ભારતનું એક રાજ્ય, જ્યાં મહિલાઓ પીએ છે સૌથી વધુ શરાબ, જોઇ લો તમારું રાજ્ય તો નથી ને!

જો તમને કોઇ પૂછે કે ભારતમાં કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ મદિરાપાન કરે છે તો મોટા ભાગના લોકોને આ વિશે જાણ નહીં હોય, પણ હાલમાં જ કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયદ્વારા આ અગે એક સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ દારૂ પીએ છે. આ સર્વેમાં ઉત્તરપૂર્વની મહિલાઓએ બાજી મારી લીધી છે.
આ સર્વેના અહેવાલમાં જાણવા મળ્યું છે કે આસામ રાજ્યની મહિલાઓ સૌથી વધુ દારૂ પીએ છ. અહી 14-49 વર્ષના વયજૂથની 26.3 ટકા મહિલાઓ મદિરાપાન કરવાનું પસંદ કરે છે. તમને પણ નવાઇ લાગી હશે ને!, પણ એથી ય વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આસામની દારૂ પીતી મહિલાઓની સંખ્યા ભારતના તમામ રાજ્યમાં દારૂ પીતી મહિલાઓની કુલ સંખ્યા કરતા પણ વધારે છે.
આ પણ વાંચો: તસવીરની આરપાર : ભારતનું અનોખું મંદિર જ્યાં બુલેટની પૂજા થાય છે ને શરાબ પણ ચઢાવાય છે!
આસામ બાદ બીજા નંબરે મેઘાલય આવે છે. અહીંની મહિલાઓને પણ દારૂ પીવો ઘણો પસંદ છે. સર્વે મુજબ મેઘાલયમાં 15-49 વર્ષની વયજૂથની 8.7 ટકા મહિલાઓ મદિરાપાન કરે છે. જોકે, આ ટકાવારી આસામની ટકાવારી કરતા તો ઘણી જ ઓછી છે, પણ રાષ્ટ્રીય ટકાવારીની દ્દષ્ટિએ જોવા જઇએ તો રાષ્ટ્રીય 1.2 ટકાવારીની સરખામણીમાં આ સંખ્યા ઘણી વધારે છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને અરૂણાચલ પ્રદેશ છએ. જોકે, પહેલાની સરખામણીમાં મહિલાઓમાં દારૂનું સેવન નોંધપાત્ર રીતે ઘટ્યું છે. તેમ છતાં આ રાજ્ય ત્રીજા નંબરે છે. અહીં મહિલાઓમાં દારૂ પીવાનો દર 3.3 ટકા છે, અર્થાત અહીં દર 100માંથી ત્રણ મહિલા દારૂ પીએ છે, જ્યારે 15-49 વર્ષની વયજૂથના લગભગ 59 ટકા પુરૂષો દારૂ પીએ છે. મહિલાઓના દારૂ પીવાના મામલે સિક્કિમ અને છત્તીસગઢ અને ઝારખંડ ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. અહીં અનુક્રમે 0.3, 0.3 અને 0.2 ટકા મહિલાઓ દારૂ પીએ છે.
જોકે, આશ્ચર્યજનક રીતે દેશના કોર્પોરેટ જગતનું વર્ચસ્વ ધરાવતા મેટ્રો શહેરોમાં મદિરા પાન કરતી મહિલાઓનુ પ્રમાણ ઘણું ઓછુ છે.