સ્પેશિયલ ફિચર્સ

સોકેટમાં ખાલી ચાર્જર લગાવીને મૂકવાથી ખર્ચાય છે આટલી ઈલેક્ટ્રિસિટી…

મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. એક સમય હતો કે જ્યારે લોકોની જરૂરિયાત રોટી, કપડાં ઔર મકાન પૂરતી સિમીત હતી, પણ હવે તેમાં મોબાઈલ ફોન અને એની સાથે સાથે ચાર્જર પણ એમાં ઉમેરાઈ ગયું છે. આપણામાંથી ઘણા લોકોને આદત હોય છે કે ફોન ચાર્જ થઈ ગયા બાદ પણ ચાર્જરને સોકેટમાં પ્લગ ઈન કરી રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે તમે આ રીતે ચાર્જર પ્લગ ઈન કરી રાખો તો કેટલી ઈલેક્ટ્રિસિટી ખર્ચ થાય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

જ્યારે પણ આપણે બહાર જઈએ છીએ ત્યારે ફોનની સાથે સાથે ચાર્જર પણ લઈ જઈએ છીએ. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે જેમને આખો વખત ફોનને ચાર્જ કરતાં રહેવાની ટેવ હોય છે. આવા લોકો ચાર્જરને હંમેશા સોકેટમાં લગાવી રાખી મૂકે છે, તો કેટલાક લોકો તરત જ ચાર્જમાંથી ફોન તો કાઢી લે છે પણ ખાલી ચાર્જર ઓન રાખી મુકે છે.

આ પણ વાંચો: ટ્રેનમાં ઘી લઈ જઈ શકાય? શું કહે છે રેલવેનો નિયમ? જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આવી સ્થિતિમાં પ્લગ ઈન કરેલો કોઈ પણ પણ સ્વિચ ઓન ચાર્જર કોઈ કનેક્ટેડ ડિવાઈસ વિના પણ ઈલેક્ટ્રિસિટી યુઝ કરે છે. હવે તમને થશે કે આ રીતે ચાર્જર કેટલી ઈલેક્ટ્રિસિટી યુઝ કરતું હશે, તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. સોકેટમાં ચાર્જર લાગેલું હોય લગભગ એક વોટ વિજળીનો ઉપયોગ કરે કરે છે.

તમારી જાણ માટે સોક્ટમાં ખાલી ચાર્જર રાખી મૂકવાથી ચાર્જરની લાઈફ પણ ધીરેધીરે ઘટવા લાગે છે અને તે ઝડપથી ખરાબ થવા લાગે છે. આવા ચાર્જર યુઝ કરવાને કારણે ફોનની બેટરી લાઈફ પણ ઘટી જાય છે.

આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી લાંબો રસ્તો, જો એક વખત આ રસ્તા પર ચઢી ગયા તો પછી…

જો તમારા ઘરમાં પણ કોઈને આવી ટેવ હોય તો આજે જ એમને આ સ્ટોરી મોકલાવીને આવું કરતા રોકો, કારણ કે તેઓ ઈલેક્ટ્રિસિટીની સાથે સાથે ચાર્જરને પણ બગાડી રહ્યા છે. છે ને એકદમ કામની માહિતી? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button