સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (10-10-2023): આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનો મંગળવાર તમારી રાશિને કેવું ફળ આપશે

મેષ: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. ઘરના વડિલો પ્રત્યે આદર અને સન્માન વધશે. ભાઇ બહેનો વચ્ચે પ્રેમ વધશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમને તમારા કુટુંમ્બના કોઇ સભ્ય પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. જો તમે કોઇ કામ નસીબના ભરોસે કરશો તો તમને તેનું આજે સારું પરિણામ મળશે. સામાજીક કાર્યોમાં ઝડપ આપશે અને તમે તમારી જવાબદારી ખૂબ સારી રીતે પાર પાડશો.

વૃષભ: આજનો દિવસ તમારા માટે આનંદ દાયક રહેશે. તમને કોઇ ગમતી અને મોંઘી વસ્તુ ભેટમાં મળશે. તમે કેટલાંક નવા લોકો સાથે ઓળખાણ કરશો. પરિવારમાં તમારો રસ વધશે. તમારા ઘરે કોઇ મંગળ કાર્ય હોવાથી તમે વ્યસ્ત રહેશો. જો જીવનસાથી સાથે કોઇ વિવાદ કે ઝગડો ચાલી રહ્યો છે તો તમે આજે તેનું નિરાકરણ લાવશો. જરુરી કામો પર વધુ ધ્યાન આપજો. સંતાનને સંસ્કાર અને પરંપરાના પાઠ ભણાવજો. કાર્યક્ષેત્રે કોઇની ભૂલ માટે તમને પસ્તાવો થશે.

મિથુન: આજનો દિવસ તમારી કલા અને કૌશલમાં સુધારો લાવશે. જો તમે યોજનામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે તો આજે તમને તેનો મોટો ફાયદો થશે. તમારો અનુઠો પ્રયાસ રંગ લાવશે. તમારી ચારેબાજુનું વાતાવરણ પ્રફુલ્લીત રહેશે. તમે ઘર અને બહાર લોકોની અપેક્ષા પર ખરા ઉતરશો. રાજનિતીમાં કાર્યરત લોકોને કોઇ મોટું પદ મળશે. પણ તમે કાર્યક્ષેત્રે કોઇના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ના કરતાં. નહીં તો મૂશ્કેલી થઇ શકે છે.

કર્ક: આજનો દિવસ તમારા માટે પરોપકારના કાર્યોમાં જોડાઇને નામ કમાવવાનો હશે. તમને વિદેશમાં રહેતાં કોઇ સંબંધી પાસેથી સારા સમાચાર મળશે. તમારે અજાણ્યા લોકો સાથે લેવડ-દેવડમાં સાચવવું પડશે. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. તમને કોઇ લાંબી યાત્રા કરવાનો મોકો મળશે. તમારે તમારા વધતા ખર્ચા પર કાબૂ રાખવો પડશે. નહીં તો પાછળથી પ્રોબ્લેમ થઇ શકે છે. કોઇ પણ કાયદાકીય બાબતમાં તમારે ધીરજ અને વિનમ્રતા રાખવી પડશે. સંબંધો પ્રત્યે સજાગતા રાખજો.

સિંહ: આજનો દિવસ તમને આકસ્મીક લાભ કરાવશે. ખાનગી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છૂટકારો મળશે. અને તમે ખૂશ રહેશો. જોકે તમારે મહત્વની વાતોમાં સાવચેતી રાખવી પડશે. તમારે તમારા કોઇ પણ કામમાં બેજવાબદારી ભર્યા વલણથી દૂર રહેવું પડશે. વેપારમાં ઝડપ લાવશો તો ફાયદાકારક રહેશે. કોઇ વિરોધી સાથે ચર્ચા ના કરતાં નહીં તો તે તમને ખોટી સલાહ આપી શકે છે.

કન્યા: આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે ઉત્તમ રહેશે. તમે તમારા વેપારમાં ઝડપ લાવવાનો પૂર્ણ પ્રયાસ કરશો. જોકે તમારા કોઇ પાર્ટનરને કારણે તમને નૂકસાન થઇ શકે છે. તમે સમયનો સદઉપયોગ કરશો, નહીં તો તમારા કેટલાંક કામો અટકી જશે. તમે બિઝનેસની કોઇ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરશો. બજેટ બનાવીને ચાલવું હિતાવહ રહેશે. તમારી કોઇ નવા લોકો સાથે મુલાકાત થશે. કલા અને કૌશલ્યમાં રસ વધશે.

તુલા: આજનો દિવસ તમારા માટે વિભિન્ન ક્ષેત્રોમાં સારો રહશે. તમે તમારા કાર્યને ગતી આપશો અને લોકો સાથેની મુલાકાત ફળદાયી નિવડશે. કોઇ ધાર્મિક કે મંગળ કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશે. તમે તમારા સ્વભાવમાં વિનમ્રતા રાખજો. દીર્ઘકાલીન યોજનાઓને ગતી મળશે. કોઇ પણ કરાર પર સમજી વિચારીને સહી કરજો. બધા જ ક્ષેત્રોમાં તમે સારું પ્રદર્શન કરશો. વડિલોનો સાથ સહકાર મળી રહેશે.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે સફળતા લઇને આવ્યો છે. તમારા માટે જરુરી કામોની યાદી બનાવીને આગળ વધવુ યોગ્ય રહેશે. તમારી વાણી અને વર્તનમાં સજાગતા રાખજો. તમારે ખાણી-પીણીમાં સાવચેતી રાખવી પડશે. નહીં તો તમને પેટની કોઇ તકલીફ થઇ શકે છે. તમે ઘરે અને કાર્યક્ષેત્રે સમજી વિચારીને નિર્ણય લેશો તો યોગ્ય રહેશે. કોઇ સરકારી યોજનાનો તમને લાભ મળશે. તમે તમારા સુખ સુવિધાના સાધનોની ખરીદી કરી શકશો.

ધનુ: આજનો દિવસ તમારા સુખ અને સુવિધાઓમાં વધારો કરશે. કોઇ પણ જમીન મકાનની બાબતે સજાગતા રાખજો. તમે તમારા પોતાના લોકોનો વિશ્વાસ જીતી શકશો. કેટલાંક મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખજો. કોઇ મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરજો. બધાને સાથે લઇને ચાલવાના પ્રયાસમાં પણ તમને સફળતા મળશે. સંતાનને કરેલો વાયદો પૂર્ણ કરજો.

મકર: આજનો દિવસ સરકારી ક્ષેત્રે કાર્યરત લોગો કે લીએ અચ્છા રહેગા. સરકારી કામોમાં તેના નિયમોનું ખાસ ધ્યાન રાખજો. જરા પણ લોભ ના કરતાં નહીં તો મૂશ્કેલી આવી શકે છે. સામાજીક ક્ષેત્રે કામ કરતાં લોકોને તેમના સારા કામ માટે સન્માનિત કરવામાં આવશે. તમે ખૂબ મહેનત બાદ કાર્યક્ષેત્રે કોઇ મોટી ઉપલબ્ધી મેળવશો. તમારા કર્તવ્યો બાબતે સજાગ રેહજો. પણ કોઇના કહેવામાં ના આવતા. જો તમે કોઇને પૈસા ઉધાર આપવાનું વિચાર્યું છે તો ના આપતાં. નહીં તો તમારા એ પૈસા પાછા આવવાની સંભાવના ખૂબ ઓછી છે.

કુંભ: આજનો દિવસ તમારા માટે અનુકુળ રહેશે. અને સ્પર્ધાની ભાવના મનમાં રહેશે. મહત્વાના કામ પર તમારું વિશેષ ધ્યાન રહેશે. તમારા ઘરે કોઇ મહેમાનના આવવાથી મન પ્રસન્ન રહેશે. તમારે પૈસાની બાબતે ધીરજ રાખવી પડશે. કોઇની પણ સાથે કોઇ જરુરી જાણકારી શેર ના કરતાં નહીં તો તકલીફ થઇ શકે છે. તમારી કોઇ અણગમતી વ્યક્તી સાથે મુલાકાત થશે. જોકે ત્યાર બાદ તમને કોઇ શુભ સમાચાર સાંભળવા મળશે. તમારે કોઇ લાભદાયી જોયના પર ધ્યાન આપવું પડશે.

મીન: આજનો દિવસ તમારા માટે મિશ્રરુપે ફળદાયી નિવડશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતી થઇ શકશે. તમે તમારા સુખ સુવિધાના સાધનો પાછળ ઘણો ખર્ચ કરશો. નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પુરું થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવનારી તકલીફો માટે મિત્રો સાથે વાત કરવી પડશે. ઇમોશનલ વાતોમાં તમારે ધીરજ રાખવી પડશે. તમે કોઇની પણ સાથે જીદ કે અહંકારી વાતો ન કરતાં. આજે ભૌતિક વિષયોમાં વધુ રસ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button