ત્રણ કે સાત, કેટલી પેઢી સુધી રહે છે પિતૃદોષની અસર? જાણો શું કહે છે ગરુડ પુરાણ

Pitrudosh Effect Remedy: હિંદુ સનાતન ધર્મની માન્યતાઓ પ્રમાણે દર વર્ષે પિતૃપક્ષ આવે છે. આ દિવસો દરમિયાન લોકો પોતાના મૃત પિતૃઓ તથા પૂર્વજોનું શ્રાદ્ધ કરતા હોય છે. જે લોકો પિતૃઓનું તર્પણ નથી કરતા તેઓ પિતૃદોષનો ભોગ બની જાય છે. પિતૃદોષના કારણે જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. પિતૃદોષનો પ્રભાવ ઘણી પેઢીઓ સુધી ચાલે છે અને તેના પ્રભાવની અસર ભોગવવી પડે છે. આવો જાણીએ આ પ્રભાવ કેટલા સમય સુધી રહે છે.
પિતૃદોષ લાવે જીવનમાં મુશ્કેલીઓ
પિતૃદોષ એક એવો દોષ છે. જેનો પ્રભાવના કારણે લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ અને મુશ્કેલીઓ આવે છે. પિતૃદોષ માત્ર એક પેઢી સુધી નહીં, પરંતુ આવનારી અનેક પેઢીઓ સુધી રહે છે. તેના પ્રભાવથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.જે લોકો પોતાના પિતૃઓ અને પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા અથવા તેમનું તર્પણ નથી કરતા. એવા લોકો અને તેમના પરિવારમાં પિતૃદોષ લાગી શકે છે. પિતૃદોષ સમાપ્ત અથવા તેનો પ્રભાવ ઓછો કરવા માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ અવશ્ય કરવું જોઈએ.
જ્યારે પૂર્વજોનો આત્મા અસંતૃષ્ટ રહી જાય છે, ત્યારે પિતૃદોષ લાગે છે. આ સિવાય મૃત્યુ બાદ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે જેવા વિધિવિધાનનું સારી રીતે પાલન ન કરવાથી પણ પિતૃદોષ લાગે છે. પિતૃદોષ કોઈ પણ વ્યક્તિના કર્મ પર આધાર રાખે છે.
સાત પેઢી સુધી રહે છે પિતૃદોષનો પ્રભાવ
ગરુડ પુરાણ અનુસાર, પિતૃદોષનો પ્રવાભ ત્રણથી સાત પેઢીઓ સુધી રહે છે. સામાન્ય રીતે પિતૃદોષનો પ્રભાવ પિતા, દાદા અને પરદાદા એમ ત્રણ પેઢીઓ સુધી રહે છે. આ સિવાય અન્ય ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો પિતૃદોષ બહુ ગાઢ હોય તો આવનારી સાત પેઢી સુધી તેની અસર રહે છે. પિતૃદોષના કારણે લગ્નમાં અડચણ, સંતાનસુખ ન મળવું, ધંધામાં નુકસાન, પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું ન રહેવું, પરિવારમાં અશાંતિ રહેવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તમારે સારા કર્મા કરતા રહેવું પડે છે અને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન અવશ્ય કરવું જોઈએ. તેથી જો આ વર્ષે તમે પિતૃ શ્રાદ્ધ કરવાનું કોઈ કારણોસર ચૂકી ગયા હોવ તો આવતા વર્ષે પિતૃ શ્રાદ્ધ અવશ્ય કરજો.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…આ વર્ષે પિતૃ અમાવસ્યા ક્યારે છે? જાણો શ્રાદ્ધ કરવા માટેનું શુભ મુહૂર્ત અને અગત્યના નિયમો