છે. નોકરીયાત વર્ગ સારો દેખાવ કરશે. વેપારમાં તમારે કોઇને ભાગીદાર બનાવવું પડશે.
કન્યા: આજનો દિવસ બુદ્ધી અને વિવેકથી નિર્ણય લેજો. તમે તમારા સારા વિચારોનો લાભ ઉઠાવશો. વિદ્યાર્થીઓએ જો કોઇ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હશે તો આજે તે માટે તમે ફોર્મ ભરી શકશો. કલા અને કૌશલથી તમે એક સારું સ્થાન પ્રાપ્ત કરશો. તમને મિત્રો નો સાથ મળી રહેશે. તમે આજે તમારી બુદ્ધીથી એ બધુ જ મેળવી શકશો જેની તમારી પાસે ઉણપ હતી. તમે તમારા મનમાં ચાલી રહેલ દ્વીધા માટે તમારી માતા સાથે વાત કરશો.
તુલા: આજનો દિવસ વેપારમાં ઉતાર ચઢાવ લાવશે. તમને કોઇ મોટી સફળતા મળશે. જો તમે કોઇ મહત્વની ચર્ચામાં સામેલ થવાના હશો તો બીજા લોકોની સાથે સાથે તમારે પણ તમારી વાત સામે મૂકવી પડશે. પરિવરામાં કોઇ શુભ કે મંગળ કાર્ય થઇ શકે છે. સાસરી પક્ષની કોઇ વ્યક્તી સાથે તમારી બોલાચાલી થઇ શકે છે. જેને કારણે જીવનસાથી તમારાથી નારાજ થશે. જો એમ થાય તો તમારે તેમને મનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવો પડશે.
વૃશ્ચિક: આજે તમે કેટલાંક નવા લોકોને મળશો. વાણિજ્યના વિષય પર તમારો ફોકસ રહેશે. ઘર પરિવારની સમસ્યા કોઇ અજાણી વ્યક્તી સાથે શેર ના કરતાં. સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકોની સાખમાં વધારો થશે. જૂની ભૂલોને કારણે અધિકારીઓ તમને ખરી ખોટી સંભળાવી શકે છે. વેપરામાં કોઇને ભાગીદાર ના બનાવતા. તમારે આળસ છોડીને આગળ વધવું પડશે તો જ તમારા બધા કામો પૂરાં થઇ શકશે.
ધન: આજનો દિવસ આનંદમય રહેશે. તમે કોઇ મહત્વાના ધ્યેયને પુરો કરશો. પણ તમે કોઇને કોઇ વાયદો કે વચન ના આપતાં. તમારા પરિવારના કોઇ સભ્યના લગ્નની વાત પાકી થઇ શકે છે. જેને કારણે પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે. તમારો કોઇ મોટો ધ્યેય પૂરો થશે. તમારા માટે ભાઇ બહેન સાથે ચર્ચા કરીને કોઇ રોકાણ કરવું યોગ્ય રહેશે. સંતાન તરફથી તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે.
મકર: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારા પરિવાર સાથે બેસીને કેટલીક જની યાદો તાજી કરશો રચનાત્મક વિષયોને કારણે તમે તમારું એક અલગ સ્થાન બનાવશો. નોકરીયાત વર્ગને પ્રમોશનનો યોગ છે. તમારે ધન સંબંધીત વાતો માટે પિતા સાથે વાત કરવી જોઇએ. ત્યારે જ તમને તે અંગે સમાધાનકારક તારણ મળી શકશે. વેપરીઓ માટે દિવસ નબળો રહેશે. છતાં નાની મોટી યોજનાઓ પર ધ્યાન આપશો તો તેમાંથી ફાયદો થઇ શકે છે.
કુંભ: આજનો દિવસ નોકરીની શોધ કરી રહેલા લોકોને શુભ સમાચાર મળશે. સંબંધોમાં સંવેદનશીલતા રહેશે. તમે તમારા કોઇ જૂના મિત્રને વર્ષો બાદ મળશો. તમારા જરુરી કામોમાં બેદરકારી ના દાખવતા. કાર્યક્ષેત્રે સતર્ક રહીને કામ કરશો તો જ જુનિયર્સ સમયસર કોઇ કામ પુરું કરી શકશે. જો તમે કોઇ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અનુભવિ વ્યક્તી સાથે વાત કરીને પછી જ નિર્ણય લેજો.
મીન: આજના દિવસે તમારા વધતાં ખર્ચાઓ પર નિયંત્રણ રાખજો. તમારી આવક અવે જાવકની નોંધ રાખીને ચાલશો તો તમે થોડું ધન બચાવી શકશો. કાર્યક્ષેત્રે જો કોઇ ચિંતા સતાવી રહી છે તો તેનાથી તમને આજે છૂટકારો મળશે. તમે આજે તમારા સ્ટેટસ માટે કોઇ વસ્તું ખરીદશો. સારા કામમાં તમે આગળ વધશો. પણ કોઇ પણ સગાવ્હાલાને પૈસા ઉધાર ના આપતાં. નહીં તો પૈસાને કારણે તમારા સંબંધો બગડી શકે છે.