મિત્રો દાંતનો દુખાવો જ્યારે થાય છે ત્યારે કોઈપણ કામ સારી રીતે કરી શકાતું નથી. ક્યાંય મન લાગતું નથી, કારણ કે દુઃખાવો જ એવો હોય છે કે જેના કારણે ખાવા પીવાથી લઈને વાતચીત પણ શક્ય બનતી નથી. દાતનો દુખાવો માણસને બેહાલ કરી નાખે છે. તેવામાં ન છૂટકે પેઇનકિલર ખાવી પડે છે. પરંતુ આજે તમને દાંતના દુખાવા માંથી તુરંત જ રાહત આપે એવા દેશી ઈલાજ જણાવીએ છીએ.
આ દેશી ઈલાજ કરવાથી તમને દાંતના દુખાવામાં તુરંત જ રાહત મળી જશે..આ દેશી નુસખા તમને દાંતના દુખાવામાંથી જરૂરથી મુક્તિ અપાવશે.
તમને કદાચ ખબર નહીં હોય, હીંગ પણ દાંતનો દુખાવો તુરંત જ દૂર કરે છે. તેના માટે તમારે માત્ર આટલું જ કરવાનું છે. એક ચપટી હિંગમાં ત્રણથી ચાર ટીપાં લીંબુનો રસ નાખી તેની પેસ્ટ બનાવો અને દુખતો હોય તે દાંત ઉપર આ પેસ્ટ લગાવી દો. પાંચ જ મિનિટમાં તમને દુખાવાથી આરામ મળવા લાગશે.
સિંધવ મીઠું પણ દાંતના દુખાવા માટે કામગર ઉપાય સાબિત થાય છે. આ માટે તમે એક ગ્લાસમાં ગરમ પાણી લો. આ ગરમ પાણીમાં સિંધવ મીઠું ઉમેરો અને આ પાણીથી કોગળા કરો. આમ કરવાથી તમારો દાંતનો દુખાવો મટી જશે.
જો તમારા પેઢામાં સોજો આવ્યો હોય અને દાંતનો દુખાવો થતો હોય તો અડધી ચમચી મીઠું લઈ તેમાં થોડા ટીપા સરસવનું તેલ ઉમેરી હવે તેનાથી દાંત ઉપર માલિશ કરો. થોડી જ વારમાં તમારો દુખાવો મટી જશે.
દાંતનો દુખાવો દૂર કરવા માટે લવિંગ પણ અકસીર ઉપાય છે. તેના માટે 3, 4 લવિંગનો ભૂકો કરીને દુખતા દાંત ઉપર લગાવી દેવાથી દુખાવો તુરંત જ મટી જાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને