શું તમારી સાથે એવું બન્યું છે કે ડુંગળી કાપી હોય અને આંસુ ન આવ્યા હોય? આ મહિલાનો દેશી જુગાડ જોઈ તમે પણ ચોંકી જશો. | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શું તમારી સાથે એવું બન્યું છે કે ડુંગળી કાપી હોય અને આંસુ ન આવ્યા હોય? આ મહિલાનો દેશી જુગાડ જોઈ તમે પણ ચોંકી જશો.

ભારતને જુગાડુઓનો દેશ ગણવામાં આવે છે. કેમ કે અહીંના લોકો મુશ્કેલમાં મુશ્કેલ કામને સરળ બનાવવા માટે કઈકને કઈક જુગાડ લગાડી જ લેતા હોય છે. અને આ જુગાડ એટલા યુનિક અને વિચિત્ર હોય કે જોનારની આંખો ફાટીને ચાર થઈ જાઈ. આવો જ એક દેશી જુગાડ હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક મહિલાએ ડુંગળી કાપવાની એવી અનોખી રીત અપનાવી કે જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા ડુંગળી કાપતી જોવા મળે છે, પરંતુ ખાસ વાત એ છે કે તેની આંખોમાંથી આંસુનું એક ટીપું પણ નથી નીકળતુ. આનું રહસ્ય છે તેનો અદભૂત જુગાડ. મહિલાએ ડુંગળી કાપતા પહેલા પોતાની આંખો પર પહોળી સેલો ટેપ ચોંટાડી દીધી, જેથી આંખો ઢંકાઈ જાય અને ડુંગળીની તીખાસથી આંખોને અસર ન થાય. આ સરળ પણ ચતુર ઉપાયે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.

આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, “ડુંગળી કાપવાની આ ટેકનિક દેશની બહાર ન જવી જોઈએ.” લોકોએ આ વીડિયો પર રમુજી અને રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, “આ ડિજિટલ ઈન્ડિયા છે, નવી ટેકનોલોજી આવી રહી છે.” અન્ય એકે મજાકમાં કહ્યું, “પંખા નીચે ડુંગળી કાપો, કાપનાર સિવાય બધા રડશે.”

જ્યારે અન્ય એક યુઝરે નાસા સાથે આ કિસ્સાનું કનેક્શન જોડીને લખ્યું કે, “આવા જુગાડ ફક્ત ભારતમાં જ જોવા મળે છે, નાસા પણ ચોંકી જશે!” જ્યારે અન્ય એકે ચેતવણી આપતા કહ્યું, “આંખો પર સેલો ટેપ લગાવવી આંખો માટે હાનિકારક હોઈ શકે છે.” આ વીડિયોએ લોકોની સર્જનાત્મકતાની સાથે ભારતીય જુગાડની ભાવનાને પણ ઉજાગર કરી છે, જે દેશની સરળ અને અનોખી સમસ્યા-નિવારણ શૈલીને દર્શાવે છે.

ભારતમાં જુગાડ શબ્દનો અર્થ જ એ થાય છે કે કોઈ પણ સમસ્યા હોય તેનો ઉકેલ સર્જનાત્મક કાઠવો. જેને જોઈ લોકો પણ હસીને લોત પોત થઈ જાઈ, અને વારંવાર જોવા માટે મજબૂર બની જાય. આ વીડિયો એવું જ એક ઉદાહરણ છે, જ્યાં રોજિંદા જીવનની નાની સમસ્યાને હલ કરવા માટે સરળ પણ અસરકારક ઉપાય અપનાવવામાં આવ્યો. આવા જુગાડ સોશિયલ મીડિયા પર લોકોનું મનોરંજન કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button