ગાયોને લાગ્યું કે આ વાછરડું છે અને નીકળ્યું…
દુનિયામાં ઘણા એવા પ્રાણીઓ છે જે એકબીજાને જુએ એટલે સીધા મારવા જ દોડે, તેમની વચ્ચે મિત્રતા કે પ્રેમ જેવું કંઈ હોય તેવી શક્યતાઓ એકદમ નહિવત્ છે. તેઓ જોણે એકબીજાના જન્મોજન્મના દુશ્મન હોય તેવી રીતે એકબીજા સામે ઘાઘચીયાં કરે જાય. ત્યારે હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો જેમાં એવા બે પ્રાણીઓ જોવા મળ્યા છે. જે જોઇને એમ લાગે કે આવું કેવી રીતે શક્ય છે. જેમાં ત્રણ ગાય અને એક ગલુડીયાને વાછરડાની જેમ ચાટી રહી છે. અને ગલુડીયું જાણે તેની મજા લઇ રહ્યું હોય તેમ વચ્ચોવચ ઊભું રહ્યું છે. તે ન તો તેમની ભસે છે કે ના તો પૂંછડી પટપટાવે છે. આ જોઈને યુઝર્સ કહે છે કે આ તો પ્રાણીઓ વચ્ચેનો પ્રેમ છે.
એક્સ પર પોસ્ટ કરાયેલો આ વિડીયો અત્યાર સુધીમાં ઘણીવાર શેર કરવામાં આવ્યો છે. જોકે કેપ્શનમાં લખ્યું છે કે ગાયને લાગ્યું કે તેનું વાછરડું છે. જો કે આ વિડીયો જોઇને તમને પણ એવું જ લાગે કે આ ગાયનું વાછરડું જ છે પરંતુ તેનું મોં જોઇને યુઝર્સને સમજાય કે આ તો ગલુડીયું છે. માત્ર 6 સેકન્ડની આ ક્લિપમાં તમે પણ જોઇ શકો છો કે ત્રણ ગાયો એક કાળા અને સફેદ ગલુડિયાને ચાટતી જોવા મળે છે. જો કે ગલુડીયું બરાબરનું મૂંઝાયેલું છે. તેના ચહેરાના હાવભાવ જોઈને લાગે છે કે તે કંઈ સમજી શકતું નથી કે તેની સાથે શું થાય છે.
22 ઓક્ટોબરે પોસ્ટ આ ક્લિપને અત્યાર સુધીમાં 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું હતું કે પ્રાણીઓનો પ્રેમ. બીજાએ કહ્યું હતું કે પણ તે કૂતરું છે તે ગાયને સમજાયું નથી. અન્ય એક યુઝરે કહ્યું હતું કે ગાયોને ગલુડીયું સુંદર લાગ્યું.