લોકલ ટ્રેનમાંથી કૂદકો મારીને યુવતીએ કર્યો એવો ડાન્સ કે… વીડિયો થયો વાઈરલ…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને અવારનવાર આપણે એવા એવા વીડિયો જોતા હોઈએ છીએ કે જે જોઈને આપણને સામેવાળાના વાળ ખેંચવાનું મન થઈ જાય. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી પબ્લિક પ્લેસ અને એમાં પણ ખાસ કરીને લોકલ ટ્રેન અને મેટ્રોમાં તો લોકો રિલ્સ બનાવવા માટે એવા એવા ગતકડાં કરે છે કે નહીં પૂછો વાત. આ જોઈને એવું લાગે છે કે ટ્રેન અને મેટ્રોએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નહીં પણ સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવનાારાઓ માટે ગતકડાં કરવાનું એક પ્લેટફોર્મ બનીને રહી ગયા છે. આજે અમે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ.
ChapraZila નામના એક્સ એકાઉન્ટ પરથી આ વાઈરલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ચજોવા મલે છે કે એક છોકરી સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનમાંથી અચાનક જ પ્લેટફોર્મ પર કૂદકો મારે છે અને કૂદકા મારીને ડાન્સ કરવા લાગે છે. જમીન પર આળોટતા, કૂદતા યુવતીએ કરેલા ડાન્સને જોઈને એકાદ ક્ષણમાં માટે તો એવું પણ લાગે છે કે કદાચ તે નોર્મલ નથી. તે પોતાની ડાન્સની ધૂનમાં કેટલાક પ્રવાસીઓ સાથે ધક્કા મુક્કી કરવા લાગે છે અને લોકો તેને આઘાતથી જોઈ રહ્યા છે.
અત્યાર સુધી આ વીડિયોને 70,000થી વધુ વખત જોવાયો છે અને લોકોએ આ વીડિયો જોઈને કમેન્ટ્સ સેક્શનમાં કમેન્ટ કરીને આ યુવતી સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે આ અજીબ નથી, પણ કંઈક અલગ જ થઈ રહ્યું છે. મંગળ ગ્રહ પરથી આવી છે કે કેમ? બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ચંપલ સૂંઘાડો આને ફીટ આવી ગઈ છે. જ્યારે કેટલાક યુજરે રેલવે પ્રશાસન અને રેલવે પ્રધાનને ટેગ કરીને આ પ્રકારની ઘટનાોમાં દરમિયાનગિરી કરીને કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.