આજનું રાશિફળ (13-11-2023): આ રાશિના જાતકોને મળશે આજે શુભ યોગનો લાભ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રરુપે ફળદાયક રહેશે. તમારે તમારી આર્થિક સમસ્યાઓ ધીરજ રાખીને હલ કરવી પડશે. જો તમને કોઇ શારિરીક પીડા થઇ રહી છે તો તેને નજરઅંદાજ ના કરતાં. નહીં તો પાછળથી તે કોઇ મોટી બિમારીનું સ્વરુપ ધારણ કરી શકે છે. ઘરના વડિલોનો સાથ સહકાર પ્રાપ્ત થશે. પરિવારમાં કોઇને તમારી કોઇ વાતથી મનદુ:ખ થઇ શકે છે. એટલે સમજી વિચારીને વાત કરજો નહીં તો મૂશ્કેલી આવી શકે છે.
વૃષભ: આજનો દિવસ વેપાર સંબધીત યોજનાઓ બનાવવાનો હશે. તમે દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને લઇને પિતા સાથે વાત કરશો. સંતાન તમારી પાસે કોઇ વસ્તુની માગણી કરી શકે છે જેને તમે આજે પૂરી કરશો. તમારો કોઇ વિરોધી તમારા બનતા કામમાં અવરોધ ઊભો કરશે. પણ તમે તમારી યોજનાઓથી સારું ધન કમાવશો. પરિવારના કોઇ સભ્યને ઘરથી દૂર નોકરી મળી શકે છે.
મિથુન: આજનો દિવસ પાર્ટનરશીપમાં કામ કરવા માટે ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે. કારણ કે અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. વેપારી વર્ગને તેમના બિઝનેસના કામ માટે થોડો દૂરનો પ્રવાસ કરવો પડશે. તમારા કેટલાંક કામ જે છેલ્લાં લાંબા સમયથી બાકી છે તેને પૂરાં કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશો. તમારે જીવનસાથી સાથે મળીને સંતાનના ભવિષ્ય માટે પ્લાનીંગ કરવું પડશે.
કર્ક: આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે તમને તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. જેને કારણે તમે કોઇ પણ કામ સમય કરતાં વહેલા પૂરું કરી નાંખશો. પરિવારના કોઇ સભ્યની તબિયત બગડતા તકલીફ ઊભી થશે. જો તમે તમારા સંતાનને આજે કોઇ અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગો છો તો તમારી એ ઇચ્છા પણ આજે પૂર્ણ થશે. તમે કોઇ પણ કામમાં નિતી નિયમો મુજબ ચાલશો તો તમારા માટે હિતાવહ રહેશે. તમે મોટા લાભના ચક્કરમાં નાના લાભને નજરઅંદાજ ના કરતાં.
સિંહ: આજનો દિવસ તમારા માટે પ્રગતીકારક છે. કલા કૌશલ પર તમારો સંપૂર્ણ ભાર હશે. જે લોકો ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા છે તેમને સારો લાભ મળી રહેશે. જમીન કે વાહન ખરીદવાની તમારી ઇચ્છા પૂર્ણ થશે. પરિવારમાં ચાલી રહેલા વિવાદો દૂર થશે. તમે તમારા જરુરી કામોને સમયસર પૂરાં કરવાનો પ્રયત્ન કરજો નહીં તો પાછળથી તે તમારા માથાનો દુ:ખાવો બની શકે છે. બંધુત્વની ભાવના તમારામાં રહેશે. પ્રવાસ દરમીયાન તમને કોઇ મહત્વની જાણકારી મળી રહેશે.
કન્યા: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રીતે ફળદાયી રહેશે. તમે બધાને સાથે લઇને ચાલવાના પ્રયાસમાં સફળ રહેશો. સંતાનના સંસ્કાર અને પરંપરા પર પૂર્ણ જોર આપશો. પણ કામકાજમાં તમે કોઇને ભાગીદાર ન બનાવતા. તમારી કેટલીક વ્યવસાયીક યોજનાઓને ગતી મળશે. તમે તમારા ઘરને રિનોવેટ કરવામાં પણ સારો એવો ખર્ચ કરશો. પણ તમારે ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું જોઇએ. નહીં તો પાછળી તમને પસ્તાવો થઇ શકે છે.
