દુબઈ નહીં, ભારતના આ પડોશી દેશમાં મળે છે સસ્તુ સોનુ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

દુબઈ નહીં, ભારતના આ પડોશી દેશમાં મળે છે સસ્તુ સોનુ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આઈ નો આઈ નો હેડિંગ વાંચીને તમને એવું થઈ રહ્યું હશે કે ભાઈસાબ હાલ તો સોનાના ભાવ ભલે આસમાનને આંબી રહ્યા છે ત્યારે વળી એવી તે કઈ જગ્યા છે જ્યાં સોનુ સસ્તુ મળે છે? એમાંય પાછું આ દેશ ભારતનું પડોશી દેશ છે? સૌથી સસ્તુ સોનુ તો દુબઈમાં જ મળે, એવી જો તમારી ગણતરી હોય તો એવું નથી, અને તમારા આ તમામ સવાલોના જવાબ આ સ્ટોરી પૂરી થાય ત્યાં સુધી મળી જ જશે.

સોનાની છે બોલબાલા…
ભારતીય મહિલાઓને સોનુ ખૂબ જ પસંદ હોય છે અને તેઓ વારે-તહેવારે સોનાના ઘરેણાં બનાવડાવવાની એક પરંપરા બની ગઈ છે. પરંતુ આજની તારીખમાં સોનાના વધતાં જતાં ભાવ જોઈને સોનું આમ આદમીની પહોંચની બહાર થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં જો તમને કોઈ કહે કે ભાઈ ફલાણી ફલાણી જગ્યાએ સસ્તા ભાવે સોનુ મળી રહ્યું છે તો સ્વાભાવિક છે કે જાણવાની તાલાવેલી થાય જ. આજે આપણે અહીં આવા જ એક દેશ વિશે વાત કરવાના છીએ.

દુબઈ કરતાં પણ સસ્તુ સોનુ, શું છે કારણ?
દુનિયામાં સૌથી સસ્તુ સોનું દુબઈ નહીં, પણ ભૂટાનમાં મળે છે. ભૂટાન એવો દેશ છે કે જ્યાં તમે સસ્તા ભાવે સોનુ ખરીદી શકો છો. હવે તમને મનમાં સવાલ થશે કે ભાઈ ભૂટાનમાં એવું તે શું છે દુબઈ કરતાં સસ્તુ સોનું મળે છે? તો આવું થવાના અનેક કારણો છે. પરંતુ મુખ્ય અને મહત્ત્વનું કારણ એટલે અહીં સોનુ ટેક્સ ફ્રી છે, જેને કારણે તેની કિંમત ઓછી થઈ જાય છે. આ સિવાય બીજા દેશોની સરખામણીએ ભૂટાનમાં સોના પર લગાવવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઓછી છે.

સોનુ ખરીદવા માટે પણ છે નિયમ
ભૂટાનમાં સસ્તુ સોનુ મળે છે એનો અર્થ એ નથી કે તમે તમારી મન મરજી પ્રમાણે સોનુ ખરીદી શકો છો. અહીં સોનુ ખરીદવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

⦁ સોનુ ખરીદવાના સૌથી પહેલાં નિયમની તો સોનુ ખરીદવા માટે તમારે ભૂટાન સરકાર ઓથોરાઈઝ હોટેલમાં ઓછામાં ઓછું એક રાત રોકાવવું પડશે. ભૂટાનમાં સ્ટે કર્યા વિના તમે ત્યાંથી સોનુ ના ખરીદી શકો.
⦁ આ સિવાય તમે પ્રતિ વ્યક્તિ 26 ગ્રામ સોનુ જ ખરીદી શકો છો.
⦁ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં સોનુ ખરીદીને લાવવું ગેરકાયદે માનવામાં આવે છે અને પકડાતા દંડ કે કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે.

તો રાહ શેની જુઓ છો? હવે જ્યારે પણ વેકેશન પ્લાન કરો તો ભૂટાનનું પ્લાનિંગ ગોઠવીને વેકેશનની સાથે સાથે સોનુ પણ ખરીદતા આવજો હં ને? આવી જ બીજી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આ પણ વાંચો…સુરત એરપોર્ટ પરથી દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button