પિતૃપક્ષમાં પૂર્વજોને શાંતિ મળે તે માટે તમે આ નાનકડા જીવને કરાવો ભોજન

હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરવાનો પવિત્ર સમય માનવામાં આવે છે. આ સમયે તર્પણ, શ્રાદ્ધ અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવાનું અનેરું મહત્વ હોય છે. આ સમયે પશુ પ્રાણીની જમાડીને ધાર્મિક સ્થળ પૂર્વજોને યાદ કરી કરવામાં આવતી વિધિ ઘરમાં સુખ સમુદ્ધીનો વાસ થાય છે. અને પૂર્વજોના વિશેષ આર્શીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે પિતૃપક્ષનું ત્રીજુ શ્રાદ્ધછે. પિતૃપક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. જ્યારે ચંદ્ર ગ્રહણને કારણે અડધા દિવસ માટે જ શ્રાદ્ધ વિધિ માટે યોગ્ય સમય ગણવામાં આવ્યો હતો.
પિતૃપક્ષ (PITRUPAKSH) દરમિયાન નાનામાં નાની સમાજ સેવા પણ મોટું ફળ આપે છે તેવી માન્યતાઓ છે. જેમાં કીડીઓને લોટ ખવડાવવાની પણ સામેલ થાય છે. શાસ્ત્રો પ્રમાણે પૂર્વજોને પ્રસન્ન કરવા અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ લાવવાના માધ્યમ તરીકે દર્શાવવામાં આવ્યો છે. પંડિતો અને શાસ્ત્રોક નિષ્ણાંતો પ્રમાણે આ કાર્ય કરુણા અને ભક્તિનું પ્રતીક છે, જે આત્માને શાંતિ આપે છે અને જીવનમાં સકારાત્મક ફેરફારો લાવે છે.

કીડીઓને લોટ ખવડાવવાની પરંપરા
પિતૃપક્ષ (PITRUPAKSH) માં શ્રાદ્ધ કે તર્પણ પછી લોકો ઘરના આંગણે, બગીચામાં કે ખુલ્લા સ્થળે કીડીઓ માટે લોટ મૂકે છે, જેમાં ઘઉંનો લોટ, ખાંડ કે ગોળનો ઉમેરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ કાર્ય પૂર્વજોને સંતુષ્ટ કરે છે, કારણ કે લોક વાયકાઓ પ્રમાણે માણસો એક દેહ છોડીને ફરી પ્રાણી રૂપે પૃથ્વી પર જ અવતરે છે. આ પ્રથા પદ્મ પુરાણમાં વર્ણિત છે, જ્યાં કીડીઓને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે અને તેમને ખવડાવવાથી શનિ દોષ અને પિતૃ દોષનું નિવારણ થાય છે. આ કાર્યથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે, અને તેને દાનના એક સૂક્ષ્મ રૂપ તરીકે જોવામાં આવે છે, જે પૂર્વજોના આત્માને આશીર્વાદ આપવા પ્રેરિત કરે છે.
ધાર્મિક માન્યતા અને ફાયદા
પિતૃપક્ષ (PITRUPAKSH)માં કીડીઓને લોટ ખવડાવવાની માન્યતા એવી છે કે પૂર્વજો પ્રાણીઓના રૂપમાં આવે છે, અને આ કાર્ય તેમને પ્રસન્ન કરે છે, જેનાથી પરિવારને આશીર્વાદ મળે છે. આ શ્રાદ્ધમાં ભોજનનું દાન કરવા જેવું છે, જે સૂક્ષ્મ જીવોને પોષણ આપે છે અને પુણ્ય વધારે છે. તેમણે કહ્યું કે આ કાર્યથી પૂર્વજોના આત્માને સંતોષ મળે છે, ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આવે છે, અને પિતૃ દોષથી મુક્તિ મળે છે. વેદિક જ્યોતિષમાં, કીડીઓને ખવડાવવાથી રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવ ઘટે છે, અને તે શનિ દેવના આશીર્વાદથી સંકટો દૂર થાય છે. આનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાં અડચણો દૂર થાય છે.
કેવી રીતે પુરશો કીડીયારુ?
શ્રાદ્ધ ભોજન તૈયાર કર્યા પછી, થોડા લોટની ગોળીઓ તૈયાર કરો અને જેમાં ખાંડ કે ગોળ મિક્સ કરો. તેને આંગણે, દિવાલની નજીક કે કીડીઓની અવર જવર થતી ખુલ્લી જગ્યામાં મૂકો, જેથી તેઓ તેને સરળતાથી ખાઈ શકે. આ કાર્ય ભક્તિ અને શુદ્ધ મનથી કરવું જોઈએ, અને જો શક્ય હોય તો દરરોજ આ વિધિ કરી શકાય. કાળા કીડીઓને કીડીયારુ આપવાથી શનિ દોષ નિવારણ થાય છે, જ્યારે ચોખાના લોટ સાથે ખાંડ મિક્સ કરીને આપવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને દેવું ચૂકવામાં મદદ મળે છે. આ વિધિથી પર્યાવરણીય સંતુલન પણ જળવાય છે, કારણ કે કીડીઓ કુદરતી રીતે કચરો સાફ કરે છે.
આધ્યાત્મિક મહત્વ
પિતૃપક્ષમાં કીડીઓને લોટ ખવડાવવું ફક્ત પરંપરા નથી, પરંતુ કરુણા, ભક્તિ અને અહિંસાનું પ્રતીક છે, જે પૂર્વજોના આત્માને તૃપ્ત કરે છે અને તેમના આશીર્વાદથી પરિવારને સુખ-શાંતિ મળે છે. આ કાર્યથી પુણ્ય થાય છે, પાછલા કર્મોનું પ્રાયશ્ચિત થાય છે અને જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે. પરિવારમાં એકતા અને ધીરજ વધે છે, અને તે હિંદુ ધર્મમાં જીવનના સંબંધિતતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિધિને નિયમિત કરવાથી આત્મિક વિકાસ થાય છે અને પરિવારને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે.
આપણ વાંચો: પિતૃપક્ષમાં કયા કાર્યો કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે? જાણો આ 4 સરળ ઉપાય