બંને તરફથી એક સરખું છે આ શહેરનું નામ, જાણો ક્યું છે આ ઐતિહાસિક શહેર

Historical unique city: ભારત ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહીં અનેક ઐતિહાસિક શહેરો આવેલા છે. દરેક શહેર પોતાની આગવી વિશેષતા ધરાવે છે. એક શહેર તો એવું છે, જેનું નામ બંને તરફથી એક સરખું વંચાય છે. આ શહેર ક્યું છે અને તેની વિશેષતા શું છે? આવો જાણીએ.
ઓડિશાનું 1000 વર્ષ જૂનું શહેર
હાલ ભારતમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ ધરાવે છે. ઓડિશા તે પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું એક ઐતિહાસિક શહેર છે. જેનું નામ બંને તરફથી એક સરખું વંચાય અને બોલાય છે. આ શહેરનું નામ ‘કટક’ છે. આ શહેરને અંદાજીત 1000 વર્ષ જૂનું શહેર ગણવામાં આવે છે.
રાજવંશના રાજા કેસરીએ ઇ.સ. 989માં ‘કટક’ શહેરની સ્થાપના કરી હતી. ત્યારથી લગભગ 1000 વર્ષ સુધી કટકની ઓડિસાની રાજધાની બની રહ્યું છે. કટક શહેર પોતાના ઐતિહાસિક મંદિરો માટે જાણીતું છે. સાથોસાથ અહીં કિલ્લાઓ પણ ઇતિહાસ સાચવીને બેઠા છે.
કટક શહેરમાં ગંગ વંશ અને સૂર્ય વંશે શાસન કર્યું હતું. મધ્યકાલીન યુગની 12મી સદીમાં અહીં ગંગ વંશનું શાસન હતું. જોકે, 14મી સદીમાં ફિરોઝ શાહ તુઘલકે તેને પોતાના તાબામાં કર્યું હતું. આગળ જતા તેનું શાસન મુઘલોના હાથમાં પણ આવ્યું હતું. મુઘલો બાદ 1750ના સમયગાળા દરમિયાન તેના મરાઠાઓએ શાસન કર્યું હતું. 1826માં બ્રિટિશ હુકુમત દરમિયાન કટકને ઓડિશાની રાજધાની બનાવી હતી.
આ પણ વાંચો…ભારતનું એકમાત્ર ગણેશ મંદિર જ્યાં બાપ્પાનું વાહન મોર છે, જાણો આ મંદિરની વિશેષતાઓ