સ્પેશિયલ ફિચર્સ

શું તમે જાણો છો દુનિયાના એવા ખનીજ વિશે જેની સામે સોના-ચાંદીની ચમક પણ ઝાંખી પડી જાય છે?

સોના, ચાંદી અને પ્લેટિનમ જેવા ધાતુને સૌથી વધુ કિંમતી માનવામાં આવે છે. કિંમતી હોવા સાથે રોકણ માટે સૌથી સરળ વિકલ્પ પણ ગણવામાં આવે છે. ગુજરાતી કલેન્ડરના પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોએ નવા રેકોર્ડ બનાવ્યા હતા. જેના કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘરેણાં ખરીદવા મુશ્કેલ બની ગયા છે. ભારતમાં તહેવારો અને લગ્ન જેવા પ્રસંગોમાં સોના-ચાંદીની ખરીદી વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ આ વચ્ચે વિશ્વમાં ઘણા એવા ખનીજ પણ છે જેની કિંમત અને મહત્વ સોના ચાંદી કરતા પણ વધારે છે. જેના વિશે કદાચજ લોકો જાણતા હશે.

વિશ્વના સૌથી મોંધા અને કિંમતી ખનીજોમાં જેડાઈટનું નામ સામેલ થાય છે. જેડાઈટનું મૂલ્ય ભાગ્યે જ લોકો જાણે છે. વર્ષ 2025માં તેની કિંમત પ્રતિ કેરેટ 3 મિલિયન ડોલર સુધી પહોંચી છે. એક કેરેટમાં લગભગ 0.2 ગ્રામ હોય છે, તેથી 10 ગ્રામમાં 50 કેરેટ થાય છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આશરે રૂ. 1,25,620 છે, જ્યારે 10 ગ્રામ જેડાઈટની કિંમત લગભગ રૂ. 1,317.5 કરોડ છે.

આ ખનિજ મુખ્યત્વે મ્યાનમારમાં મળે છે અને ચીની સમુદાય તેને પવિત્ર માને છે, તેથી તેઓ તેને સોનાની જેમ ખરીદે છે. મધ્યમ વર્ગના ચીની લોકો તેની ખરીદી કરે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. છેલ્લા કેટલાક દશકાઓમાં તેની કિંમતમાં 10%નો વધારો થયો છે, જેના કારણે ઘણા લોકો તેમાં રોકાણ તરફ વળી રહ્યા છે.

જેડાઈટની વિશેષતાઓ અને ઉપયોગો

જેડાઈટ એક અત્યંત દુર્લભ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ખનિજ છે, જેનો રંગ આછો લીલો અને પારદર્શક હોય છે તથા તે ખૂબ જ મુલાયમ છે. તે માત્ર મ્યાનમારમાં જ મળે છે અને ત્યાં પણ તેનું ઉત્પાદન કુલના માત્ર 1% જેટલું છે. ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે, તેથી માંગ વધવાથી તેના ભાવમાં વધારો થાય છે. તેનો ઉપયોગ ઘરેણાં, મુગટ અને કિંમતી વસ્તુઓમાં બનાવવામાં થાય છે, અને તબીબી અભ્યાસો અનુસાર તેમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણો છે જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે, ત્વચાને સ્વસ્થ રાખે છે, હૃદયને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

જેડાઈટ ખરીદતી વખતે GIA અથવા NGTC જેવા પ્રમાણપત્રોવાળી વસ્તુઓ જ તપાસો, કારણ કે નકલી વસ્તુઓ પણ બજારમાં મળી શકે છે. તમે તેને ઓનલાઈન, હરાજીમાં અથવા પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી ખરીદી શકો છો. ભારતમાં મુંબઈ અને દિલ્હીના જ્વેલરી માર્કેટમાં તે ઉપલબ્ધ છે અને તેની કિંમત રૂ. 50,000થી કરોડો સુધી હોઈ શકે છે.

રૂ. 1 લાખમાં તમને નાનો ટુકડો મળી શકે છે, જેને ઘરેણાં અથવા રોકાણ તરીકે વાપરી શકાય છે. નિષ્ણાંતો પ્રમાણે લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પમાંથી એક બની શકે છે. કેમ કે, ભવિષ્યમાં તેનું મૂલ્ય 2થી 3 ગણું વધી શકે છે, અને 2025થી 2035 સુધીમાં તેની કિંમતોમાં 2.46 ગણો વધારો થવાની આશા છે, જે સોના કરતા વધુ ઝડપી છે. જો કે, તેમાં વધઘટ પણ થાય છે તેથી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button