સ્પેશિયલ ફિચર્સ

પૈસાની તંગીથી તંગ આવી ગયા છો? આ રીતે મેળવી શકશો ચપટી વગાડતામાં મુક્તિ…

શું તમારી સાથે પણ એવું થાય છે કે ગમે એટલા પૈસા કમાવો પણ તેમ છતાં પૈસાની તંગીમાંથી બહાર નથી આવી શકતા? પૈસા તમારા હાથમાં નથી ટકતા? જો આ સવાલોના જવાબ હકારમાં છે તો તમારે ચોક્કસ જ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચવી જોઈએ. આવું એટલા માટે આજે અમે અહીં તમને કેટલાક એવા ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ગુરુવારે કરીને તમે આ સમસ્યામાંથી છૂટકારો અને લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો ચાલો જાણીએ કયા છે આ ઉપાયો, અને કઈ રીતે મેળવશો માતા લક્ષ્મીની ખાસ કૃપા…

પૈસાની તંગીમાંથી બહાર આવવા માટે શાસ્ત્રોમાં હળદર સબંધિત કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનલાભ થાય છે. આ ઉપાયો ગુરુવારના દિવસે કરવાથી વિશેષ લાભ થાય છે. આજે ગુરુવારના દિવસે તમે પણ અહીં જણાવેલા ઉપાયો એક વખત ચોક્કસ અજમાવી જુઓ.

પીળા રંગના વસ્ત્રો ધારણ કરો:
અઠવાડિયાના દરેક વાર વિવિધ દેવી દેવતાઓને સમર્પિત હોય છે અને ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ ગુરુને સમર્પિત હોય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલે શક્ય હોય તો આ દિવસે સ્નાનાદિ કાર્ય પતાવીને પીળા રંગના કપડાં પહેરવા જોઈએ.

પૂજામાં હળદરનો ઉપયોગ કરો:
ગુરૂવારની પૂજામાં હળદરનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે કારણ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ સાથે છે. પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થાય છે.

કઈ રીતે કરશો પૂજામાં હળદરનો ઉપયોગ?:
પૂજામાં હળદરનો ઉપયોગ કઈ રીતે કરશો એની વાત કરીએ તો તે અનેક રીતે થઈ શકે તેમ છે. જેમ કે હળદરવાળા પાણીથી સ્નાન કરવું કે પછી હળદરનું તિલક કરવું. આ સિવાય હળદરવાળું પાણીનો છંટકાવ મુખ્ય દ્વાર પર કરવો પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

ભગવાન વિષ્ણુને લગાવો વિશેષ ભોગ:
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સ્નાનાદિ કાર્ય પતાવીને ભગવાન વિષ્ણુની સ્થાપના કરીને હળદરવાળા પાણીથી અભિષેક કરીને પીળા રંગના પુષ્પો, ગુડ, ચણાની દાળ તેમ જ કિસમિસનો ભોગ લગાવવામાં આવે છે. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે અને કરિયરમાં આવી રહેલી બાધાઓ પણ દૂર થાય છે.

કેળાના ઝાડની પૂજા:
ગુરૂવારના દિવસે પૂજાના અંતમાં કેળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે. કેળાના ઝાડ પર હળદરવાળું પાણી ચઢાવીને બૃહસ્પતિ વ્રત કથા અને આરતી કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે સતત 21 દિવસ ગુરૂવારનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

આપણ વાંચો:  2026ની શરૂઆતમાં જ બની રહ્યો છે પાવરફૂલ રાજયોગ, અમુક રાશિના જાતકોને થઈ રહ્યો છે અપરંપાર લાભ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button