સ્પેશિયલ ફિચર્સ

આજે બે મર્દાનીનો જન્મદિવસઃ એક સ્વતંત્રતા પહેલા તો બીજાં સ્વતંત્રતા બાદ બન્યા સૌના પ્રેરણાસ્ત્રોત

વિરાંગના શબ્દનો ઉપયોગ થાય ત્યારે તરત જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ જીભ પર આવ્યા વિના રહે નહીં અને આઝાદી બાદ જો કોઈ હિંમતવાળી અને લોખંડી મહિલાની વાત આવે તો દેશના પહેલાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ માનસપટ પર છવાયેલું રહે. કેવા સંયોગો છે કે દેશ કે વિશ્વની તમામ મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત એવી આ બન્ને મહિલાના જન્મદિવસ એક જ દિવસ એટલે કે આજે જ છે.
बुंदेले हरबोलो के मुंह हमने सुनी कहानी थी खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी… બાળપણથી સંભળાતી આવેલી આ પંક્તિ આજેપણ દેશદાઝની ભાવના ઊભી કરી શકે એટલી તાકાતવર છે, જે લક્ષ્મીબાઈ માટે લખાઈ હતી.
19 નવેમ્બર 1834 એ જ દિવસે રાણી લક્ષ્મીબાઈનો જન્મ બનારસના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેના માતા-પિતાએ તેનું નામ મણિકર્ણિકા રાખ્યું હતું અને તે પ્રેમથી મનુ તરીકે ઓળખાતી હતી. આ સુંદર મનુ પાછળથી રાણી લક્ષ્મીબાઈના નામથી પ્રખ્યાત થઈ.
મરાઠી પરિવારમાં જન્મેલા મનુના લગ્ન 1842માં ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલેકર સાથે થયા હતા. મનુ બાળપણથી જ ખૂબ તેજસ્વી અને હિંમતવાન હતી. તેણે પોતાના વ્યક્તિત્વથી બધાને ચોંકાવી દીધા અને સાસરે ગયા પછી તેનું નામ રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. જીવનમાં સંઘર્ષ શરૂ થયો ને લક્ષ્મીબાઈએ પોતાનો ચાર મહિનાનો પુત્ર અને તે બાદ પતિ થોડા અરસામાં ખોયા. આ સમયે ભારત અંગ્રેજોનું ગુલામ હતું અને અંગ્રેજોની નજર તેમનાં સામ્રાજ્ય પર હતી. લક્ષ્મીબાઈએ દામોદર નામે એક સંતાન દત્તક પણ લીધું પણ અંગ્રેજોએ તેને ઉત્તરદાયી બનાવવાની ના પાડી અને તેમના રાજ્ય પર આક્રમણ કર્યું ત્યારે લક્ષ્મીબાઈએ પણ એક વિરાંગના શોભે તે રીતે હાથમાં તલવાર લઈ યુદ્ધના મેદાનમાં અંગ્રેજી હકુમતનો સામનો કર્યો. 1957ના વિપ્લવમાં ઝાંસીની રાણીએ બતાવેલા શૌયર્ને લોકો આજદિન સુધી ભૂલ્યા નથી. દરેક મહિલા જે હિંમત કરી ન્યાય અને પોતાના હક માટે લડે તેને આજે પણ ઝાંસીની રાણીનું ઉપનામ આપી દેવાય છે.
બીજી આવી જ મહિલા એટલે દેશના પહેલાં અને એક માત્ર વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી. તેમનો જન્મ 19 નવેમ્બર,1917માં દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં પ્રયાગરાજમાં થયો હતો. દાદા મોતીલાલ નહેરુએ તેને ઈન્દિરા નામ આપ્યું તો પિતાએ તેની સાથે પ્રિયદર્શની જોડી દીધું. એ ખરું કે તેઓ રાજકારણી ઘરાનામાં જન્મ્યા હતા, પરંતુ તેમણે પોતાનું વ્યક્તિત્વ એવું ઘડ્યું કે પોતાની ઓળખ ઊભી થઈ. ઉચ્ચ શિક્ષિત ઈન્દિરા ફિરોઝ ગાંધીને પરણ્યા અને રાજીવ અને સંજીવ નામના બે સંતાનના માતા બન્યા. ઈન્દિરાએ એક સાથે સળંગ ત્રણવાર અને કુલ ચાર વાર દેશનું સૂકાન સંભાળ્યું. સખત નિર્ણયો લેવા માટે જાણીતા ઈન્દિરાને એક સમયે કૉંગ્રેસે એટલા માટે પ્રધાનપદે બેસાડ્યા હતા કે તેઓ મૂંગી ગૂડિયા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ઈન્દિરા ગાંધીએ કૉંગ્રેસની આ સિન્ડિકેટ તોડી કૉંગ્રેસમાં જ એક નવી કૉંગ્રેસ ઊભી કરી. આ સાથે બેકોનું રાષ્ટ્રીયકરણ, અમેરિકા સાથે ખાદ્યઅન્ન કરાર, હરિતક્રાંતિ અને ખાસ કરીને ભારત પાકિસ્તાનનું 1971નું યુદ્ધ અને તે બાદ પાકિસ્તાનના બે ભાગલા અને બાંગ્લાદેશનો ઉદય આ બધું તેમના કાર્યકાળમાં થયું. જોક તેમણે લગાવેલી કટોકટી આજે પણ એક ખૂબ જ ખોટો નિર્ણય માનવામાં આવે છે તો તેમનો બીજો નિર્ણય ઑપરેશન બ્યુ સ્ટાર તેમનાં માટે જીવલેણ સાબિત થયો, પણ આ મૂં ગૂડિયાએ પોતાની જાતને લોખંડી મહિલા સાબિત કરી દીધી.
બન્ને વિરાંગનાઓને શ્રદ્ધાસુમન…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…