આ કારણે વધી રહ્યું છે Heart Attackથી મૃત્યુનું પ્રમાણ?
આવનારા સમયમાં આ પ્રમાણમાં 370 ટકાનો થશે વધારો…
અત્યારે મુંબઈ સહિત દેશભરમાં લોકો ગરમી, હીટવેવ અને લૂનો સામનો કરી રહ્યા છે. દિવસનો મોટાભાગનો સમય એરકંડીશન્ડ ઓફિસમાં પસાર કરનારાઓ માટે કદાચ આ મોટી કે ગંભીર સમસ્યા નથી, પણ ગરમીને કારણ થઈ રહેલાં મૃત્યુ એ ચોક્કસ જ ગ્લોબલ લેવલ પર ચિંતાનો વિષય બની ચૂક્યા છે. નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો ક્લાયમેટ ચેન્જને કારણે અનુભવાઈ રહેલી હીટ સ્ટ્રોકની સાથે સાથે જૂના રોગો પણ જીવલેણ બની રહ્યા છે અને એને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
National Programm On Climate Change And Human Health (NPCC)ના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 1991 અને 2000ની સરખામણીએ 2013 અને 2022માં ગરમીને કારણે થઈ રહેલાં મૃત્યુના પ્રમાણમાં 85 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. જો પૃથ્વી આ જ રીતે તપતી રહેશે અને તાપમાનમાં પણ આવી વૃદ્ધિ જોવા મળશે તો 2050 સુધીમાં દુનિયાભરમાં ગરમીને કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં 370 ટકાની વૃદ્ધિ જોવા મળશે.
આપણ વાંચો: Udaan Fame Actressનું Heart Attackથી નિધન, ફેન્સ અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું…
પશ્ચિમ અમેરિકામાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ઉનાળાના દિવસોમાં સામાન્યપણે તાપમાનમાં 4.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળે છે અને એને કારણે કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હાર્ટ એટેકના પ્રમાણમાં 2.6 ટકાનો વધારો જોવા મળી શકે છે.
આ બધાથી બચવા માટે શું કરવું જોઈએ એના વિશે વાત કરતાં હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે જો ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. ગરમીથી બચવા માટે પંખા, કૂલર અને એસીનો ઉપયોગ કરો. આ સિવાય જો બહાર જવું જ પડે એમ હોય તો હળવા, ઢીલા અને સુતરાઉ કાપડ પહેરવાનું રાખો. સાથે, હાઇડ્રેટેડ રહો.
અત્યંત ગરમ દિવસોમાં, તરસ લાગે તે પહેલાં પાણી પીવો, ખાસ કરીને જો તમે ઘણી શારીરિક પ્રવૃત્તિ કરતા હોવ. તમારા આહારમાં આવા મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો. શક્ય હોય તો ભોજનમાં પણ તળેલા, મસાલેદાર વાનગીઓ ખાવાનું ટાળો.