સ્પેશિયલ ફિચર્સ

પનીર માટે અહીં થયું ત્રીજું વિશ્વ યુદ્ધ, વાઈરલ વીડિયો જોઈને ચોંકી ઉઠશો તમે પણ…

પનીર માટે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય એવું હેડિંગ વાંચીને જ તમારું માથું ચકરાઈ ગયું ને? અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ લગ્નના ઘણા બધા વાઈરલ વીડિયો જોવા મળે છે. આજે અમે અહીં આવા જ એક અજબ લગ્નમાં ગજબ કારણોસર થયેલી મારામારીના વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈને હસી-હસીને લોથપોથ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે એક લગ્નમાં પનીર મટરના શાકમાં પનીર ના જોવા મળતાં જાનૈયાઓ ભડકી ગયા અને વાત એકદમ વણસી ગઈ. વાત એટલી બધી આગળ વધી ગઈ કે બંને પક્ષોએ છુટ્ટા હાથની મારામારીની સાથે સાથે ખુરશીઓ પણ ઉપાડીને મારામારી કરી હતી. આ વીડિયોને જોઈને નેટિઝન્સ રિએક્શન પણ આપી રહ્યા છે.

વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને પક્ષના લોકો વચ્ચે ફ્રીસ્ટાઈલ મારામારી થઈ રહી છે અને ખુરશીઓ ઉપાડી-ઉપાડીને ફેંકવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @gharkekalesh નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે..

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પનીર નહીં તો લગ્ન નહીં, વાત જ ખતમ… બીજા એક યુઝરે લખ્યું છે કે પનીર માટે થયું ત્રીજું વિશ્વ યુદ્ધ… ત્રીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે પનીરનું ચક્કર છે બાબુ ભૈયા…
જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી બન્યું કે લગ્નમાં ખાવાની વસ્તુને લઈને વિવાદ થયો હોય. એ પહેલાં પણ અનેક લગ્નમાં આ કારણોસર વિવાદ થઈ ચૂક્યો છે અને એના વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈરલ થઈ ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button