સ્પેશિયલ ફિચર્સ
ATMથી કરી શકાય છે આ ખાસ કામ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જ્યારે પણ એટીએમની વાત આવે તો મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે એટીએમથી પૈસા જ ઉપાડી શકાય છે પરંતુ હકીકતમાં એવું નથી, એટીએમથી બીજા પણ કેટલાક જરૂરી કામ કરી શકાય છે જેના વિશે તમને બેંક પણ નહીં જણાવે. બટ નોટ ટુ વરી, અમે તમને આજે એવા કેટલાક કામ વિશે જણાવીશું કે જે તમે એટીએમથી કરી શકો છો. ચાલો જોઈએ આખરે કયા છે આ કામ…
આપણ વાંચો: એટીએમમાંથી રૂપિયા કઢાવનારાઓને છેતરનારા ત્રણ જણ વાપીમાં ઝડપાયા
- પૈસા કઢાવવા:
એટીએમથી પૈસા કઢાવી શકાય છે એ વાત તો બધા જાણે છે. એના માટે તમારી પાસે બેંકનું ડેબિટ કાર્ડ હોવું જોઈએ અને તમને એનું પિન નંબર યાદ હોવું જોઈએ. - બેલેન્સ ચેક કરવું, મિનીસ્ટેટમેન્ટ લેવું
ઘણા લોકોને એટીએમ દ્વારા તેમના એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવાની ટેવ હોય છે. આ સિવાય એટીએમની મદદથી તમે મિની સ્ટેટમેન્ટમાં છેલ્લા 10 વ્યવહારો જોઈ શકો છો. - કાર્ડ ટુ કાર્ડ પૈસા ટ્રાન્સફર કરી શકાય
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, તમે એક SBI ડેબિટ કાર્ડથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તેના દ્વારા દરરોજ 40 હજાર રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ માટે તમારી પાસે તમારું એટીએમ કાર્ડ હોવું જોઈએ, પિનની માહિતી હોવી જોઈએ અને તમે જેને પૈસા મોકલવા માંગો છો તેનો કાર્ડ નંબરની જાણકારી હોવી જોઈએ. - ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ:
એટીએમની મદદથી કોઈપણ વિઝા કાર્ડનું ઉધાર પેમેન્ટ ચૂકવી શકો છો. જોકે, આના માટે આ વાત જરૂરી છે કે તમારી પાસે તમારું કાર્ડ હોય અને તમારે તેનો પિન પણ યાદ હોવો જોઈએ. - એક ખાતાથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો
જી હા, એટીએમની મદદથી તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એક એટીએમ કાર્ડ સાથે વધુમાં વધુ 16 એકાઉન્ટ લિંક કરી શકાય છે. ત્યાર બાદ તમારે ફક્ત તમારા કાર્ડ સાથે એટીએમ પહોંચવાનું રહેશે અને તમે કોઈપણ ચિંતા વિના સંપૂર્ણ સુરક્ષા સાથે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. - લાઈફ ઈન્શ્યોરન્સનું પેમેન્ટ
એટીએમનો ઉપયોગ કરીને લાઈફ ઈન્શ્યોરન્સ વીમા પ્રીમિયમ પણ ચૂકવી શકો છો. એલઆઈસી, એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફ જેવી ઘણી ઈન્શ્યોરન્સ સર્વિસ પૂરી પાડતી કંપનીઓએ બેંકો સાથે લિંક કર્યું છે. તમે સંપૂર્ણ સુરક્ષા સાથે એટીએમ દ્વારા તમારું જીવન વીમા પ્રીમિયમ ચૂકવી શકો છો. તમારે ફક્ત પોલિસી નંબર યાદ રાખવાની અને તમારી સાથે એટીએમ કાર્ડ રાખવું ફરજિયાત છે.