ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (05-05-24): આ ત્રણ રાશિના જાતકોએ પોતાના ખર્ચા પર રાખવું પડશે કન્ટ્રોલ નહીંતર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે. ઘરમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હશે તો આજે એને કારણે તમારી મુશ્કેલીમાં વધી રહી છે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંનેમાં કોઈ પણ કસર બાકી ના રાખવી જોઈએ. સાસરિયામાં આજે કોઈને પૈસા ઉધાર આપશો તે તેને કારણે તમારા સંબંધોમાં તિરાડ પેદા થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થવાને કારણે માહોલ એકદમ ખુશનુમા રહેશે. આજે મતારા કામમાં કોઈ ભૂલ થઈ શકે છે અને એને માટે તમારે તરત જ માફી માંગવી જોઈએ.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત રહેવાનો છે. આજે તમે તમારા લાંબા સમયથી અટકી પડેલાં કે પેન્ડિંગ કામને પૂરા કરવામાં સમય પસાર કરશો. સિઝનલ બીમારીને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારને આપેલા કોઈ પણ વચનને પૂરું કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. આજે તમે માતા સમક્ષ કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરી શકો છો. બીજા પર આજે તમારું કામ છોડી દેશો કામ અટવાઈ પડશે. આજે તમે તમારી પસંદગીનું કામ મળતા ખુશ થશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમે કાયદાકીય બાબતમાં ખોટા સાબિત થઈ શકો છો. મિત્રો સાથે કોઈ વાત કરતી વખતે કે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી પડશે. બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. નવું વાહન ખરીદવાનું તમારું સપનું પૂરું થશે, પરંતુ કોઈની સાથે વાત કરતી વખતે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં, નહીં તો તે પછીથી તેનો લાભ લઈ શકે છે. કોઈ પારિવારિક વિવાદ આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક નવા સંપર્કથી લાભ કરાવી રહ્યો છે. આજે તમે તમારા બિઝનેસમાં કેટલાક નવા પ્લાનિંગનો સમાવેશ કરશો. આજે કોઈ પાર્ટનર બનાવવાનું ટાળશો. આજે કાયદાતીય બાબતોનો ઉકેલ આવી રહ્યો છે. પરિવારમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમને તમારા ભાઈ-બહેન તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. માતાને લઈને આજે કોઈ ધાર્મિક કાર્ય માટે લઈ જઈ શકો છો. કોઈ પણ બાબતે બોસ સાથે દલીલમાં પડવાનું ટાળો.

આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. સંતાનોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. તમારી આસપાસ રહેતા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારી કેટલીક યોજનાઓને ગતિ મળશે. ઓનલાઈન કામ કરતી વખતે સાવચેત રહો. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. વિદેશથી વેપાર કરતા લોકોએ કોઈને ભાગીદાર ન બનાવવું જોઈએ.

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આજે બિઝનેસમાં તમને મનચાહ્યો નફો મળી રહ્યો છે. શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આજે સારો એવો નફો થઈ રહ્યો છે. આજે ધંધામાં પૈસા ગુમાવ્યા હશે તો તે પાછા રિકવર કરી શકો છો. તમારે ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવવાની યોજના બનાવવી પડશે, આ માટે તમે તમારા જીવનસાથીની સલાહ લઈ શકો છો. તમારા પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે. તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનો કાર્યસ્થળમાં આવકારવામાં આવશે.

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય. તમે તમારા વ્યવસાયમાં મોટો ફેરફાર કરી શકો છો, જે તમારી યોજનાઓને પણ અસર કરશે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે, જેના કારણે તમારું વર્તન પણ બદલાઈ જશે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેઓ મિત્રોના રૂપમાં તમારા દુશ્મન બની શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથીનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે અને તેમના લગ્ન માટે મંજૂરી મેળવી શકે છે.

આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા માટેનો દિવસ રહેશે. તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. તમારે કોઈપણ મહત્વપૂર્ણ ડીલને ખૂબ જ સમજી વિચારીને ફાઈનલ કરવી પડશે, નહીં તો તમારો સાથી તમને દગો આપી શકે છે. તમે સરકારી યોજનાઓમાં સારી રકમનું રોકાણ કરશો, પરંતુ તમે વૈભવી વસ્તુઓની ખરીદી પર સારી રકમ ખર્ચ કરશો. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહી શકો છો. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો.

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો છે. તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમે તમારા બાળકોને કેટલીક જવાબદારીઓ સોંપશો, જે તેઓ સમયસર પૂરી કરશે. રાજકારણમાં કામ કરતા લોકોના કામની પ્રશંસા થશે. તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે. તમારે તમારા પરિવારના કોઈપણ સભ્યને આપેલું વચન સમયસર પૂરું કરવું જોઈએ, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે. નોકરીમાં કામ કરતા લોકો તેમના કામ માટે જાણીતા થશે, તેમને નવું પદ પણ મળી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીથી ભરપૂર રહેશે. આજે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો છો, તો પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ ચોક્કસ લો. નવું મકાન, ઘર, દુકાન વગેરે ખરીદતી વખતે તમારે જરૂરી દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તમે લાંબા પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો. આજે તમારે તમારું કામ પૂરું કરવામાં કોઈ પણ પ્રકારની કસર બાકી ના રાખવી જોઈએ.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે તમે કામના સ્થળે કોઈ મોટા મોટા ફેરફારો લાવી શકો છો. આવક વધારવાના તમારા પ્રયાસો તમે આજે ઝડપી બનાવશો અને એમાં તમને પૂરેપૂરી સફળતા મળી રહી છે. વિદ્યાર્થીઓએ આજે એમના અભ્યાસ પર ધ્યાન આપવું પડશે. આજે તમારે તમારા ખાલી રહેલાં સમયને વેડફવાને બદલે તેનો ઉપયોગ કરવાનું વિચારો. ઘરમાં મહેમાનનું આગમન થતાં પરિવારના લોકો તેમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે. જીવનસાથી તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મલી રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. કામના સ્થળે આજે તમે તમારા સહકર્મચારી તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે લાંબા સમયથી તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. બિઝનેસના પ્લાનને વેગ મળી શકે છે. જીવનસાથી માટે આજે કોઈ નાનું મોટું કામ શરૂ કરશો. મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરી શકો છો. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો આજે એમાં તમને સફળતા મળશે, એટલે તમારે મહેનત કરવામાં કોઈ બાકી ના રાખવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button