300 વર્ષ બાદ Mahashivratri પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ ઉપાયો કરી મેળવો શિવજીની વિશેષ કૃપા…
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 8મી માર્ચના મહાશિવરાત્રી પડી છે અને આ દિવસે વ્રત અને પૂજા-વિધિ કરવાનું આગવું મહત્ત્વ છે. એટલું જ નહીં પણ આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. મહાશિવરાત્રિ પર શિવની પૂજા અને સર્વાર્થ સિદ્ધિ યોગનું વ્રત કરીને વ્યક્તિને પરમ સિદ્ધિની પ્રાપ્ત થઈ શકે છે.
આ વિશે વાત કરતાં મુંબઈના પ્રખ્યાત જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે આશરે 300 વર્ષ બાદ આ દિવસે ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે અને એને કારણે અમુક રાશિના જાતકોને ભગવાન શિવજીની વિશેષ કૃપા મળી રહી છે. આ વર્ષે 2024માં મહાશિવરાત્રીને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતની સાથે મેળ ખાય છે.
પ્રદોષ વ્રત સિવાય આ દિવસે બીજા કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે જો કોઈ મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને ભગવાન ભોળાનાથની પૂજા કરે છે તો તેની તમામ મનોકામના પૂરી થાય છે. વર્ષમાં આવતી 12 શિવરાત્રિઓમાં મહાશિવરાત્રિનું એક વિશેષ મહત્ત્વ છે.
મહાશિવરાત્રી પર શિવની પૂજા અને સર્વાર્થ સિદ્ધિ યોગનું વ્રત કરવાથી વ્યક્તિને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે 300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર આ ત્રિકોણ યોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ અને શુભ અવસરે ભગવાન શંકરની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે મધથી શિવલિંગ પર અભિષેક કરવું શુભ માનવામાં આવે છે.
આ સિવાય શેરડીના રસથી પણ શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો પતિ-પત્ની બંને સજોડે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવશે તો એમનું વૈવાહિક જીવન સુખમય રહે છે.
મહાશિવરાત્રી બાદ આવો સંયોગ 300 વર્ષ બાદ બની રહ્યો છે. મકર રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિથી ચંદ્ર મંગળ યોગ બની રહ્યો છે. કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યની યુતિ તેમ જ મીન રાશિમાં રાહુ અને બુધની યુતિથી ત્રિગ્રહી યોગ પણ બની રહ્યો છે. આવા સંયોગ અનેક રાશિના જીવવમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે.