જહેમતની હજામત : કરોડોની સંપતિમાં આળોટતો આ માણસ છે તો હજામ જ
કર્ણાટક રાજ્યમાં એક કેશ કર્તનકાર અંદાજે 1200 કરોડનો માલિક છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે એ રોજ પોતાના સલૂનમાં લોકોના વાળ કાપે છે,દાઢી કરી આપે છે. ભારતના સૌથી મોંઘા આ વાળંદ પાસે મર્સિડીઝથી માંડીને રોલ્સ રોયસ જેવી બ્રાંડેડ કાર્સ છે. આ કોઈ સપનાની વાત નથી પણ આ વાળંદ પાસે બે-પાંચ નહીં પણ આવી બ્રાંડેડ ગણાતી 400 જેટલી કાર છે.
કર્ણાટકના બેંગાલુરુમાં રહેતો રમેશ બાબુ નામનો આ ધનિક વાળંદ રમેશ ટુર્સ એંડ ટ્રાવેલ્સ ચલાવે છે . મર્સિડીઝથી માંડીને રોલ્સ રોયસ જેવી વૈભવી ગાડીઓ ધરાવતો રમેશ પોતાના પારંપારિક વ્યવસાય હજામત કરાવવાથી જરા પણ શરમાતો નથી.ઊલટાનું તે રોજ પોતાના સલૂનમાં મોજ થી ગ્રાહકોની માંગ પ્રમાણે હજામત કરી આપે છે.
તમે એવું પણ ના માનતા કે રમેશને પેઢીઓથી ટુર્સ એંડ ટ્રાવેલ્સનો ધંધો હશે. ના એવું નથી. વારસામાં માત્ર ગરીબી લઈને જન્મેલા રમેશની માતા ઘરે-ઘરે ફરીને ઘરકામ કરતી હતી અને પોતે 13 વર્ષની ઉમરે અખબારના ફેરિયા તરીકે કામ કરતો હતો.
આપણ વાંચો: કરોડપતિ બનવાની ફોર્મ્યુલા હાથ લાગી ગઇ, બસ માત્ર આટલા સમયમાં તમે પણ…..
પિતાની ગુમાવી છત્રછાય
ગરીબ પરિવારમાં જન્મેલા રમેશના પિતા સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રમેશ ના બાળપણમાં જ પિતાની છત્રછાય ગુમાવી દેતા, રમેશની માતાએ બાલ રમેશના કાકાને સલૂન ચલાવવા આપ્યું.આ સલૂનમાથી ભાડા પેટે રૂપિયા 50 ની આવક થતી હતી.રમેશના માતા ઘરકામ કરતાં આમ છ્તા ટૂંકા પરિવારનું પણ ગુજરાન ચાલતું નહોતું. 13 વર્ષની ઉમરે રમેશે અખબાર વેંચવાનું કામ ચાલુ કર્યું.અભ્યાસની ધગશ ધરાવતા રમેશે,અભ્યાસ પણ ચાલુ રાખ્યો.
રમેશ પુખ્ત વયનો એટલે કે 18 વર્ષનો થતાં,તેને પોતાના કાકા પાસેથી સલૂન પાછું લઈ લીધું. બે કારીગરો પણ રાખ્યા અને થોડો સુધારો-વધારો પણ કર્યો.જો કે હજુ રમેશને વાળ કાપવાની કોઈ ગતાગમ નહોતી,આવડતું પણ નહોતું. એક દિવસ એક ગ્રાહકે જીદ કરીને રમેશ પાસે વાળ કપાવ્યા. પછી રમેશે વાળ કાપવાની આવડત શોધી અને સલૂન પૂરપાટ દોડવા લાગ્યું. જોત જોતામાં તે ફેમસ થઈ ગયો
પહેલી કાર 1993માં મારૂતુ ઓમ્ની
રમેશ બાબુએ પહેલી કાર ખરીદી મારુતિ ઓમ્ની.પણ હપ્તા ભરવાના પણ પૈસા નહીં.ત્યારે, રમેશની માતા જે ઘરમાં કામ કરતાં હતા તેમણે સલાહ આપી કે ગાડી ભાડે ફેરવ. રમેશ માટે આ સલાહ કોઈ વરદાનથી ઓછી નહોતી. થોડો સમય આ રીતે કાર ચ્લાવવાથી તેને લાગ્યું કે, આ ધંધામાં રસ-કસ છે. જો વિસ્તારવામાં આવે તો ટેક્સી એક મોટો વિકલ્પ બની શકે છે.
આપણ વાંચો: તો માત્ર 416 રૂપિયા જમા કરતા મળી રહ્યો છે કરોડપતિ બનવાનો મોકો… રખે ચૂકતા!
સલૂન સાથે ડ્રાઈવરી –
સલૂન સાથે ગાડી ફેરવવામાં મહારત હાંસલ કરતાં રમેશે થોડા પૈસા એકત્રિત કર્યા હતા.એટલે વધૂ એક ડ્રાઈવર રાખી ધીમે ધીમે કાર વઘારવા તરફ ફોક્સ કર્યું. થોડા સેમી બાદ તેને લાગ્યું કે બેંગાલુરુ જેવા શહેરમાં મોંઘી ગાડીઓની માંગ વધારે છે. એટલે તેણે મોંઘી કાર વસાવવાનું શરૂ કર્યું .અને ધંધો પણ જામતો ચાલ્યો.
120 લક્ઝરી કાર -BMW,રોલ્સ રોયસ,મર્સિડિઝ
આજે 400 જેટલી કાર ધરાવતા રમેશ બાબુ પાસે લક્ઝરી કાર 120 છે. જેમાં બીએમડબલ્યુ,મર્સિડિઝ સાથે રોલ્સ રોયસનો સમાવેશ થાય છે. 1200 કરોડના માલિકની સાદગી તો જુઓ, પોતાનો પૈતૃક વ્યવસાય હજુ પણ ધરાવે છે એટલુ જ નહીં. રમેશ બાબુ ખુદ સાળુંમાં હજામત કરે છે.