લગ્ન પછી આટલી બદલાઈ ગઈ Ambani Familyની આ વહુરાણી? જોઈ લેશો તો…

અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન એ ટોક ઓફ ધ ટાઉન કે નેશન નહીં પણ વર્લ્ડવાઈડ મોસ્ટ ડિસ્કસ્ડ વેડિંગ બની ગયા છે. લગ્ન બાદ પેરિસ ઓલિમ્પિક, ત્યાર બાદ ગણેશ પૂજામાં પણ પરિવારમાં નવી-નવી પરણીને આવેલી વહુ રાધિકા સેન્ટર ઓફ અટ્રેક્શન બની હતી.
વાઈરલ થયેલાં વીડિયોમાં અનંત અને રાધિકા ખૂબ જ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. પરંતુ હવે રાધિકાનો એક શોપિંગ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે એકદમ બદલાયેલી બદલાયેલી લાગી રહી છે.
આપણ વાંચો: રાધિકા મર્ચન્ટ નહિ હવે Radhika Ambani, સોનાના આઉટફીટમાં સજ્જ કરોડપતિ પિતાની પુત્રીની વિદાય
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી લોકોની ફેવરેટ જોડી બની ગઈ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં વીડિયોમાં રાધિકા મર્ચન્ટ એકલી જ સ્પોટ થઈ હતી અને હર હંમેશ કરતાં તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. આ સમયે રાધિકા એકદમ સિમ્પલ પણ ફેશનેબલ લૂકમાં જોવા મળી હતી. રાધિકાનો આ નવો લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે રાધિકા એક આર્ટ એક્ઝિબિશનમાં પહોંચી હતી અને ત્યાં તે પેઈન્ટિંગ જોઈ રહી હતી. આ વખતે રાધિકા વ્હાઈટ કો-ઓર્ડસેટમાં જોવા મળી હતી. રાધિકાએ નો મેકઅપ લૂક પસંદ કર્યો છે અને વિધાઉટ મેકઅપ પણ રાધિકા એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. હંમેશાની જેમ જ તેણે મંગળસૂત્ર પહેર્યું હતું. ઓલ ઓફ વ્હાઈટ લૂકને તેના ક્રોપ ટોપે એકદમ સ્ટાઈલિશ બનાવ્યો હતો. રાધિકાએ એક પેઈન્ટિંગ પણ ખરીદ્યું હતું.
સોશિયલ મીડિયા પર રાધિકાનો આ વીડિયો વાઈરલ થતાં જ લોકો તેમના વખાણ કરતાં નથી થાકી રહ્યા. એક યુઝરે આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે રાધિકા ખૂબ જ સુંદર છે. બીજા એક યુઝરે લખ્યું હકું કે રાધિકાની આ સ્ટાઈલ એકદમ યુનિક છે તો વળી ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે રાધિકા બધા સાથે કેટલા પ્રેમથી વાત કરે છે. ચોથા યુઝરે લખ્યું હતું કે ઘરને સજાવવાની તૈયારી થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન 12મી જુલાઈના થયા હતા અને આ લગ્નની દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ જોરશોરથી ચર્ચા થઈ હતી. લગ્ન પહેલાં બે-બે પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી.