સ્પેશિયલ ફિચર્સ

આ છે વિશ્વના સૌથી મોંઘા ચોખા, એક કિલોની કિંમત જાણશો તો…

ભોજનમાં વાત જ્યારે કમ્પલિટ મીલની થતી હોય તો તેમાં ઘઉં અને ચોખા બંને ખૂબ જ મહત્ત્વના હોય છે અને એમાં પણ ભારતના અમુક ભાગમાં તો થાળીનો મેઈન હીરો જ ચોખા હોય છે. ભારતીય નાગરિકો પોતાના આહારમાં ચોખાનો કાર્બોહાઈડ્રેટ તરીકે ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે બજારમાં અલગ અલગ જાતના ચોખા ઉપલબ્ધ છે.

દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે અને બજેટ આધારિત બજારમાંથી અનાજની ખરીદી કરતા હોય છે. પણ આજે અમે અહીં તમને ચોખાની એવી એક જાત અને કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.

અત્યાર સુધી તમે સૌથી મોંઘા અને પ્રીમિયમ ક્વોલિટીની ખરીદેલા ચોખાની કિંમત વિશે કોઈ પૂછે તો તમારો જવાબ શું હશે 100-200 રૂપિયા પ્રતિ કિલો, બરાબર ને? પણ અમે અહીં જે ચોખા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે એ ભારતમાં નહીં પણ જાપાનમાં ઉગે છે.

આપણ વાંચો: મુંબઈ-કંડલા બંદરેથી નોન-બાસમતી ચોખા કૌભાંડનો પર્દાફાશ :  ૪૦૦થી વધુ કન્ટેઈનર અટકાવાયા

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખાની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ચોખામાં કરવામાં આવે છે. આ જ કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. ચોખામાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વો હોય છે, પરંતુ કિન્મેઈ પ્રીમિયમ ચોખામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે એવો દાવો કરવામાં આવે છે. આ Janapa ના Rice ની કુલ 5 જાતો 17 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી.

વાત કરીએ તો આ ચોખાની કિંમતની તો વર્ષ 2016 માં આ Rice ની કિંમત 9,123 રૂપિયા પ્રતિ કિલો હતી. આ સમયે તેને વિશ્વના શ્રેષ્ઠ Rice જાહેર કરવામાં આવ્યા હતા, જોકે હવે તેની કિંમત 10 હજાર રૂપિયાથી વધુ થઈ ગઈ છે, એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ચોંકી ગયા ને 10,000 રૂપિયા કિલો કરતાં પણ મોંઘા આ જાપાની ચોખા વિશે જાણી ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button