ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

24 કલાકમાં બદલાઈ રહ્યુ છે આ રાશિના લોકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ તો નથી ને???

વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર મહિને અમુક ગ્રહ ચોક્ક્સ સમયે ગોચર કરે છે. ગ્રહોના આ ગોચર- યુતિને કારણે શુભ અશુભ યોગનું નિર્માણ થાય છે. નવેમ્બર મહિનામાં બે મોટા ગ્રહો ગોચર કરી રહ્યા છે. આવતી કાલે એટલે કે 3જી નવેમ્બરના દિવસે ધનનો કારક ગણાતો શુક્ર સિંહ રાશિમાંથી ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશી રહ્યો છે અને તે 29મી નવેમ્બર સુધી એટલે કે પૂરા 26 દિવસ સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. ત્યાર બાદ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીંયા તમારી જાણ માટે કે કેતુ પહેલાંથી જ કન્યામાં છે અને શુક્રના ગોચરને કારણે અનેક રાશિઓને પુષ્કળ ફાયદો થઈ રહ્યો છે. આવો જોઈએ શુક્ર અને કેતુના આ સંયોગથી કઈ કઈ રાશિને ફાયદો થઈ રહ્યો છે.

શુક્ર અને કેતુના આ સંયોગથી મિથુન રાશિના લોકોને ફાયદો થઈ રહ્યો છે. આ સમય દરમિયાન, તમને રોકાણ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળશે અને તમે તમારા વિચારો અને કાર્યો વિશે પણ સ્પષ્ટ થશો. વેપારી વર્ગ માટે પણ આ સંયોજન ફાયદાકારક સાબિત થવાનું છે. કેતુનો શુભ પ્રભાવ તમારા પર રહેશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો. નોકરીયાત વર્ગ માટે પણ તમારી સ્થિતિ સારી રહેશે. કાર્યસ્થળમાં તમને બધાનો સહયોગ મળશે. આ સમયે તમારું વિવાહિત જીવન સારું રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે. આ સમયે તમને ઈચ્છિત સફળતા મળશે.

તમને જણાવી દઈએ કે કર્ક રાશિવાળા લોકો માટે શુક્ર અને કેતુનો સંયોગ સ્વાસ્થ્યની દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. આ સમયે તમે ઇચ્છિત પરિણામ મેળવી શકશો. કોઈ પણ કામ પ્લાનિંગ સાથે કરશો તો સફળતા મળશે. સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ભાગીદારીમાં કામ કરતા લોકોને પણ આ સમયે સારો લાભ મળશે. તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો બનાવવામાં સફળ થશો. વેપારમાં તાલમેલથી લાભ થશે. આ બંને ગ્રહોના સંયોગથી સારો આર્થિક લાભ થશે અને તમને ધન સંચય કરવામાં સફળતા મળશે. બાળકો સાથે તમારા સંબંધો સારા રહેશે. વિદ્યાર્થીઓ આ સમયે શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરશે.

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને કેતુ પહેલાથી જ અહીં હાજર છે. આ સમયગાળા દરમિયાન, કન્યા રાશિના લોકોનો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધશે. એટલું જ નહીં ધાર્મિક કાર્યો કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. પરિવાર સાથે કોઈ તીર્થસ્થળ પર જવાની સંભાવના છે. તમે તમારા કરિયરમાં સારી પ્રગતિ કરી શકશો અને તમારા કામમાં તમને સંતોષ મળશે. નોકરી કરતા લોકોને પણ પ્રગતિની નવી તકો મળશે, જે તમારા માટે ફાયદાકારક છે. આ સમય દરમિયાન તમારી મહેનત ફળ આપશે. પારિવારિક જીવન સારું રહેશે અને માતા-પિતા સાથેના સંબંધો સારા રહેશે.

વૃશ્ચિક રાશિના લોકોને આ સમયે આરામ કરવાનો મોકો મળશે. વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને સફળતા મળશે. ગ્રહોના શુભ પ્રભાવથી દાંપત્ય જીવનમાં સમસ્યાઓથી રાહત મળશે. તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમને તમારી કારકિર્દીના સંબંધમાં વિદેશ પ્રવાસની તક મળશે. આ સમય દરમિયાન તમારે વધુ નફો મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. નોકરી કરતા લોકો પણ આ સમયગાળા દરમિયાન તેમના કાર્યસ્થળમાં ફેરફાર જોઈ શકે છે. કરિયરની દૃષ્ટિએ આ તક સારી રહેશે.

આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરશે. સંતાનોને લગતી સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા અધૂરા કામ પૂરા કરવાની પૂરી તક મળશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા મનની અંદર જોવાની તક મળશે. આ સમયે તમે જીવનની સમસ્યાઓમાંથી બહાર આવશો. કાર્યસ્થળ પર આ સમયે તમારી સ્થિતિ મજબૂત રહેશે. ઘરમાં ધાર્મિક કાર્ય થવાની સંભાવનાઓ છે, જેનાથી પરિવારના તમામ સભ્યોનો સહયોગ મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત થશે. એટલું જ નહીં આ સમયે જૂની યાદોને તાજી કરવાનો મોકો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

આ બે ગ્રહોના સંયોગને કારણે મકર રાશિના જાતકોની હિંમત અને બહાદુરીમાં વધારો જોવા થઈ રહ્યો છે. વ્યવસાયને વિસ્તારવાની સારી તક છે. સમાજમાં નવી છબી બનાવવામાં સફળતા મળશે. તમે દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સફળ રહેશો. પિતાના સહયોગથી તમને નવી મિલકત ખરીદવામાં સફળતા મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છે છે તેમની ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે. આ સમયે વિવાહિત જીવન સારું રહેશે અને બંને વચ્ચે તાલમેલ રહેશે. ભાઈ-બહેનોના સહયોગથી ધંધામાં ગતિ આવશે અને આર્થિક લાભ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button