શિયાળામાં શરીરના કયા અંગો સૌથી વધુ ઠંડા પડે છે? કારણો અને ઉપાયો જાણો

ભારત સહિત દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ઠંડીની સિઝન શરૂ થતા ઘણા લોકોની ફરિયાદ શરૂ થઈ જાઈ છે કે, ઠંડી લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે ઠંડીની હવાઓની અસર સીધી શરીર અને તબિયત પર પડે છે, જેના કારણે લોકો ઉનના કપડાં પહેરવાથી લઈને આગના તાપણા સુધીના ઉપાયો અપનાવે છે.
નિષ્ણાતોનું પણ એવું માનવું છે કે ઠંડીના કારણે આપણે શરીરના ઘણા અંગો જલ્દી ઠંડી પડી જાય છે, જે તાપમાન પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. શરીરના ક્યા અંગ પર શરદીની સૌથી વધુ અસર વર્તાય અને તેના વૈજ્ઞાનિક કારણની સાથે ઉપાયોની વિગતે વાત કરીએ.
નિષ્ણાંતો પ્રમાણે શરીરમાં હાથ અને પગ, ખાસ કરીને આંગળીઓને સૌથી વધુ ઠંડી લાગે છે, જ્યારે નાક અને કાન પણ સામાન્ય ઠંડીમાં ઠંડા થઈ જાય છે. આનું મુખ્ય કારણ શરીરની તાપમાન નિયંત્રણ પ્રણાલી છે, જે આંતરિક અંગોને સુરક્ષિત રાખવા માટે આ અંગોમાંથી ગરમી ખેંચી લે છે અને તેમને ઠંડા કરી દે છે.
આપણ વાચો: ઠંડીની મોસમમાં નારંગી ખાવાની ટેવ બની જશે અઢળક ફાયદાકારક!
હાથ-પગમાં ઠંડીનું કારણ
શરદીમાં શરીરની પ્રાથમિક વ્યવસ્થા અંતર્ગત કાર્ય કરે છે, જેમાં મગજ, હૃદય અને અન્ય મહત્વના અંગોને 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જાળવી રાખવું પડે છે, જેથી તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે. આ માટે શરીર વાહિકા સંકોચન પ્રક્રિયા અપનાવે છે, જેમાં હાથ અને પગની નસોને સંકુચિત કરે છે, પરિણામે ગરમ લોહીનો પ્રવાહ તે અંગો તરફ ધીમો પડી જાય છે અને તેમને ઓછી ગરમી મળે છે, જેના કારણે તેઓ ઝડપથી ઠંડા થઈ જાય છે.
હાથ અને પગ પછી નાક અને કાનને પણ ઝડપથી ઠંડી લાગે છે, કારણ કે આ અંગો સૌથી વધુ ખુલ્લા રહે છે અને બાહ્ય તાપમાનના સીધા સંપર્કમાં આવે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ઠંડી હવા નાક અને કાન દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, જે ફેફસાં સુધી ઠંડક પહોંચાડે છે અને વ્યક્તિને વધુ ઠંડીનો અનુભવ થાય છે.
આપણ વાચો: સ્વેટર, મફલર કાઢી લેજો પહાડો પર ઠંડીની સવારી આવી પહોંચી છે
ઠંડીથી બચવાના ઉપાયો
શરદી શરૂ થતાં જ શરીરનું તાપમાન ઝડપથી ઘટવા લાગે છે, તેથી ઠંડા પાણીને બદલે ગરમ પાણી પીવું ફાયદાકારક છે. સવારે ગરમ પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત તત્વો બહાર નીકળે છે અને પાચન તંત્ર સુધરે છે. વધુમાં ઠંડીથી બચવા માટે હાથ અને પગમાં ગ્લોવ્ઝ અને મોજા પહેરો તેમ જ સવાર કે સાંજે ઝડપી વોક અથવા યોગ કરવાની આદત અપનાવો.



