લાગશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો ક્યારે છે અને કેટલો સમય હશે સૂતકકાળ?

હાલમાં જ હોળી પર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગ્યું હતું અને હવે થોડાક સમયમાં જ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. 29મી માર્ચના આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને અગાઉ કહ્યું એમ આ પહેલાં 14મી માર્ચના દિવસે પહેલું ચંદ્ર ગ્રહણ લાગ્યું હતું. ચાલો જાણીએ વર્ષના પહેલાં સૂર્ય ગ્રહણ વિશે અને લાગનારા સૂતક કાળ વિશે-
મળતી માહિતી પ્રમાણે આ પ્રમણે આ વખતનું સૂર્ય ગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે સૂર્ય ગ્રહણના આગલા દિવસથી જ ચૈત્રી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. આ આંશિક સૂર્ય ગ્રહણ રહેશે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 29મી માર્ચના બપોરે 2.21 કલાકે લાગી રહ્યું છે અને તે સાંજે 6.16 કલાક સુધી રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો સૂર્ય ગ્રહણની મર્યાદા 3.53 કલાકની રહેશે.
આ પણ વાંચો…આ નિયમ જાણી લેશો તો તમે પણ દુબઈથી લઈને આવી શકશો એક કિલો સોનુ…
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે પણ યુરોપ, ઉત્તરી એશિયા, ઉત્તર પશ્ચિમ આફ્રિકા, ઉત્તરી અમેરિકા, એટલાંટિક મહાસાગર અને ઉત્તરી ધ્રુવ વગેરે દેશોમાં જોવા મળશે. હવે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં નથી દેખાવવાનું તો કોઈ સૂતક કાળ માન્ય નહીં રહો. ટૂંકમાં કહીએ તો ભારતમાં કોઈ પણ ધાર્મિક કાર્ય વર્જિત નહીં હોય.
સૂર્ય ગ્રહણ દરમિયાન ખાવાનું સેવન ના કરવું જોઈએ અને કોઈ સૂનસાન જગ્યા પર ના જવું જોઈએ. આ ઉપરાંત સૂર્ય ગ્રહણમાં પ્રવાસ કરવાથી પણ બચવું જોઈએ અને ન તો આ સમયે ઊંઘવું જોઈએ. વર્ષના પહેલાં સૂર્યગ્રહણની મેષ, મિથુન, કન્યા અને મીન રાશિના જાતકો પર નકારાત્મક અસર જોવા મળશે. જ્યારે વૃષભ, સિંહ અને મકર રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ રહેશે.