સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (12-11-2023): આજે છે દિવાળી, આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, આવકમાં થશે વધારો

મેષ: આજે તમારી નિર્ણય શક્તીમાં વધારો થશે. તમે તમારી નજીકના લોકોને સંપૂર્ણ સહયોગ કરશો. વેપારીઓ માટે દિવસ શુભ રહેશે. તમારા ઔધ્યોગીક પ્રયાસોમાં ગતી આવશે. વ્યાવસાયમાં કોઇને ભાગીદાર ના બનાવતા. આર્થિક સ્થિતીને મજબૂત કરવા તમે જે પણ પ્રયાસો કરશો તેમાં તમને સફળતા મળશે. આહારમાં તળેલા અને મસાલેદાર વસ્તુઓનું સેવન ટાળજો નહીં તો તકલીફ થઇ શકે છે.

વૃષભ: આજનો દિવસ મહેનત અને લગનથી કામ કરવાનો રહેશે. તમારા વધતા ખર્ચા પર અંકૂશ રાખજો. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. તમે મહેનતમાં કોઇ કસર ના છોડતાં. વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી મહેનતને કારણે સારું સ્થાન પ્રાપ્ત કરશો. બહારની વ્યક્તી પાસેથી સલાહ ના લેતાં. નોકરીયાત વર્ગને પ્રમોશન મળશે. જોકે તમે તમારા ઉપરી અધિકારીથી નારાજ રહેશો.

મિથુન: આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળ આપનારો રહેશે. આધ્યાત્મ અને અભ્યાસમાં તમારો રસ વધશે. મિત્ર અને સહકારીઓનો સાથ મળશે. મનની કોઇ ઇચ્છા પૂર્ણ થતાં તમે આજે ઘરે પૂજા-પાઠ કે ભજન કિર્તન કરાવશો. તમારા મનમાં સ્પર્ધાત્મત ભાવના રહેશે. ભાગીદારીમાં કોઇ પણ કામ કરવું યોગ્ય રહેશે.

કર્ક: આજના દિવસે તમે કોઇની વાતમાં ના આવતા. તમારા સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધી થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. પરિવારમાં લોકો સાથે તાલ-મેલ બનાવી રાખજો. આજે ઇમોશનલ થઇ શકો છો. ઘરમાં પરિવારના સભ્યો સાથે જો કોઇ વાદ-વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે દૂર થશે. આજે કોઇ નવા વાહનની ખરીદી કરવી શુભ રહેશે. તમે તમારા સુખ-સુવિધાઓની વસ્તુની ખરીદીમાં વ્યસ્ત રહેશો.

સિંહ: આજનો દિવસ ઉર્જાવાન રહેશે. તમે સ્વાર્થ અને આળસનો ત્યાર કરી તમારી સામાજીક જવાબદારીઓ પૂરી કરવામાં કોઇ કસર નહીં છોડો. માતા-પિતા સાથે તમે આજે પરિવારમાં ચાલી રહેલ ક્લેશ અંગે વાત કરશો. મિત્રો સાથે દિવસ ઉત્સાહપૂર્ણ રહેશે. તમારો ઉત્સાહ મજબૂત હોવાથી આજે કોઇ પણ કામમાં પાછળ નહીં પડો. જે લોકો વિદેશથી આયાત-નિકાસનું કામ કરે છે તેમને આજે કોઇ ખૂશખબર મળશે.

કન્યા: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખજો. કાર્યક્ષેત્રે તમને યોગ્યતા મુજબ લાભ મળશે. જેને કારણે તમારી ખૂશીનો પાર નહીં રહે. લવેડ-દેવડના મામલે કોઇ યોજના પર ભરોસો ના રાખતાં, નહીં તો તેમાં તમારા પૈસા ફસાઇ શકે છે. તમારી કોઇ જૂની ભૂલો પરિવાર સામે આવી શકે છે. જેના માટે તમારે તેમની માફી માગવી પડશે. વિદ્યાર્થીઓને માનસીક ભારણથી છૂટકારો મળશે.

તુલા: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે. તમને કાર્યક્ષેત્રે માન-સન્માન મળી રહેશે અને તમારું સન્માન કરવામાં આવશે. તમે તમારી જવાબદારીઓ પર ખરાં ઉતરશો. જો તમે તમારી આર્થિક સ્થિતીને લઇને ચિંતીત છો તો તે પણ આજે દૂર થશે. તમારી પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. બિઝનેસમાં જો તમે કોઇ નવી યોજનાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આજે તમે તેની શરુઆત કરી શકશો.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે. તમારે દેખા-દેખીથી બચવું પડશે. તમારા પ્રયાસો સફળ રહેશે. વ્યક્તીગત રીતે તમારું કાર્ય સફળ રહેશે. તમારે ઠગોથી દૂર રહેવું પડશે. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. તમારા ખાનગી કામોમાં સહજતાથી આગળ વધી શકશો. જીવનસાથીની તબીયત ખરાબ રહેતા દોડધામ થશે.

ધનુ: આજનો દિવસ વેપારીઓ માટે અનુકૂળ રહેશે. તમને વરિષ્ઠોનો સહકાર મળી રહેશે. તમારી કોઇ અજાણી વ્યક્તી સાથે મુલાકાત થશે. જેની સાથે તમે તમારી અંગત માહીતી શેર ના કરતાં. પરિવારમાં ચાલી રહેલ ક્લેશ તમારા માથાનો દુ:ખાવો બની જશે. જેના માટે તમારે વડિલો સાથે વાત કરવી પડશે. તમે બિઝનેસને લઇને કોઇ મોટો નિર્યણ લઇ શકશો. જેને કારણે પરિવારજનો હેરાન થશે.

મકર: આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધી લાવશે. તમને કાર્યક્ષેત્રે સારો લાભ થશે. તમારું કોઇ મોટું લક્ષ્ય પૂર્ણ થશે. કાર્યક્ષેત્રે અને ઘરમાં તમે તમારી જવાબદારીઓ સમયસર પૂરી કરી શકશો. અને લોકોની જરુરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશો. સાસરીપક્ષની કોઇ વ્યક્તી તમને મળવા આવી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમની ઇચ્છા આજે પૂર્ણ થશે.

કુંભ: આજનો દિવસ ભાગ્યના દ્રષ્ટીકોણથી ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે તમે તમારા સારા વિચારોનો લાભ ઊઠાવશો. વિદ્યાર્થીઓએ જો કોઇ પરીક્ષા આપી હશે તો આજે તેના પરિણામ આવી શકે છે. તમે ભાગીદારીમાં કોઇ કામ શરુ કરશો. ભગવાન પ્રત્યે આસ્થા અને વિશ્વાસ વધશે. તમારા મહત્વના કાર્યો પૂર્ણ થશે. દીર્ઘકાલીન યોજનાઓને ગતી મળશે. તમે જે કામ વિચાર્યા હતાં તે પૂર્ણ થશે પણ તેમાં થોડી તરેદારી રાખજો.

મીન: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમારા ખાન-પાનમાં સાત્વીકતા બનાવી રાખજો. સમઝી વિચારીને કામ કરવું તમારા માટે યોગ્ય રહેશે. જો તમે બિઝનેસમાં કોઇ જોખમ ઉઠાવ્યું છે તો તેનાથી તમને નુકસાન થઇ શકે છે. પરિવારના સભ્યોની સફળતા જોઇ તમે ખૂશ થશો. પણ અજાણી વ્યક્તીથી દૂર રહેજો. નહીં તો પાછળથી સમસ્યા ઉભી થઇ શકે છે. કોને પણ વણમાંગી સલાહ ના આપતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?