પિતૃપક્ષમાં ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું, જાણો અગત્યના નિયમો | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

પિતૃપક્ષમાં ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું, જાણો અગત્યના નિયમો

Pitrupaksha 2025: હિંદુ સનાતન ધર્મની પરંપરા મુજબ પિતૃપક્ષ શરૂ થઈ જાય છે. પિતૃપક્ષમાં પોતાના મૃત પિતૃઓનું ધાર્મિક વિધિવિધાન મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં મૃત પિતૃઓના નામે તર્પણ વગેરે કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન કેટલીક બાબતોનું તથા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા પિતૃઓ નારાજ થઈ શકે છે. આ કંઈ બાબતો છે? આવો જાણીએ.

પિતૃપક્ષની જરૂરી બાબતો

હિન્દુ સનાતન ધર્મના નિયમો અનુસાર, લગ્ન, ગૃહપ્રવેશ, દુકાનનું મુહૂર્ત, નવા કારોબારની શરૂઆત જેવા માંગલિક કાર્યો પિતૃપક્ષમાં ન કરવા જોઈએ. આ 15 દિવસ દરમિયાન દારુ, પાન, ડુંગળી, લસણ, રિંગણ, દૂધી, મૂળો, સરસોનું શાક, મસૂરની દાળ, સફેદ તલ, મરી પાવડર, સત્તુ વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ સાથે પિતૃઓની પૂજા દરમિયાન પણ કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું પડે છે.

પિતૃપક્ષમાં શ્રાદ્ધનું ભોજન બનાવતી વખતે સ્ટિલ કે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવાને બદલે પિત્તળના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. આ ભોજન કોઈએ ચાખવું જોઈએ નહીં. ક્યારેય બ્રહ્મ મુહૂર્તમાં શ્રાદ્ધ ન કરવું જોઈએ. પિતૃ તર્પણ માટે બપોરનો સમય શ્રેષ્ઠ અને પુણ્યદાયી ગણવામાં આવે છે. પિતૃ તર્પણ માટે કાળા તલનો જ ઉપયોગ કરવો જોઈએ.

પિતૃપક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ સિવાય અસત્ય ન બોલવું જોઈએ તથા અપશબ્દોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. કોઈની સાથે કપટ પણ ન કરવું જોઈએ. સાથોસાથ ઘરના આંગણે આવેલા ગાય, બ્રાહ્મણ, શ્વાન, ભિક્ષુક વગેરેનું અપમાન ન કરવું જોઈએ.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…પિતૃપક્ષમાં પૂર્વજોને શાંતિ મળે તે માટે તમે આ નાનકડા જીવને કરાવો ભોજન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button