ત્રીજા નોરતે કરો દેવી ચંદ્રઘંટાની આરાધના; તમામ મનોરથ થશે સિદ્ધ…

ચૈત્રી નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે અને તૃતીય દિવસ દેવી દુર્ગાનાં સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે ભાવક દેવી ચંદ્રઘંટાનું પૂજા અર્ચના કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા ધાર્યું ફળ આપનારી છે. દેવી ચંદ્રઘંટાની આરાધનાથી સકળ મનોરથ સિદ્ધ થઈ જાય છે અને સાથે જ જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
ચંદ્રઘંટા સ્વરૂપ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારું
નવરાત્રીના ત્રીજા દિવસે દેવી દુર્ગાનાં ચંદ્રઘંટા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણનાં ઉલ્લેખ અનુસાર માતાનું ચંદ્રઘંટા સ્વરૂપ સૌમ્ય અને શાંત છે, જે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારું છે. આ દિવસે ધાર્મિક વિધિ અનુસાર પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ સ્વરૂપમાં માતા પોતાના ભક્તોના સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી તમારા સુખ અને ભૌતિક સુખ-સુવિધાઓ વધે છે અને મા દુર્ગા સમાજમાં તમારો પ્રભાવ વધારે છે.
આ પણ વાંચો: નવરાત્રીનાં બીજે દિવસે કરો જ્ઞાન અને તપની દેવી બ્રહ્મચારિણીની આરાધના; જાણો પૂજા, મંત્ર….
કેમ પડ્યું નામ ચંદ્રઘંટા?
દેવીનાં કપાળ પર ઘંટ આકારનો ચંદ્ર છે, આથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ અલૌકિક, અદભૂત અને મમતાભર્યું માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળે છે.
આ પણ વાંચો: નર્મદા પરિક્રમા જેટલુ ફળ આપનારી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા; આ તારીખથી થશે શરૂ….
સાથે કરો મંત્રનો પાઠ
જ્યોતિષશાસ્ત્રીઓના મતે, દેવી દુર્ગાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. માટે દેવી દુર્ગાની પૂજા સમયે તેમને લાલ રંગના ફળો અને ફૂલો અર્પણ કરવા જોઇએ. માતા પોતાના ભક્તોના બધા દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી સુખ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે. પૂજા દરમિયાન ‘ओम देवी चन्द्रघण्टायै नमः॥’ મંત્રનો જાપ કરો અને સ્તોત્રનો પાઠ કરો.