સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (03-10-2023): આજનો મંગળવાર આ રાશિના જાતકો માટે રહેશે ખાસ, હનુમાનજીની હશે વિશેષ કૃપા

મેષ: આજનો દિવસ પ્રસન્ન રહેશે. તમે આખો દિવસ ખૂબ ખૂશ રહેશો. આજે બિઝનેસમાં મોટો ફાયદો થવાની શક્યતા છે. તમને સારો નફો થઇ શકે છે. શક્ય હોય તો આ નફાનો નાનકડો ભાગ કોઇ ગરીબને દાન કરજો. કોઇ નવા કામની શરુઆત કરી શકો છો. વેપારીઓ માટે આજે વિદેશ યોગ છે. સરવાળે આજનો દિવસ સુખમય રહેશે.

વૃષભ: આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારો કોઇ જૂનો મિત્ર અચાનક આજે તમને મળશે. જે તમારા માટે હિતકારક હશે. આજે માનસીક સ્વાસ્થ્ય પર સારું રહેશે. છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહેલું ટેન્શન દૂર થશે.

મિથુન: જો પરિવારમાં કોઇ બિમાર છે તો આજે તેની તબિયત સુધરશે. વેપારીઓને ખાસ સલાહ કે તમારો વેપાર સારો ચાલી રહ્યો છે તેથી કોઇ અલગ નિર્ણય ના લેતા. જો તમે કોઇ વાતને લઇને ચિંતિત છો તો યોગ કરો અને માનસીક શાંતી જાળવી રાખવાનો પ્રયાસ કરો.

કર્ક: જો તમને નજદીકના ભવિષ્યમાં કારકીર્દી અંગે વિચારી રહ્યો છો તો નવા દ્રષ્ટિકોણને ધ્યાનમાં નિર્ણય લઇ શકશો. તમારી કારકીર્દીમાં અચાનક નવો વળાંક આવવાની શક્યતાઓ છે. કોઇ પણ નવા કામની શરુઆત કરવામાં કંઇ જ ખોટું નથી. પણ કોઇ પણ નિર્ણય લેતા પહેલા તે અંગેની જાણકારી મેળવી અભ્યાસ કરવો જરુરી છે.

સિંહ: જ્યારે કાર્યક્ષેત્રમાં તમને તમારી ક્ષમતા બતાવવાની તક મળશે તો તમે આત્મવિશ્વાસ અને પોતાને સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો. તમારે માત્ર તમારી પ્રતિષ્ઠા નહીં પણ સફળ થવા માટે પણ ઘણાં પ્રયાસો કરવા પડશે. નવી માંગને પહોંચી વળવા માટેના તમારા પ્રયાસો જોઇ ઉપરી અધિકારી ખૂશ થશે.

કન્યા: તમારા મનમાં કંઇક અલગ જ ચાલી રહ્યું છે. ક્ષણવારમાં તમે હકારાત્મક વિચારો છો તો ક્ષણવારમાં જ તમે નિરાશ પણ થઇ જાઓ છો. આવી ભાવનાઓથી બચવા માટે ભગવાનું ધ્યાન કરો. માતાની તબિયત જો ખરાબ હશે તો હવે ધીરે ધીરે સારી થશે. નોકરીમાં સફળતા માટે તમે તમારો રસ્તો બનાવી લીધો છે. તમારી ટ્રાન્સફર પણ થઇ શકે છે.

તુલા: તમે આજે પ્રસન્ન રહેશો. ધણાં બધા કામને કારણ વ્યસ્ત રહેશો. છતાં તમારે અન્ય કામો માટે સમય કાઢવો પડશે. વાંચનમાં રસ વધશે. કોઇ મિત્રના સહકારથી રોજગારનું સાધન ઊભુ થશે. આવકમાં વધારો થશે.

ધનુ: આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. જીવનસાથીની કારકીર્દીને લઇને તમે જરા ચિંતિત રહેશો. જો તમે કોઇ નવું વાહન ખરીદવાની ઇચ્છા રાખતા હશો તો આજે એ પણ પૂર્ણ થશે. કોઇ પણ નવા કામની શરુઆત થોડા સમય બાદ જ કરજો. પાર્ટનરશીપમાં કોઇ પણ કામ કરવું તમારા માટે હિતાવહ રહશે. વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે પૈસાની દ્રષ્ટિએ સારો રહેશે. બિઝનેસમાં ફંસાયેલા નાણાં પાછા મળશે. જો કોઇ જોખમી કામ કરવાના હશો તો જરા સંભાળીને. કોઇ અનુભવી વ્યક્તિ સાથે વાત કરજો. આજે વાદ-વિવાદ ટાળજો. કોઇ પણ કાયદાકીય બાબતે ઢીલ ના રાખતાં નહીં તો પાછળથી તમને તકલીફ થઇ શકે છે.

મકર: આજનો દિવસ ઉત્તમ સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. તમને કોઇ કાયદાકીય કેસમાં જીત મળી શકે છે. જો તમે કોઇ યાત્રાની તૈયારી કરી રહ્યાં છો તો વાહન સંભાળીને ચલાવજો. કાર્યક્ષેત્રે આવનારી અડચણો દૂર કરવાનો પ્રયાસ કરશો. પરિવારમાં કોઇ વાતને લઇને વાદ-વિવાદ ઊભો થાય તો તમે ચૂપ રહેજો નહીં તો પરિસ્થિતી બગડી શકે છે.

કુંભ: આજનો દિવસ આરોગ્ય સંબંધિત તકલીફોથી છૂટકારો આપનારો છે. તમે તમારી આર્થિક સ્થિતી મજબૂત કરવા જે પણ પ્રયાસો કરશો તેમા સફળતા અવશ્ય મળશે. કાયદાકીય મામલે વિરોધીની હાર થશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. નોકરીમાં બઢતીની તક છે. તમારા પગારમાં પણ વધારો થઇ શકે છે. કોઇ પણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં ના આવતા. કાર્યક્ષેત્રમાં જો કોઇ વિવાદ સર્જાયતો ચૂપ રહેજો નહીં તો વાત વણસી શકે છે.

મીન: આજનો દિવસ કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ લાવશે. કોઇ ખાસ મહેમાનના આવવાથી પ્રસન્નતા રહેશે. કાર્યક્ષેત્રે માન સન્માન મળતાં તમારી ખૂશીનો પાર નહી રહે. જો કોઇ નવા કામની શરુઆત કરવા માંગો છો તો આજનો દિવસ ઉત્તમ છે. તમને કોઇ જૂની ભૂલને કારણે મન અશાંત રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button