આ કાચબો વિશ્વનો સૌથી વૃદ્ધ પ્રાણી, બોલો તેની ઉંમર આટલા બધા વર્ષ છે.

જોનાથને સેન્ટ હેલેના ટાપુ પર પોતાનો 191મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેં શું કહ્યું 191મો જન્મ દિવસ…અહીં હું વાત કરી રહી છું જોનાથન નામના કાચબાની. જો કે જોનાથનની વાસ્તવિક ઉંમર અસ્પષ્ટ હોવા છતાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ જણાવે છે કે 1882માં જ્યારે તેને સેશેલ્સથી ટાપુ પર લઈ જવામાં આવ્યો ત્યારે તે ઓછામાં ઓછો 50 વર્ષનો હતો. આમ તો જોકે આપણે જાણીએ જ છીએ કે કાચબાઓ પૃથ્વી પર સૌથી વધારે જીવતું પ્રાણી છે. પરંતુ આટલા વર્ષ સુધી જીવ્યો હોય તેવો કોઇ કાચબો હજુ સુધી ક્યાંય જોવા મળ્યો નથી.
જોનાથનના ડૉક્ટર જો હોલિન્સે GWR ને જણાવ્યું હતું કે કાચબામાં વૃદ્ધ થયા હોવાના કોઇ લક્ષણો દેખાતા નથી. હા તેને થોડી સ્મેલ ઓછી આવે છે પરંતુ તેને ભૂખતો હજુ પણ યુવાન કાચબાઓ જેવી જ લાગે છે. તેને હજુ પણ અઠવાડિયામાં એકવાર ફળો અને શાકભાજીની પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. આ ઉપરાંત તેને તેને કેલરી, વિટામિન્સ અને મિનરલ્સ પણ આપવામાં આવે છે. સોશિયલ મિડીયા પર એક પોસ્ટ કરવામાં આવી છે જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે પૃથ્વી પરનું સૌથી ઉંમર લાયક જોનાથન કાચબો 191 વર્ષનો થયો છે.
પોસ્ટ શેર કર્યાના થોડા ક જ સમયમાં લોકોએ તેને ચાર લાખથી વધુ વખત જોઇ છે. આના પર 25,000 થી વધુ લાઈક્સ અને ઘણી કમેન્ટ્સ પણ છે. કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે હેપ્પી બર્થડે જોનાથન. બીજાએ લખ્યું હતું કે જો તેને સારું વાતાવરણ મળી રહેશે તો તે હજુ ઘણું લાંબુ જીવશે.