મંગળ અને ગુરુ ગ્રહ આવશે એક સાથે, આ રાશિના લોકો માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ…

જ્યોતિષ શાસ્ત્રના જાણકારો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડાક સમયે ગ્રહો તેમની મિત્ર રાશિ અને શત્રુ રાશિમાં ગોચર કરતાં હોય છે અને આ ગોચરની સારી-નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળતી હોય છે. આવતા મહિનાના અંતમાં આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે અને એની કઈ રાશિના જાતકો પર શું અસર જોવા મળશે એના વિશે આપણે વાત કરીશું.
આવતા મહિને એટલે કે 28મી ડિસેમ્બરના ગ્રહોના સેનાપતિ એવા મંગળ ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને એના પર ગુરુનું વર્ચસ્વ છે. ગુરુ અને મંગળ વચ્ચે મિત્રતા છે અને આવી પરિસ્થિતિમાં આ ગોચર ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. આ ગોચરને કારણે તમામ રાશિઓને ઓછા વધતા પ્રમાણમાં લાભ થશે જ પણ તેમ છતાં ત્રણ એવી રાશિ છે જેમના પર આ બંને ગ્રહોના યુતિની ખાસ અસર જોવા મળશે. આ રાશિના જાતકોના જીવનમાં એવો યોગ રચાઈ રહ્યો છે કે જેને કારણે તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે ધન રાશિમાં ગુરુ અને મંગળનું એક સાથે આવવું ખૂબ જ સારા પરિણામો લઈને આવી રહ્યું છે. મંગળ ગ્રહ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે, જેને કારણે તમને ભાગ્યનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારી તમામ મનોકામના પૂરી થઈ રહી છે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પણ પૂરા થઈ રહ્યા છે. વિદેશમાં કરિયર બનાવવા માગતા આ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ છે. કામના સ્થળે સિનીયર્સ અને જુનિયર્સને પૂરેપૂરો લાભ મળી રહ્યો છે અને ઉપરી અધિકારીઓ પણ તમારાથી ખુશ હશે.

મંગળ કન્યા રાશિના જાતકોના ચોથા ભાગમાં ગોચર કરી રહ્યું છે. નવું વાહન કે મિલકત ખરીદી શકો છો. આ સમયગાળા દરમિયાન નવી નોકરીની તકો સામે ચાલીને આવી શકે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું છે. મંગળ આ રાશિના ત્રીજા અને આઠમા ઘરનો સ્વામી છે. પરિણામે આ રાશિના જાતકોની હિંમત અને બહાદુરીમાં વધારો થઈ રહ્યો છે.

મંગળનું આ ગોચર કુંભ રાશિના લોકોમાટે આર્થિક લાભ થવાનું કારણ બની રહ્યું છે, કારણ કે મંગળ કુંડળીના આવકના ગૃહમાં જઈ રહ્યો છે. આ સમયગાળામાં તમારી આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. એક કરતાં અનેક સ્રોતમાં આવક થઈ રહી છે. વેપારમાં પણ જંગી ફાયદો થઈ રહ્યો છે અને સારું વળતર મળશે. પેટ્રોલિયમ, ખનીજ, લોખંડ કે શનિ દેવ સાથે સંબંધિત છે તો પણ તમને સારો એવો ફાયદો થઈ રહ્યો છે.