સ્પેશિયલ ફિચર્સ

મિનરલ્સથી ભરપૂર આ 5 ફળો, ડાયાબિટીસને પણ કરશે કંટ્રોલ

શું તમે જાણો છો કે ખનિજોથી ભરપૂર ફળોનું સેવન હાઈ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે સુગર લેવલ ઘટાડવાની સાથે ડાયાબિટીસના દર્દીઓને અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આજે આપણે આવા જ કેટલાક ફળો વિશે માહિતી મેળવીએ.

એવોકાડોઃ-

એવોકાડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. પરંતુ શું તમે જાણો છો કે એવોકાડોના બીજ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. હા, તેના બીજ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે હાઇ કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. એવોકાડોના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, જે ફંગલ ઈન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે.

જામફળઃ-

જામફળ તમને ઘણી બીમારીઓથી દૂર રાખી શકે છે. તેમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. જામફળનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
જામફળ હાઈ બ્લડ શુગરથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે અને તેનું સેવન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જામફળમાં અનેક પ્રકારના મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે.

કેળાઃ

હાઈ બ્લડ શુગરથી પીડિત લોકો માટે કેળાનું સેવન ખૂબ જ સારો વિકલ્પ હોઈ શકે છે. સફરજનમાં સારી માત્રામાં મિનરલ્સ પણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓના શરીરને ઘણા ફાયદા આપે છે. ડાયાબિટીસમાં તેનું રોજ સેવન કરવું જોઈએ. જોકે, સામાન્યપણે એમ કહેવાય છે કે ડાયાબિટીસમાં કેળાનું સેવન ના કરવું જોઇએ, પણ તમે તેને યોગ્ય માત્રામાં સેવન કરી શકો છો. તેમાં રહેલું પોટેશિયમ અને અન્ય મિનરલ્સ તમારા શરીર માટેઘમા લાભદાયી છે.

ઓરેન્જઃ

ડાયાબિટીસના દર્દીઓ માટે ઓરેન્જનું સેવન પણ ઘણુ ફાયદાકારક છે. તેમાંથી તમને વિટામીન સી તો મળે જ છે એ ઉપરાંત અન્ય ઘણા મિનરલ્સ પણ મળે છે, જે ડાયાબિટીસને દૂર રાખવામાં ઘણા મદદરૂપ થાય છે.

સફરજનઃ

અંગ્રેજીમાં કહેવત છે કે An apple a day, keeps a doctor away, અર્થાત દરરોજ એક સફરજનનું સેવન કરવાથી તમે બિમારીઓને તમારાથી ઘણી છેટે રાખી શકો છો. એપલમા રહેલા અનેક મિનરલ્સ તમારા સ્વાસ્થ્યને તરોતાજા રાખવાનું કામ કરે છે અને કોઇ પણ બીમારીને શરીરની આસપાસ પણ ફરકવા નથી દેતી.
બસ તો તમે પણ તમારા રોજિંદા આહારમાં આ ફળોને સામેલ કરી દો અને પછી જુઓ બીમારી કેવી તમારાથી દૂર ભાગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button