દાળમાં મીઠું વધારે પડી ગયું છે? આ એક ટિપ્સથી બે મિનિટમાં બેલેન્સ કરી લો ખારાશ…

ભારતીય રસોડામાં દાળ-ભાત, શાક-રોટલી એ કમ્પલિટ મીલ ગણાય છે અને આપણે ત્યાં રસોડામાં દરરોજ દાળ તો બને જ છે અને ઘણા લોકોને તો દાળ-રોટલી ખાવાનું ખૂબ જ પસંદ હોય છે તો ઘણા લોકોને દાળ-ભાત ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. દાળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ઘણી વખત એવું બને છે ભૂલથી દાળમાં મીઠું વધારે પડી જાય છે અને તેનો સ્વાદ બગડી જાય છે. આજે અમે અહીં તમને જણાવીશું કે કે કઈ રીતે તમે આ વધારે પડી ગયેલાં મીઠાના સ્વાદને બેલેન્સ કરી શકો છો-
દાળમાં મીઠું વધારે પડી ગયું હશે તો દાળ કડવી કે બેસ્વાદ લાગી રહ્યું છે. જેને કારણે દાળ ખાવાનું અઘરું બની જાય છે. જો તમારી સાથે પણ એવું બન્યું છે તો એક સરળ ટિપ્સની મદદથી તમારી દાળ ફરી સ્વાદિષ્ટ બની જશે અને તમે એટલા જ ટેસ્ટથી ખાઈ શકશો. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે કઈ છે આ ટિપ્સ?
આ પણ વાંચો: આ સ્ટોરી વાંચ્યા પછી તમે બટેટાંની છાલને ફેંકવાનું ભૂલી જશો…
જો તમારાથી ભૂલમાં દાળમાં મીઠું વધારે પડી ગયું છે તો તમે એમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો અને તેને થોડા સમય માટે મૂકી રાખો. લીંબુનો રસ દાળમાં રહેલી વધારાની ખારાશ દૂર થઈ જશે અને દાળ સ્વાદિષ્ટ અને ખાવાલાયક બની જશે. લીંબુનો રસ દાળના અસરને બેઅસર બનાવી દે છે.
લીંબુનો રસ દાળમાં વધારે પડી ગયેલાં મીઠાને બેલેન્સ કરવાનો સૌથી સિમ્પલ અને સરળ ઉપાય છે. આ એક ટિપ્સને કારણે તમારે વધારે દાળમાં તમારે પાણી કે બીજું કોઈ ઈન્ગ્રિડિએટ્સ નાખવાની જરૂર નથી પડતી.
આ પણ વાંચો: સવારે વહેલા ઉઠવું અમુક લોકો માટે ફાયદાકારક નથી, થાય છે નુકસાન…
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના બીજા સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ આ મુસીબતમાંથી બહાર આવી શકે. આવી જ બીજી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…