યુવતી જંગલમાં હાથી સાથે મિત્રતા કરવા ગઈ અને બીજી જ મિનિટે થયું કંઈક એવું કે…

કોઈને પણ જો તમે પૂછશો કે તેમનું મનપસંદ પ્રાણી કયું છે તો મોટાભાગના લોકોના મોઢે હાથીનું નામ પહેલાં આવશે, આ પાછળના કારણની વાત કરીએ તો હાથીને માણસના મિત્ર તરીકે જોવામાં આવે છે. જો તમે હાથી સાથે પ્રેમપૂર્વક વર્તન કરો તો તે બદલામાં તમને અનેક ઘણો વધું પ્રેમ આપી શકે છે. પરંતુ ઉલટામાં જો તમે એને હેરાન કરશો તો તેનાથી ખરાબ કોઈ પ્રાણી નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક હાથી સાથે મિત્રતા કરવાનું યુવતીને ભારે પડ્યું હોય એવું દેખાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રેલાં વીડિયોમાં જોવા મળે છે કે યુવતી હાથી સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું હતું. હાથી ખાવામાં વ્યસ્ત હતો એ સમયે યુવતી તેની બાજુમાં જઈને ઊભી રહી છે અને તેની સાથેની વ્યક્તિ આ પળને કેમેરમાં કેદ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજી પળે કંઈક એવું બને છે કે જેની કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી.
પોતાની આટલી નજીક યુવતીને ઊભેલી જોઈને હાથી ચિડાઈ જાય છે અને તેને સૂંઢથી નીચે પાડી દે છે. ઓચિંતા થયેલાં આ હુમાલથી યુવતી ડઘાઈ જાય છે અને જમીન પર પડી જાય છે. ત્યાર બાદ યુવતી ઊભી થઈને ત્યાંથી ભાગવા જ લાગે છે.
Non-aesthetic things નામના એક્સ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર યુવતીને હાથી સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું હતું અને આખરે તેને સમજાઈ જાય છે એવી કેપ્શન પણ આપવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે યુવતીના નસીબ સારા છે કે મોટું હાથી આવે એ પહેલાં જ મદનિયાએ તેને ગભરાવીને ભગાવી દીધી. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે જંગલી પ્રાણીઓની આટલા નજીક ના જવું જોઈએ. ત્રીજા એક યુઝરે કમેન્ટ કરતાં ઝણાવ્યું હતું કે જ્યારે હાથી પૂંછડી હલાવતું હોય ત્યારે એની પાસે જવાનું ટાળો, કારણ કે તેમને તમારાથી જોખમ અનુભવાતું હોય છે.