પ્લેનની સીટ પર કુશન નહોતા, પેસેન્જરે કરી તસવીરો કરી વાયરલ, ઈન્ડિગોએ આપ્યો આ જવાબ

આજકાલ ઈન્ડિગો પ્લેનમાં ગાદી વગરની સીટની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. પ્લેનમાં બેઠેલી એક મહિલા મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વાત શેર કરી છે. મહિલા મુસાફરે ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે જેમાં ગાદલું (કુશન) વગરની સીટ દેખાઈ રહી છે.
યવનિકા રાજ શાહ નામની પેસેન્જરે આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેણે જણાવ્યું કે ફ્લાઈટ બેંગલુરુથી ભોપાલ જઈ રહી હતી. જો કે આ ટ્વીટમાં તેમણે એ નથી જણાવ્યું કે આ સીટ તેમની છે કે કોઈ અન્યની. કેટલાક અહેવાલોમાં આ સીટ તેમની હોવાનું કહેવાય છે. યવનિકાએ લખ્યું, “બ્યૂટિફૂલ @IndiGo6E- મને આશા છે કે હું સુરક્ષિત રીતે પહોંચીશ. આ તમારી બેંગ્લોરથી ભોપાલની ફ્લાઇટ 6E 6465 છે.
ઈન્ડિગોએ શું કહ્યું?
ઈન્ડિગોએ આ અંગે જવાબ પણ આપ્યો છે. ઈન્ડિગોએ કહ્યું, “અમારી સાથે વાત કરવા બદલ આભાર. ફ્લાઈટ પહેલા સફાઈ માટે શીટના કુશન દૂર કરવામાં આવ્યા હતા. “અમારા કેબિન ક્રૂએ જે ગ્રાહકોને આ સીટ ફાળવવામાં આવી છે તેમને આ વિશે જાણ કરી હતી.”
સોશિયલ મીડિયા પર થઈ રહી છે મજાક
X.com પર આ તસવીર વાયરલ થયા બાદ લોકો ઈન્ડિગોની મજાક ઉડાવી રહ્યા છે. શ્રેયાંશ સિંહ નામના યુઝરે લખ્યું છે. “શું તેઓ ટિકિટમાં એક્યુપ્રેશર પણ આપી રહ્યા છે?” એક યુઝરે લખ્યું છે, “વાહ મસાજિંગ સીટ.” અન્ય એક યુઝરે લખ્યું, “મેં તાજેતરમાં એર ઈન્ડિયાના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી અને મને તે બિઝનેસ ક્લાસ જેવું લાગ્યું હતું. મોટી સીટો પર કુશન લગાવ્યું હતું અને મફત ભોજન પણ મળ્યું હતું.