નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Todays’ Horoscope: (25-10-24): ધન, મકર અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. લવલાઈફ જીવી રહેલાં લોકોને આજે પાર્ટનરશિપમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે. તમારી અંદર રહેલી ઉર્જાને કારણે તમે દરેક કાર્ય કરવા માટે તૈયાર રહેશો. માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થશે, અને તમારે એમને મનાવવા માટે તમારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. આજે તમે કામમાં વધુ વ્યસ્ત રહેશો, જેના કારણે તમને થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો વગેરેની સમસ્યા સતાવી શકે છે.

આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે, તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરો લાભ મળશે. તમે મિત્રો સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારી સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે. પૈસાને લઈને કોઈ કામ બાકી હતું તો તે પણ પૂરું થઈ શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થશે. તમારે મતારા ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું પડશે, જેને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે ઘરથી દૂર જઈ શકે છે. તમારે વૈવાહિક જીવનમાં તાલમેલ જાળવી રાખવાની જરૂર છે. તમારે તમારા જીવનસાથીની વાત પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના પથ પર આગળ વધવાનો રહેશે. પરિવારના સભ્યો સાથે આજે આનંદમાં સમય પસાર કરશો. પરોપકારી કાર્યોમાં આજે તમારો રસ ખૂબ જ વધશે. ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આજે તમારે ધીરજથી કામ લેવું પડશે. જો તમે તમારી નોકરીમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે કોઈ અન્ય નોકરી માટે અરજી કરી શકો છો. તમારે કોઈને આપેલું વચન પણ પૂરું કરવું પડશે. સંતાન આજે તમારાથી કોઈ વાતે નારાજ રહેશે.

આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો રહેશે. કોઈની વાતોથી વશ ન થાઓ. તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. તમારું ધ્યાન ભગવાનની ભક્તિ પર કેન્દ્રિત રહેશે, જેનાથી તમને માનસિક શાંતિ પણ મળશે. કોઈના વિશે બિનજરૂરી વાત ન કરો. કાર્યસ્થળમાં તમારે લોકોને વ્યસ્ત રાખવા જોઈએ, નહીં તો તેઓ તમારી સમસ્યાઓ વધારી શકે છે. લાંબાગાળાની યોજનાઓને વેગ મળશે. રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેન અને લાગણીથી ભરપૂર રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસ સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા બોસ તમારા કામથી ખુશ થશે અને તમને પ્રમોશન આપી શકે છે. તમે તમારા બાળકને ક્યાંક ફરવા લઈ જઈ શકો છો. તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. માતા-પિતા પ્રત્યે પ્રેમ અને લાગણી જળવાઈ રહેશે. તમને અગાઉના રોકાણોમાંથી સારો નફો મળવાની સંભાવના છે. લવ લાઈફ જીવતા લોકો તેમના જીવનસાથી સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળશે જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેઓએ તેમના પ્રયાસો ઝડપી બનાવવા પડશે. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે. કોઈ કામ માટે પ્રવાસ પર જવું પડી શકે છે.

આ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારો કોઈ મિત્ર તમારા ઘરે તમને મળવા આવી શકે છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોએ નિષ્ણાતની સલાહ લીધા પછી જ રોકાણ કરવું વધુ સારું રહેશે. તમારે કોઈ ઉતાવળે નિર્ણય લેવાથી બચવું પડશે. તમે પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. તમને કોઈ પુરસ્કાર વગેરે મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. પારિવારિક જીવનમાં પુષ્કળ ખુશીઓ આવશે. પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ બહાર જવાની યોજના બનાવશો. તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. તમે નવું વાહન ખરીદી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. તમારે તમારા કામની યોજના કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાંથી વિચલિત થવાના કારણે તેમને કોઈપણ પરીક્ષા આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના સ્રોતમાં વૃદ્ધિ કરનારો રહેશે. આવક વધવાને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે ડિનર ડેટ પર જઈ શકે છે, જે તમારા માટે સારું રહેશે. તમારે તમારી આસપાસ રહેતા લોકોને ઓળખવા પડશે, કારણ કે એમાંથી જ કેટલાક લોકો તમારા દુશ્મનો હોઈ શકે છે. તમારા બોસ તમારા કામમાં વધારો કરી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. તમને નવી નોકરી મળવાની પણ શક્યતા છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. પરિવારના સભ્યને કોઈ સલાહ આપશો તો તેઓ ચોક્કસ તેના પર અમલ કરશે. પ્રોપર્ટીને લઈને વિવાદ વધવાની સંભાવના છે. કોર્ટ સંબંધિત મામલાઓમાં વિજય જણાય. તમારે તમારા બાળકની કારકિર્દીને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. તમે કોઈ કામને લઈને પરેશાન થઈ શકો છો. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય. આજે તમારે વાણી-વર્તન પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવશે. આજે તમે જો કોઈ કામમાં અવરોધનો સામનો કરી રહ્યા હતા તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આજે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે પાછી મળી શકે છે. આજે તમારે કોઈને વણમાંગી સલાહ આપવાનું ટાળવું જોઈએ, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં ઘરના વડીલ કે પિતાની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

આ પણ વાંચો : આવતીકાલથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button