જાણો શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓ અને પુરુષો માટે રક્ષા સૂત્ર બાંધવાની શું છે સાચી રીત

હિન્દુ ધર્મ કાંઠા કે રક્ષા સૂત્ર બાંધવાનું અનેરું મહત્વ હોઈ છે. તે માત્ર દોરો નથી, પણ તે આસ્થા સુરક્ષા અને શુભતાનું જીવંત પ્રતીક છે. પૂજા પાઠ, વ્રત અને ધાર્મિક વિધિઓ દરમિયાન હાથમાં રક્ષા સૂત્ર બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. જે ભક્તોને નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા ભરી દે છે. સામાન્ય રીતે પુરુષના જમણા હાથે રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે મહિલાઓ અને કન્યાઓ માટે ખાસ નિયમો હોઈ છે. જેનું પાલન કરવાથી મહિલાઓ અને કન્યાઓ માટે રક્ષા સૂત્ર વધુ અસરકારક બની રહે.
શાસ્ત્રો અનુસાર, વિવાહિત મહિલાઓ અને કન્યાઓને રક્ષા સૂત્ર ડાબા હાથમાં બાંધવાનું શુભ માનવામાં આવે છે. ડાબો હાથ મહિલાઓ માટે સૌમ્યતા, સૌંદર્ય અને આંતરિક શક્તિનું પ્રતીક હોય છે, જેનાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. આ વિધિથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે.

કન્યાઓ માટે વિશેષ મહત્વ
અવિવાહિત કન્યાઓ માટે ડાબા હાથમાં રક્ષા સૂત્ર બાંધવું તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સૌભાગ્યનું કારણ બને છે. આ વિધિ તેમને દેવીના સ્વરૂપ તરીકે પૂજવાનું અને તેમની રક્ષા કરવાનું પ્રતીક છે, જેનાથી મા દુર્ગાની વિશેષ કૃપા તેમના પર રહે છે. આ પ્રથા કન્યાઓને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે અને તેમના જીવનમાં શુભતા લાવે છે.
ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા પ્રમાણે પુરુષોને જમણા હાથમાં રક્ષા સૂત્ર બાંધવાનું કહેવામાં આવે છે, કારણ કે તે કર્મ અને ધર્મનું પ્રતીક છે. જ્યારે મહિલાઓ અને કન્યાઓને ડાબા હાથમાં બાંધવાનું કહેવામાં આવે છે, કારણ કે તે ચંદ્ર તત્વ અને મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પરંપરા વેદો અને પુરાણોમાં વર્ણિત છે, જે જીવનને વ્યવસ્થિત અને શુભ બનાવવાનો ઉપાય છે.
રક્ષા સૂત્ર બાંધવાના લાભ
રક્ષા સૂત્ર બાંધવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે, ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ વધે છે, રોગ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. તે જીવનમાં શુભતા અને મંગળ કાર્યોમાં સફળતા અપાવે છે, ખાસ કરીને મહિલાઓ અને કન્યાઓ માટે ડાબા હાથમાં બાંધવું અત્યંત શુભ છે.
નોંધ: આ માહિતી જ્યોતિષ શાસ્ત્રના નિયમો પર આધારિત છે અને તેની પુષ્ટિ મુંબઈ સમાચાર કરતું નથી.
આપણ વાંચો: દિવાળી બોનસ કાયદાકીય અધિકાર છે, જાણો ‘પેમેન્ટ ઑફ બોનસ એક્ટ 1965’ના નિયમો…