તુલા: આજનો દિવસ તમારા સુખ-સમૃદ્ધિમાં વધારો કરશો. તમારા ઘરે કોઇ મહેમાન આવશે. લોહીના સંબંધોમાં મજબૂતી વધશે. ભાઇ બહેનો સાથે જો કોઇ ખટરાક ચાલી રહી હતી તો તે આજે દૂર થશે. વિદેશમાં રહેતાં કોઇ સંબંધી પાસેથી તમને શુભ સમાચાર મળશે. તમારા ઘરે કોઇ ધાર્મિક કાર્યક્રમ હોવાથી સગા-સંબંધીઓની અવર-જવર રહેશે.
વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. વ્યક્તીગત વાતો સારી રહેશે. જીવનસાથી સાથે મળીને તમે કોઇ નાના-મોટા કામની શરુઆત કરશો. સાસરી પક્ષની કોઇ વ્યક્તી સાથે તમારો વાદ-વિવાદ થઇ શકે છે. બેન્કીંગ ક્ષેત્રે કાર્યરત લોકો બચતની યોજના પર સંપૂર્ણ ધ્યાન આપજો. વિદ્યાર્થીઓએ જો કોઇ પરીક્ષા આપી હશે તો તેનું આજે પરિણામ આવશે. તમે તમારા માતા-પિતાની સેવામાં દિવસ પસાર કરશો.
ધનુ: આજના દિવસે તમારી અંદર પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમે તામરા ઉત્તમ વિચારોનો લાભ ઉઠાવશો. જરુરી કામોમાં ધીરજથી આગળ વધજો. કામકાજમાં તમારા વિચારો ઉત્તમ રહેશે. કોઇ સરકારી યોજનાનો તમને સંપૂર્ણ લાભ મળશે. તમે વિડલોનો આદર કરશો અને નાના બાળકો સાથે મોજમજામાં દિવસ પસાર કરશો. તમે જીવનસાથીને ડિનર ડેટ પર લઇ જશો.
મકર: આજનો દિવસ વેપારીઓ માટે થોડો કમજોર રહેશે. કોઇ અજાણી વ્યક્તી પર ભરોસો કરવો તમારા માટે નુકસાનકારક રહેશે. કોઇને પૈસા ઉછીના આપવાથી બચજો. નહીં તો તમારા એ પૈસા પાછા આવવાની શક્તા નહીવત હશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક થશે. પણ તમે કોઇ ઠગની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરાવી લેશો. ઘર પરિવારમાં જો તમને કોઇ સલાહ આપે તો તમે તેમની સલાહ પર અમલ જરુરથી કરજો.
કુંભ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારા અનુભવનો સંપૂર્ણ લાભ ઊઠાવશો. તમે સહકારીઓનો ભરોસો જીતશો. વેપીરઓને સારી સફળતા મળશે. તમને જો કોઇ સમાચાર મળે તો તેને તરત આગળ ના વધારતાં. સંતાન તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે. તમારે કોઇ કાયદાકીય બાબતે આંખ અને કાન ખૂલ્લા રાખવા પડશે. નહીં તો કોઇ તમારી સાથે દગો કરી શકે છે. વિદ્યાર્થી તેમના અધુરાં કામોમાં ધ્યાન આપે. જેની અસર તેમના અભ્યાસ પર થઇ શકે છે.
મીન: આજનો દિવસ નોકરીની શોધ કરી રહેલા લોકો માટે ઉત્તમ છે. જો તમે સંતાનની કારકીર્દીને લઇને ચિંતિત છો તો એ સમસ્યા પણ આજે દૂર થશે. ભાગ્યનો તમને સંપૂર્ણ સાથ મળશે. તમારી કેટલીક યોજનાઓનો પણ તમને લાભ થશે. મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. તમે તમારી જરુરી વાતોમાં આગળ વધજો. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.