મુંબઈના આ વ્યક્તિએ કર્યું સ્વિગી પર લાખો રૂપિયાનું ફૂડ ઓર્ડર…
2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને તમામ કંપનીએ પોતાના વાર્ષિક રિપોર્ટ અને લેખાજોખાનો હિસાબ-કિતાબ કરી રહી છે. હાલમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ જે આંકડાઓ રજૂ કર્યા છે એ ચોંકાવનારા છે.
સ્વિગી દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં 2023માં સૌથી વધુ રજૂ કરવામાં આવનારી ડિશથી લઈને સૌથી વધુ ઓર્ડર કરનારા ગ્રાહકો વિશે જણાવ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈની એક વ્યક્તિ સ્વિગીનો સૌથી મોટો દિવાનો સાબિત થયો છે અને તેણે આખા વર્ષમાં 40 લાખ રૂપિયાથી વધારેનો ઓર્ડર આપ્યો હતો.
ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ દ્વારા સ્વિગી દ્વારા પોતાના એક દિવાના વિશેની માહિતી પણ આપવામાં આવી છે. આખા વર્ષમાં લાખો રૂપિયાનું ફૂડ ઓનલાઈન ઓર્ડર કર્યું હતું. જોકે, આ વ્યક્તિ કોણ છે એના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો પણ આ વ્યક્તિ મુંબઈની છે અને તેણે પહેલી જાન્યુઆરી, 2023થી લઈને 23મી નવેમ્બર, 2023 સુધી સૌથી ખર્ચ કર્યો હતો. આ ગ્રાહકે 42.3 લાખ રૂપિયાનો ઓનલાઈન ખર્ચ કર્યો હતો.
સ્વિગીએ 2023ના રિપોર્ટમાં પહેલી જાન્યુઆરીથી 23મી નવેમ્બર સુધી સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલી યાદી બહાર પાડવામાં આવી છે અને એમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ વખતે પણ બિરીયાનીએ ટોપ પર રહીને બાજી મારી લીધી હતી. આ સતત આઠમુ વર્ષ છે કે જ્યારે બિરીયાની ટોપ પર રહી છે.