આજનું રાશિફળ (17-11-2023): આ રાશિના જાતકોને મળશે આજે શુભ સમાચાર, અને આ લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે
મેષ: મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમને મિત્રોનો સાથ મળી રહેશે. લાંબાગાળાની યોજનાઓ આગળ વધશે. કલા અને કૌશલ્યમાં સુધારો થશે. તમને ભાગ્યનો ભરપૂર સાથ મળી રહેશે. તમારા કામોમાં જોઇ કોઇ અવરોધ આવી રહ્યાં હતાં તો તે આજે દૂર થશે. વિપરીત પરિસ્થિતીમાં પણ તમે ધીરજ રાખીને આગળ વધજો નહીં તો મુશ્કેલી આવી શકે છે. સંતાનને કરેલો વાયદો પૂરો કરજો.
વૃષભ: આજના દિવસે આરોગ્યની ખાસ કાળજી રાખજો. તમારા કોઇ કામને ઇગ્નોરના કરતાં નહીં તો મુશ્કેલી આવી શકે છે. કાર્યક્ષેત્રે ઉતાવળે કોઇ પણ એગ્રીમેન્ટ પર સહી ના કરતાં નહીં તો તમે કોઇ ખોટી જગ્યાએ ફંસાઇ શકો છો. તમારે કોઇ પણ પરિસ્થિતીમાં ધીરજ રાખવી પડશે. કોઇની પણ પાસેથી નાણાં ઉધાર ના લેતાં. નહીં તો તે પાછા આપવા મૂશ્કેલ થશે
મિથુન: આજનો દિવસ કોઇ મોટા ધ્યેયને પૂરો કરવાનો હશે. મન સ્થિર રહેશે. તમારે તમારા કોઇ મોટા ધ્યેયને સમયસર પૂર્ણ કરવો પડશે. ભાગીદારીમાં કોઇ પણ કામ કરશો તો લાભ જરુર થશે. માતા-પિતાના આશિર્વાદથી કોઇ રોકોયેલું કામ પૂર્ણ થશે. સંતાન તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે.
કર્ક: કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઇને આવશે. વિરોધીઓથી સાવધાન રહેજો. તમે આત્મવિશ્વાસથી પૂર્વક તમારા કાર્યો પૂર્ણ કરશો. તમારું રુટિન યથાવત રાખજો. નજીકના લોકો પર તમારો સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે. હરવા-ફરવા દરમીયાન તમને કોઇ મહત્વની જાણકારી મળી રહેશે. લવેડ-દેવડમાં સતર્કતા રાખજો.
સિંહ: સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકારી રહેશે. મિત્રોનો સાથ મળી રહેશે. તમે તમારી ઉર્જાને સાચા કામોમાં લગાવજો નહીં તો તકલીફ થઇ શકે છે. સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકોને તેમના કામને લઇને સમસ્યા થઇ શકે છે. તેથી તમે તેને સમયસર પૂરાં કરી દેજો. કોઇની પણ પાસેથી નાણાં ઉછીના ના લેતાં નહીં તો તે પાછા આપવા તમારા માટે મૂશ્કેલ થશે. નોકરી શોધી રહેલા લોકોને આજે કોઇ સારી ઓફર મળી શકે છે.
કન્યા: આજે ઉતાવળે કોઇ પણ નિર્ણય ના લેતા. ઉત્સાહમાં કોઇ નિર્ણય ના લઇ લેતાં નહીં તો તે પૂરો કરવામાં પાછળથી તકલીફ થશે. તમારા પરિવારમાં કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. જો એવું થાય તો તમે શાંત રહેજો. તમારે કેટલીક વાતો સિક્રેટ રાખવી પડશે. કાર્યક્ષેત્રે તમને પ્રમોશન મળી શકે છે. જે તમારી ખૂશીનું કારણ બનશે. સંતાનને કરેલો વાયદો પૂરો કરવો પડશે.
તુલા: તુલા રાશિના જાતકોએ આજે તેમના જરુરી કામોમાં સતર્ક રહેવું પડશે. તમે તમારી ઉર્જાને સાચા કામોમાં લગાવજો. બધાની સાથે સન્માનપૂર્વક વ્યવહાર રાખજો. તમે બધાને સાથે લઇને ચાલશો. પરિવારમાં કોઇ શુભ કાર્ય થઇ શકે છે. ભાગીદારીમાં કોઇ કામ કરવું તમારા માટે યોગ્ય રહેશે. પણ તમે તમારા બિઝનેસને લઇને કોઇ પ્લાનીંગ કરશો તો તે યોગ્ય રહેશે.
વૃશ્ચિક: આજનો દિવસ તમારા જીવનધોરણમાં સુધારો કરનારો હશે. તમે તમારા કામોમાં સંકોચ વગર આગળ વધજો. પરિવારના કોઇ સભ્યના લગ્ન નક્કી થઇ શકે છે. તમને કોઇ કામને કારણે જો મૂશ્કેલી આવી રહી હતી તો તે આજે દૂર થશે. પરિવરાજનોનો ભરપૂર સાથ મળી રહેશે. હરવા ફરવા દરમીયાન તમને કોઇ મહત્વની જાણકારી મળી રહેશે.
ધન: આજનો દિવસ તમારા પદ પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમને કોઇ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. તમારે કૌંટુમ્બિક સમસ્યોઓથી બહાર નીકળવાની જરુર છે. ત્યારે જ તમે કોઇ કામ કરી શકશો. તમારી આવક અને જાવકમાં સંતુલન જાળવી રાખશો તો યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓને માનસીક ચિંતાથી મૂક્તી મળશે. તમને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાવાનો મોકો મળશે.
મકર: મકર રાશિના જાતકોને આજે ખૂબ સમજી વિચારીને આગળ વધવુ પડશે. પારિવારીક સંબંધોમાં મિઠાશ રહેશે. જરુરી વાતોમાં તમારે ધીરજ રાખીને આગળ વધુ પડશે. લેવડ દેવડના મામલે સજાગ રહેજો. તમે તમારી શરતો પર ચાલશો તો જ તમારું ધન પાછું મેળવી શકશો. કોઇ નવું વાહન ખરીદવું તમારા માટે હિતાવહ રહેશે તમારે કામોની સાથે સાથે માતા-પિતાની સેવા માચે પણ કાઢવો પડશે. તમારા ઘરે કોઇ મહેમાન આવી શકે છે.
કુંભ: કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઇ શુભ અથવા મંગળ કાર્યમાં સામેલ થવા માટે ઉત્તમ રહેશે. તમારા મહત્વના પ્રયાસોને વેગ મળશે. પણ તમે કોઇના ચઢાવવામાં ના આવતાં. નહીં તો તકલીફ થઇ શકે છે. કોઇ નવા કામની શરુઆત કરવી તમારા માટે યોગ્ય રહેશે. પરિવારમાં કોઇ નવા મહેમાનનું આગમન થઇ શકે છે. તમે તમારા સારા વિચારોનો યોગ્ય લાભ લઇ શકશો.
મીન: વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમને સારો ફાયદો થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. પણ તમે કોઇને પૈસા ઉછીના ના આપતાં. સરકારી કાર્યોમાં સાવધાની રાખજો. તમારા વિરોધીઓ ફરીથી એક્શન મોડમાં આવી જશે. જે તમને હેરાન કરી શકે છે. ઘર પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગે તમારે તમારા વરિષ્ઠો સાથે વાત કરવી પડશે. તો જ તમે એ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો.