આજનું રાશિફળ (07-03-24): મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને મળશે આજે Increment, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…


મેષ રાશિના લોકો માટે આજનો દિવસ એક કરતાં વધુ સ્રોતમાં આવક કરાવનારો રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આવકમાં વૃદ્ધિ થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. વેપારમાં આજે કેટલીક યોજનાથી સારો એવો ફાયદો થઈ રહ્યો છે. બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકો આજે સેવિંગ પર ફોકસ કરશે. જો પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હશે તો આજે એ અંગે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિણીત લોકોના જીવનમાં કોઈ નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે.

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારી આવકમાં વૃદ્ધિ થશે પણ એની સાથે સાથે તમારા ખર્ચમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે તમારી અંદર સ્પર્ધાની ભાવના જોવા મળી શકે છે. આજે તમારું મન ધાર્મિક કાર્યો તરફ વધારે વળશે અને એને કારણે પરિવારના સભ્યોની ખુશીનો પાર નહીં રહે. આજે તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરવી જોઈએ. ભાઈ-બહેન તરફથી આજે સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. કોઈ પાસેથી ઊછીની લોન લીધી હશે તો તમારે એ ચૂકવવામાં ઘણી હદ સફળતા મળી શકે છે.

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારા કોઈ મિત્રને મદદ કરવા માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આજે મિત્રો સાથે ગોસિપિંગ કરી શકે છે. જો તમે તમારા કોઈ કામને લઈને ચિંતિત હતા તો આજે તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. પરિવારના સભ્યો જો કોઈ વાતને લઈને સલાહ-સૂચન આપશે તો તેનું ચોક્કસ પાલન કરશો. આજે તમે તમારા સુખ-સુવિધાઓની વસ્તુ ખરીદવા પાછળ વધારે ધ્યાન આપશો. કામના સ્થળે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમે તમારી કોઈ સલાહને અનુસરીને વાદ-વિવાદમાં પડવાની જરૂર નથી. જીવનસાથી સાથે તમને સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે પાછી મળી શકે એમ છે. તમે તમારા વિરોધીની કોઈ વાતથી આજે ગુસ્સે ભરાઈ શકો છો. રોકાણ કરવાની કોઈ યોજના બનાવી રહ્યા છો તો એ માટે તમારે આજને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે.

સિંહ રાશિના લોકો માટે સંપત્તિની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આજે તમે નવું મકાન, જમીન, દુકાન વગેરે ખરીદી શકો છો. માતા માટે કોઈ મનગમતી ભેટ લાવી શકો છો. આજે કામ માટે તમને અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે, પણ માતા-પિતાની સલાહ લઈને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. સંતાનની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે. તમારા કામ સમયસર પૂરા ના થવાને કારણે ચિંતિત રહેશો. નોકરીમાં ઉતાવળે કરેલા કોઈ પણ કામ માટે બોસનો ઠપકો સાંભળવા મળી શકે છે.

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો રહેશે. માતાના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા થતાં તમારે આજે ભાગદોડ કરવી પડી શકે છે. આજે તમારે વ્યવહારની બાબતમાં સ્પષ્ટતા જાળવવી પડશે. ઝડપી વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડી શકે છે. વિદ્યાર્થીઓને રમતમાં કે સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી શકે છે. પિતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. કામને લઈને થોડા ચિંતિત રહેશો. આજે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવા માટે તમને પસ્તાવો થઈ શકે છે.

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારી મનમરજીને કારણે તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કામના સ્થળે પણ તમારા આ વર્તનને કારણે લોકોને સમસ્યાઓ થઈ શકે છે. આજે તમારું કોઈ કામ સમયસર પૂરું નહીં થાય. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમે સરળતાથી એ કરી શકો છો. આજે કામ માટે અચાનક તમારે પ્રવાસ પર જવું પડી શકે છે. નિરાશાજનક માહિતી સાંભળીને નિરાશ થશો. કોઈ મિત્ર તમને મળવા તમારા ઘરે આવી શકે છે. કોઈ નવું રોકાણ કરવાનું ટાળવું પડશે.

આ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા રસ્તા ખોલી રહ્યો છે. તમારી આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પરંતુ તમારા ખર્ચાઓ પણ આજે તમને એટલા જ પરેશાન કરશે, જેની અસર તમારી બચત પર પડશે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માટે આગ્રહ કરી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. કાર્યસ્થળમાં તમારે કોઈની સલાહ પર કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. પારિવારિક સમસ્યાઓ સાંભળવામાં તમે પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરશો. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો.

રાજકારણ સાથે સંકળાયેલા ધન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં સમસ્યાઓને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. જે લોકો પ્રેમ જીવન જીવી રહ્યા છે તેઓ તેમના જીવનસાથીના વર્તનથી થોડા પરેશાન થશે, જેના કારણે તેમના સંબંધોમાં ખટાશ આવી શકે છે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે કોઈ કામ માટે ચિંતિત રહેશો અને એ માટે તમે તમારા પિતા સાથે વાત કરશો.

આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે અને તમે કેટલીક નવી સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો, પરંતુ તમારે કાર્યસ્થળમાં કોઈપણ વિવાદમાં ફસાવાનું ટાળવું પડશે, નહીં તો તે પછીથી મુશ્કેલી તરફ દોરી જશે. મોટી સમસ્યા બની શકે છે. જે લોકો પોતાની નોકરીને લઈને ચિંતિત છે તેમને સારી નોકરી મળી શકે છે. તમારે તમારી માતાને આપેલું વચન પૂરું કરવું પડશે. જો તમે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો, તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. જો ભાઈ-બહેન વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે.

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો છે. તમારી કેટલીક જૂની યોજનાઓ આજે વેગ પકડશે, જે તમને સારો નફો આપશે. જો તમે પાર્ટનરશીપમાં કોઈ કામ કરવાનું વિચાર્યું હોય તો તમારા જીવનસાથીની સારી રીતે તપાસ કરીને આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારા બાળકો તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના કારણે તમારે તેમના માટે કેટલાક ફેરફારો કરવા પડશે. આજે તમારી અંદર થોડી ઉર્જા હોવાને કારણે તમે દરેક કામ કરવા માટે તૈયાર રહેશો. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ ન આપવી, નહીં તો નુકસાન થઈ શકે છે.

મીન રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ રહી છે અને તમને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશથી અભ્યાસ કરવા માગે છે તેઓ આજે કોઈપણ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલો મતભેદ તમારા માટે માથાનો દુખાવો બની રહ્યો છે. તમારે કોઈપણ પ્રોપર્ટી સાથે ખૂબ કાળજીપૂર્વક વ્યવહાર કરવો પડશે. માતાને આજે તમારી કોઈ વાત ખરાબ લાગી શકે છે. આજે તમારે તમારા ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે.