પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે, આ 5 ટિપ્સ આપશે અસરકારક પરિણામ

Good Sleep Tips: લોકોને જીવનમાં ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય છે. જે પૈકીની એક સમસ્યા અનિંદ્રા છે. ઘણા લોકોને પથારી સૂતા બાદ કલાકો સૂધી ઉંઘ આવતી નથી. જો ઊંઘ આવે છે, તો તે લાંબો સમય ટકી શકતી નથી. આવી ઊંઘ સંબંધિત ઘણી બાબતોથી લોકો પરેશાન રહેતા હોય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી માટે સારી ઊંઘ મેળવવાની ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ.
પુસ્તકો વાંચો, પ્રાણાયામ કરો
જો તમને સૂવા જઈ રહ્યા છો અને અડધો કલાકથી વધારે સમય સુધી તમને ઊંઘ નથી આવી રહીં, તો પથારી પરથી ઊભા થઈ જાવ. બીજા રૂમમાં જઈને કોઈ પુસ્તક વાંચો અથવા પોડકાસ્ટ સાંભળો.જોકે, આ દરમિયાન કોઈ ખોરાક ખાશો નહીં અથવા સ્ક્રીનને તાક્યા કરશો નહીં. કારણ કે આવું કરવાથી તમારા દીમાગને જાગવા માટે પ્રેરણા મળશે.જો તમે અડધી રાત્રે પથારીથી ઊભા કરનારો વિચાર ડરામણો છે, તો તમારે ધ્યાન ધરવું જોઈએ. આ એક કારગર ઉપાય છે. પ્રાણાયામ કરવાથી સારી ઊંઘ આવે છે અને શરીરને બીજા પણ લાભ થાય છે.
અંધારું આપશે ગાઢ ઊંઘ
ઊંઘની બાબતમાં નિયમિતતા સૌથી વધારે જરૂરી છે. ગમે ત્યારે અને ગમે ત્યાં સૂવાનો અને જાગવાનો સમય નક્કી રાખવા જોઈએ. તમારૂ દીમાગ એક નિયત ટાઈમટેબલ ઈચ્છે છે. સારી ઊંઘ માટે અંધારું જરૂરી છે. સૂવાના અડધા કલાક પહેલા પોતાના ઘરની ત્રણ ચતુર્થાંશ બત્તિયો બંધ કરી દો. પછી જોજો તમને કેવી ગાઢ ઊંઘ આવે છે.
ઠંડા વાતાવરણ ઊંઘને પ્રોત્સાહન આપે છે. સૂતા પહેલા રૂમનું તાપમાન 18થી 18.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવું જોઈએ. સારી ઊંઘ માટે શરીર અને મસ્તિષ્કનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઓછું રાખવું જોઈએ. દારું તમને બેહોશ કરી દે છે, પરંતુ તે ઊંઘને બરબાદ કરી દે છે. તેનાથી ઊંઘની ગુણવત્તા બગડી જાય છે. તેથી દારું પીને ન સૂવું જોઈએ.