સ્પેશિયલ ફિચર્સ

વિશ્વના ટોપ-50 નાસ્તામાં 3 ભારતીય વાનગીઓનો દબદબો! જોઈ લો તમારી મનપસંદ ડિશ છે કે નહીં?

ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશે છે અને અહીં બોલચાલ, રહેણી-કરણી અને ખાણી-પીણીમાં પણ એટલી જ વિવિધતા જોવા મળે છે. ભારતીય વાનગીઓ અને સ્વાદિષ્ટ નાસ્તાની ચર્ચા તો દુનિયાભરમાં થતી હોય છે. એમાં પણ હેડિંગ વાંચીને તમને ય જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે દુનિયાભરના ટોપ 50 નાસ્તામાં ત્રણ ભારતીય નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કયા છે આ નાસ્તા? ચાલો આ સ્ટોરીમાં તમને કઈ છે આ ત્રણ ભારતીય નાસ્તા…

હાલમાં જ દુનિયાભરના ટોપ-50 નાસ્તાની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ત્રણ ભારતીય નાસ્તાનો સમાવેશ થાય છે. આ ત્રણ નાસ્તાનો સ્વાદ ભારતીયોની સાથે સાથે વિદેશીઓ પણ ખૂબ જ મોજથી ખાય છે અને તેનો સ્વાદ માણવાની સાથે સાથે પોતાની ભૂખને સંતોષે છે.

પરાઠાઃ

આહાહા… નામ સાંભળીને આંખોની સામે સરસ મજાના ગોલ્ડન શેકાયેલા પરાઠા તેના પર બટર અને સાથે કેરીનું ખાટું અથાણું, કાંદા, લીલા મરચાં અને વાટકો ભરીને દહીં આવી ગયું ને? આવે પણ કેમ નહીં, સવાર સવારમાં આવા સુંદર પરાઠા મળી જાય તો બીજું શું જોઈએ? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીયોની સાથે સાથે વિદેશીઓ પણ નાસ્તામાં ખૂબ જ સ્વાદથી પરાઠા આરોગવાનું પસંદ કરે છે.

મિસળ પાવઃ

ટોપ 50 નાસ્તાની યાદીમાં બીજા સ્થાને આવે છે મિસળ પાવ. નાસ્તામાં મિસળ પાવ ભારતીયોની સાથે સાથે વિદેશીઓની પણ પહેલી પસંદ બની ચૂકી છે. મિસળ એ મૂળ મહારાષ્ટ્રીયન વાનગી છે જેને પાવ સાથે ખાવામાં આવે છે. આ મિસળ સાથે ફરસાણ અને કાંદા પણ સર્વ કરવામાં આવે છે.

છોલે-ભટૂરેઃ

ત્રીજા સ્થાને આવે છોલે ભટૂરે. ભારતના છોલે ભટૂરે પણ વિદેશમાં પ્રખ્યાત છે. ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીને પણ છોલે-ભટૂરે ખવાનું પસંદ છે. ભારત આવતા વિદેશીઓ પણ છોલે-ખાવાનું પસંદ કરે છે.

વાત કરીએ કે દુનિયાના ટોપ-50 નાસ્તામાં આ ત્રણ ભારતીય નાસ્તાને કઈ રીતે સ્થાન આપવામાં આવ્યું છે એની તો દુનિયાના મોટાભાના દેશોમાં તમને સરળતાથી આ ત્રણ વસ્તુઓ મળી જાય છે અને તેનો સ્વાદ પણ લોકોને ખૂબ જ પસંદ છે. બસ, આ જ કારણ છે કે દુનિયાભરના ટોપ-50 નાસ્તામાં ત્રણ ભારતીય વાનગીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button