પોતાના જ લગ્નમાં ડાન્સ કરી રહી હતી બ્રાઈડ, દાદીને આવ્યો ગુસ્સો અને… વીડિયો થયો વાઈરલ
અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો વાઈરલ થતાં હોય છે કે જે જોઈને આપણી બુદ્ધિ બહેર મારી જતી હોય છે. જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઈને તમે તમારું હસવાનું રોકી નથી શકતા. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વીડિયોની માહિતી લઈને આવ્યા છીએ.
સોશિયલ મીડિયા પર લગ્નનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક બ્રાઈડ પોતાના જ લગ્નમાં ડાન્સ કરી રહી છે. બ્રાઈડનું આ રીતે ડાન્સ કરવું દાદીને નથી ગમતું અને તે ગુસ્સામાં આવીને કંઈક એવું કરે છે કે…ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું દુલ્હનની દાદીએ એ જોઈએ…
લગ્નમાં નાચવા-ગાવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ હોય છે અને એમાં પણ જ્યારે વર-વધૂ જો સ્ટેજ પરથી ઉતરીને ડાન્સ કરવા લાગે તો તો મજા જ કંઈક ઔર થઈ જાય છે. પરંતુ અમે અહીં જે વીડિયોની વાત કરી રહ્યા છીએ એમાં બ્રાઈડને તો સ્ટેજની પણ જરૂર નથી અને તે સામિયાનામાં જ એકદમ બિન્ધાસ્ત થઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. બસ બ્રાઈડનો બિન્ધાસ્ત અંદાજ લગ્નમાં હાજર એક દાદીને નથી ગમતો અને તે એને ટોકવા માટે પહોંચી જાય છે.
સોશિયલ મીડિયા પર Amarjeet Nishad નામની આઈડી પરથી આ વીડિયો શેર કર્યો છે. લાલ જોડામાં બ્રાઈડ ખૂબ જ સુંદર લાગી રહી હતી અને જેવું બેકગ્રાઉન્ડમાં મેરે સઈયા સુપરસ્ટાર ગીત પ્લે થાય છે એટલે નવવધુ પોતાની જાતને ડાન્સ કરતી રોકી નથી શકતી અને ડાન્સ કરવા લાગે છે. પાછળ કેટલાક લોકો જમતા દેખાઈ રહ્યા છે.
જોકે, બ્રાઈડને આ રીતે પોતાના જ લગ્ન ડાન્સ કરતી જોઈને બધાનું ધ્યાન તેના પર જાય છે. લગ્નમાં હાજર એક વૃદ્ધ દાદીને આ પસંદ નથી આવતું અને તે વચ્ચે આવીને નવવધુને આ રીતે બધાની વચ્ચે નાચવાની ના પાડે છે.
અત્યાર સુધીમાં આ વીડિયો લાખો વખત જોવાઈ ચૂક્યો છે અને તેના પર 75,000થી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. નેટિઝન્સ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી કરીને ખૂબ જ મજા કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે બાળકોના લગ્ન જ કરાવવા જોઈએ તો વળી બીજા એક નેટિઝન્સે લખ્યું છે કે આ લોકો લોકો કઈ રીતે આટલા બધા લોકોની હાજરીમાં ડાન્સ કરી લે છે. મને તો બધાની વચ્ચે જમવામાં પણ શરમ આવે છે.