પિતૃપક્ષમાં પ્રયાગરાજનું મહત્વ: અહીં કરેલું દાન કેમ અક્ષય પુણ્ય આપે છે? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

પિતૃપક્ષમાં પ્રયાગરાજનું મહત્વ: અહીં કરેલું દાન કેમ અક્ષય પુણ્ય આપે છે?

ભારતની આસ્થાની નગરી તીર્થરાજ પ્રયાગરાજ, જ્યાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે, તે શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દૂરદૂરથી લોકો અહીં આવીને પોતાની મનોકામનાઓ પૂરી કરવા સંગમમાં ડૂબકી લગાવે છે અને દાન-પુણ્ય કરે છે. આ સ્થળની મહિમા એવો છે કે અહીં કરેલું દરેક પુણ્યકાર્ય આજીવન યાદ રહે છે, અને ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન આ સ્થળનું મહત્વ વધુ વધી જાય છે.

ત્રિવેણી સંગમનું મહત્વ

પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ, જ્યાં ત્રણ પવિત્ર નદીઓ એક થાય છે, તેને અક્ષય ક્ષેત્ર કહેવામાં આવે છે. અહીં કરેલું દાન, પુણ્ય અને પિતૃઓના નામે ડૂબકી લગાવવાથી જન્મોજન્મનું પુણ્ય મળે છે. ખાસ કરીને ભાદરવા માસમાં પિતૃપક્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોની મુક્તિ માટે સંગમના પવિત્ર જળમાં સ્નાન કરે છે. લોકવાયકા અનુસાર, અન્ય તીર્થોમાં સ્નાન કરનારથી ફક્ત કલ્યાણ થાય છે, પરંતુ પ્રયાગરાજમાં સંગમ સ્નાન કરનારથી ઘર પરિવારનું કલ્યાણ થવા સાથે પિતૃઓને પણ મોક્ષ મળે છે.

પ્રયાગરાજમાં પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા કર્મોનું વિશેષ મહત્વ છે. આ સમયે કરેલુ દરેક પુણ્યકાર્ય પિતૃઓની આત્માને શાંતિ આપે છે અને તેમની મુક્તિનો માર્ગ ખોલે છે. એવું માનવામા આવે છે કે અહીં શ્રદ્ધાથી કરેલુ કોઈ પણ કાર્ય અક્ષય પુણ્ય આપે છે, જે ઘણી પેઢીઓ સુધી ફળ આપે છે. આ કારણે સંગમના કિનારે ભારે શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના નામે દાન-ધર્મ કરે છે.

તીર્થરાજની આધ્યાત્મિક શક્તિ

ભારતીય સંસ્કૃતિમાં તીર્થ એટલે એવું સ્થળ, જ્યાં જઈને મન પવિત્ર થાય, પાપોનો નાશ થાય અને મોક્ષનો માર્ગ ખૂલે છે. પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ આ બધું જ આપે છે. ગંગા, યમુના અને સરસ્વતીના મિલન સ્થળે શ્રદ્ધાપૂર્વક કરેલું દરેક કાર્ય શ્રદ્ધાળુને અને તેના પિતૃઓને આધ્યાત્મિક શાંતિ આપે છે. આ સ્થળને પિતૃ મુક્તિની સીડી કહેવામાં આવે છે, જે દરેક શ્રદ્ધાળુને મોક્ષની નજીક લઈ જાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button