આજનું રાશિફળ (15-05-24): આ બે રાશિના જાતકો ઢળશે આજે ધાર્મિક (Religious) બાબતો તરફ…

મેષઃ

આ રાશિના જાતકો આજે ધાર્મિક બાબતો તરફ વધારે ઝૂકેલા રહેશે. આજે ઘરે કોઈ પૂજા વગેરેનું આયોજન થઈ શકે છે. આજે તમારા દુશ્મનો બિઝનેસમાં નુકસાન પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરી શકે છે. જીવનસાથીને આજે તમે શોપિંગ માટે લઈ જઈ શકો છો, અને તમારે એમાં તમારા ખિસ્સાનું ખાસ ધ્યાન રાખવું પડશે. બિઝનેસને લઈને આજે તમારે થોડી ભાગદોડ કરવી પડશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને આજે જનસમર્થન મળી રહ્યું છે.
વૃષભઃ

વૃષભ રાશિના જાતકોની સુખ-સુવિધા અને સગવડમાં આજે વૃદ્ધિ થઈ રહી છે. આજે તમે તમારા ભાઈ-બહેન સાથે કોઈ વિવાદમાં પડી શકો છો. કેટલાક લોકો સાથે તમારે બોલાચાલી થશે. તમારે તમારા ઈર્ષાળુ મિત્રોથી સાવધ રહેવું પડશે. પરિણીત લોકોએ આજે જીવનસાથી સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. લાંબા સમયથી કોઈ નારાજ મિત્ર આજે તમને મળવા આવશે. આજે કોઈ કામ કામને પૂરું કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે.
મિથુનઃ

આજે મિથુન રાશિના જાતકોએ ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવો પડશે. દેખાડો કરવા ખાતર વધારે પૈસા ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે તમે તમારા જીવનસાથીને પોતાના મંતવ્યો સમજાવવાનો પ્રયાસ કરવો પડશે, જેથી તે તમને તમારા કામમાં સહકાર આપશે. ફેમિલી બિઝનેસમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો આજે તમારે એના માટે પણ પુષ્કળ મહેનત કરવી પડશે. તમે તમારા કામની યોજના બનાવીને આગળ વધશો.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્ર પરિણામ આપનારો રહેશે, કારણ કે તમે તમારું કામ મોજ-મસ્તીથી કરશો અને લોકોના વિશે નહીં વિચારો. આજે તમે પરિવારના કોઈ સભ્યની બીમારીને કારણે ચિંતામાં રહેશો. જીવનસાથીને કોઈ જગ્યાએ બહાર ફરવા લઈ જઈ શકો છો. લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો આજે એ પણ પૂરું થતું જણાઈ રહ્યું છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારા પૈસાનો થોડો ભાગ પરોપકારી કાર્યોમાં પણ રોકાણ કરશો.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આજે તમે સેવાકીય કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. તમારી પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાશે. કાર્યસ્થળમાં તમારું કામ જોઈને કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે. તમારા મહત્વપૂર્ણ કામમાં ઢીલ ન કરો. જે લોકો તેમની નોકરીને લઈને ચિંતિત હતા તેઓ બદલાવની યોજના બનાવી શકે છે. તમારે અત્યારે તમારી જૂની જગ્યાએ જ રહેવું જોઈએ, તે તમારા માટે સારું રહેશે. તમારા પિતાને તમે કહો છો તેનાથી ખરાબ લાગશે, જે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં મંદી કરી હતી તેમને તેમાં આગળ વધવાની તક મળશે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો આજે કોઈ પણ કામ એકાગ્રતાથી કરવું પડશે. તમને તમારા કોઈ સંબંધી તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે. પ્રવાસ પર જતી વખતે તમારે ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ. તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રસંગમાં જઈ શકો છો. તમારે તમારા પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓને સમજવી પડશે અને તેમાં હળવાશ ન રાખો.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ નબળો રહેશે. આજે તમે તમારા કામમાં ઉતાવળ બતાવશો, જેના કારણે તમને નુકસાન થઈ શકે છે. કોઈપણ કાયદાકીય બાબતમાં આંખ અને કાન ખુલ્લા રાખો. તમે તમારી જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. તમે નાના બાળકો માટે અમુક ખોરાક અને પીણાં લાવી શકો છો. વધારે કામના કારણે તમને માથાનો દુખાવો, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉધાર આપો છો, તો તે તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે.
વૃશ્ચિકઃ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નબળો રહેવાનો છે. આજે તમારે કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી તમારે બચવું પડશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થતાં તમારી સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં આજે તમારે ધીરજ રાખીને કામ કરવું પજશે. સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. વિદ્યાર્થીઓ આજે કોઈ એક વિષયમાં નિપૂણતા હાંસિલ કરી શકો છો.
ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે જીવનસાથી સાથે મળીને કોઈ પણ કામમાં આગળ વધશો. બંને એકબીજાની ખૂબ જ સાર-સંભાળ રાખશો. આજે તમારે કોઈ પણ એવું કામ ના કરવું જોઈએ કે જેને કારણે પરિવારના કોઈ પણ સભ્યને તકલીફ થાય. આ ઉપરાંત તમારે આજે તમારા ઉપરી અધિકારીની કોઈ પણ અયોગ્ય કે અણછાજતી વાતમાં સહમતિ ના દર્શાવવી જોઈએ. માતા તરફથી તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
મકરઃ

મકર રાશિના જાતકોએ આજે કામમાં કોઈ ઉતાવળ દેખાડવાથી બચવું પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે. પરિવારના સભ્યો તમારી કોઈ વાતથી નારાજ થઈ શકે છે. વિદેશથી અભ્યાસ કરી રહેલાં લોકો આજે કોઈ નવો કોર્સ કરવાની તક મળી શકે છે. આજે તમે આપેલી કોઈ પણ સલાહ કામના સ્થળે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે તમે તમારી મહેનતથી ઘણું બધું હાંસિલ કરી શકો છો. પ્રોપર્ટી સંબંધિત કોઈ વ્યવહાર કરવા જઈ રહ્યા છો તો આજે તમારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરા ઉતરશે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આજે તમારે તમારા વિચારોમાં સકારાત્મક્તા જાળવી રાખવી પડશે. કામના સ્થળે તમારા સૂચનોને આવકારવામાં આવશે અને એ જોઈને તમે ખુશ થશો. પરિવારમાં નવા સભ્યના આગમનને કારણે આજે ઝઘડો વગેરે થઈ શકે છે. વડીલોની સલાહનું તમારે પાલન કરવું પડશે. આજે કોઈ પણ બિઝનેસ ડીલ માતા-પિતાના આશીર્વાદથી ફાઈનલ થઈ શકે છે. લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવી રાખવી પડશે.
મીનઃ

મીન રાશિના જાતકોના માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમારા સંતાનને મનગમતી નોકરી મળી શકે છે. પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે આજે સરપ્રાઈઝન પાર્ટીનું આયોજન થઈ શકે છે. કોઈ સરકારી યોજનામાં પૈસા રોકશો તો તમારા માટે એ વધારે સારું રહેશે. આજે તમારે કોઈ પણ કામમાં તમારા જીવનસાથીની સલાહ લેવી પડશે. તમારી સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. ઉધાર આપેલા પૈસા પાછા મળવાથી તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે તમારા પિતાની વાતનું માન રાખવું પડશે.