ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (11-03-24): કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોના વધી રહ્યા છે ખર્ચા, જાણી લો બાકીના રાશિના શું છે હાલ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે સારો રહેવાનો છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોને આજે કોઈ બીજી જગ્યાએ નોકરી મળી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે કોઈ પણ ડીલ ફાઈનલ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. લગ્નજીવનમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હતો તો એ પણ દૂર થઈ રહ્યો છે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે તેમના મનગમતા પાર્ટનરને પરિવારને મળાવી શકે છે. સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો.

આ રાશિના જે લોકો નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે તો એમના માટે દિવસ સારો રહેશે. લાંબા સમયથી કોઈ ફાઈનલ કરવાનું વિચારી રહ્યા છો તો આજે એને અંતિમ સ્વરૂપ આપી શકાશે. કામના સ્થળે આજે તમને કેટલાક મહત્ત્વના નિર્ણય લેવા પડી શકે છે. આજે પિતા સાથે કોઈ પણ ખોટી વાતમાં સંમત થવાનું ટાળવું પડશે. આજે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાનું તમારે ટાળવું પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખવું તમારા માટે ખૂબ જ સારું રહેશે, તો જ ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો.

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લાવી રહ્યો છે. પરિવારના કોઈ સભ્યના રિટાયરમેન્ટને લઈને સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીના ઉચ્ચ શિક્ષણનો માર્ગ આજે મોકળો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોના કામથી તેમના ઉપરી અધિકારી અને બોસ ખુશ થઈ શકે છે અને પગાર પણ વધી રહ્યો છે. મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો. તમારી આસપાસ વિરોધીઓને ઓળખવાનો તમારે પ્રયાસ કરવો પડશે.

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેવાનો છે. આજે તમે આવકને વધારવાનો પ્રયાસ કરશો અને એમાં સફળતા પણ મળી રહી છે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે અભ્યાસ પરથી ભટકી શકે છે અને એને કારણે તેમને અભ્યાસમાં મુશ્કેલી પડી શકે છે. નાના બાળકો આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એમની માંગણી ચોક્કસ જ પૂરી કરી શકો છો. લાંબા સમયથી જો તમારું કોઈ કામ પેન્ડિંગ હતું તો આજે એ પૂરું થઈ રહ્યું છે. જીવનસાથીના મનસ્વી વર્તનને કારણે તમને થોડી મુશ્કેલી પડી શકે છે.

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે ખૂબ જ સારો રહેશે. આજે પિતા સાથે કોઈ મુદ્દાને લઈને તમારો વાદ-વિવાદ થઈ શકે છે. રોકાણ કરી રહ્યા હોવ તો આજે તમારે કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં વિચારવું પડશે. સંતાનને આજે કોઈ જવાબદારી સોંપશો તો તે સારી રીતે પૂરી કરશે. કામના સ્થળે આજે તમારી વાતનું માન રાખવામાં આવશે. તમારા કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હતો તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે.

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સતત વધી રહેલાં ખર્ચા પર નિયંત્રણ રાખવાનો રહેશે. આજે તમે ખર્ચને લઈને ચિંતિત રહેશો. પિતા તમારી પાસેથી આજે તમારા ખર્ચનો હિસાબ માંગી શકે છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. આજે તમારી કોઈ જૂની યોજના અચાનક વેગ પકડી શકે છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ પિકનિક પર જવાનું પ્લાન કરશો. પરિવારમાં જો કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો આજે એનો પણ ઉકેલ આવી શકે છે. જીવનસાથી માટે કોઈ ભેટ લાવી શકો છો.

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ધર્માદા કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશો. તમે ધાર્મિક કાર્યક્રમમાં પણ સક્રિયપણે ભાગ લેશો, જેને કારણે તમારી છબિ વધારે નિખરશે. જો તમે લાંબા સમયથી તમારી કોઈ યોજનાને લઈને ચિંતિત હતા આજે એનો ઉકેલ આવી રહ્યો છે. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય બાદ આજે તમને મળવા માટે આવી શકે છે. સંતાનની સંગત ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. આજે તમારે તમારા કામ માટે સમય કાઢવો પડશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી આપનારો સાબિત થવાનો છે. કામના સ્થળે આજે લોકો તમારા કામથી એકદમ ખુશ થઈ જશે અને એને કારણે તમને બઢતી પણ મળી શકે છે. આજે તમે સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. જો તમને કોઈ કામમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારા પિતા સાથે વાત કરશો તો તમારા માટે સારું રહેશે. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. તમારે તમારા વધી રહેલાં ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તમારી બચત તેમાં જ ખર્ચાઈ જશે.

ધન રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. કામના સ્થળે આજે તમારી વિચારસણીમાંથી ફાયદો થઈ રહ્યો છે અને લોકો તમારો સાથ આપી રહ્યા છે. પરંતુ આજે તમારે કેટલાક ઈર્ષાળુ લોકોથી ખાસ સાવધાન રહેવાની જરૂર છે. તમારા કેટલાક કામ પૂરા ન થવાને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે તમારી માતા સાથે કોઈ મુદ્દા પર બિનજરૂરી દલીલ કરી શકો છો, જેના પછી તે તમારાથી નારાજ થશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ શકે છે. કોઈ જૂનો મિત્ર આજે તમને મળવા ઘરે આવી શકે છે.

આજનો દિવસ તમારા માટે નાની નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. વ્યવસાય કરનારા લોકોએ તેમની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે, નહીં તો તમે ખૂબ પૈસા ખર્ચ કરશો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. રાજનીતિમાં કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે અને તમારી છબી ચારે બાજુ ફેલાઈ જશે. જે લોકો બેંક, વ્યક્તિ, સંસ્થા વગેરે પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હતા, તો તેમની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે બિઝનેસને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેશો અને એ માટે લાંબા અંતરના પ્રવાસ પર જઈ શકો છો. પરંતુ આ યાત્રા તમારા માટે નુકસાનકારક રહેશે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળો. નહીં તો નુકસાન થઈ શકે છે. હવામાનને કારણે આજે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. સંતાનના ભવિષ્ય માટે આજે તમારે બચત કરવી પડશે એ જ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ સકે છે

મીન રાશિના લોકો માટે આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે. આજે તમારું મન ધંધાકીય યોજનામાંથી મનમાન્યો નફો ન થવાને કારણે વ્યથિત રહેશે. તમે તમારી ઈચ્છાઓ વિશે આજે માતા સાથે વાત કરી શકો છો. બિઝનેસમાં કેટલીક નવી યોજનાઓમાં નફો ન થવાને કારણે તમે થોડા ચિંતિત રહેશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આજે તમને એ પૈસા ખૂબ જ સરળતાથી મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button