વજન ઘટાડવા સલાડ ખાવ છો? આટલી બાબતો રાખજો ધ્યાનમાં નહિતર ફાયદાનાં નામે મળશે ઝીરો…

સામાન્ય રીતે વજન ઘટાડવા અને અન્ય હેલ્થી લાઇફસ્ટાઇલ માટે લોકો સલાડ ખાવાની શરૂઆત કરી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર સલાડ ખાવાથી વજન ઓછો નથી થતો પરંતુ તે માટે સલાડને સાચી રીતે આપણા રોજિંદા આહારમાં સ્થાન આપવું જોઇએ. પરંતુ ઘણી વખત સામાન્ય ભૂલનાં હિસાબે ધાર્યું પરિણામ નથી મળતું. અહી અમે તમને અમૂક ટિપ્સ જણાવીશું જે તમને સલાડનાં સેવનથી વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
અમૂક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ
હાલ ઉનાળાની સિઝનમાં આપણી પાસે સલાડ માટે ફળો અને શાકભાજીના ઘણા વિકલ્પો હોય છે. આને તમારા રોજિંદા ખોરાકનો ભાગ બનાવીને અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને, તમે વજન ઘટાડી શકો છો. આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય, તો તમારે તમારા સલાડમાં શાકભાજી તેમજ તેની સાથે કેટલીક અન્ય વસ્તુઓને પણ સમાવી લેવી જોઈએ. આમ કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમને ઝડપથી ભૂખ પણ નહીં લાગે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય માટે લાલ અને લીલામાંથી કયા ટમેટા વધુ સારા, જાણો હેલ્થ એક્સપર્ટ પાસે….
સલાડમાં આ વસ્તુ ઉમેરી શકાય
સાથે જ તમારે સલાડમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારવું જોઈએ. આ માટે શાકભાજીની સાથે સલાડમાં ચણા કે પનીર, બાફેલા ઈંડા, ગ્રીલ્ડ ચિકનનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત તમે સારા ચરબી અને ફાઇબર માટે કઠોળ, બદામ ગેરેને પણ ઉમેરી શકો છો.

આટલી બાબતથી બચવું
કેટલાક લોકો સલાડ ખાતી વખતે તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણા બધા ટોપિંગ્સ ઉમેરે છે. સલાડમાં વિવિધ પ્રકારના ટોપિંગ્સ ઉમેરવાનું ટાળવું જોઈએ. જેમ કે ચીઝ સાથે ક્રાઉટન્સ ઉમેરવા એ આરોગ્ય માટે સારું નથી. તેના બદલે, તમે એન્ટીઑકિસડન્ટ મેળવવા માટે બ્લૂબેરી અથવા બ્લેકબેરી પણ ઉમેરી શકો છો.
નોંધ: અહી આપવામાં આવેલી ટિપ્સ એક સૂચન છે, જેને અનુસરતા પૂર્વે તબીબી સલાહ લેવી.