સ્પેશિયલ ફિચર્સ

નવ યુગલમાં કેમ ડાબી બાજુએ બેસે છે વધુ? જાણો શું છે વેદ અને વિજ્ઞાનનું કારણ

હિંદુ લગ્નોમાં એક સનાતન પરંપરા છે કે દુલ્હન હંમેશા વરરાજાની ડાબી બાજુએ બેસે છે. આ માત્ર એક સામાન્ય રિવાજ નથી, પરંતુ તેના મૂળ વૈદિક શાસ્ત્રો, ધાર્મિક પ્રતીકો અને આધ્યાત્મિક જોડાણમાં રહેલા છે. ઋગ્વેદના સૂર્યાવિવાહ સૂક્તમાં ઉલ્લેખ છે કે ‘વામે પાણિં ગૃહીત્વા’ અર્થાત્ દુલ્હન વરરાજાનો ડાબો હાથ પકડીને ચાલે છે. ડાબો ભાગ ચંદ્ર અને સોમનું પ્રતિનિધિત્વ કરે છે, જે શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ પરંપરા દ્વારા દુલ્હન દાંપત્ય જીવનમાં શાંતિ અને સૌભાગ્ય લાવનારી શક્તિ તરીકે ઓળખાય છે.

વૈદિક પરંપરા મુજબ, વરરાજા (શિવ) જમણી બાજુ અને દુલ્હન (પાર્વતી) ડાબી બાજુએ બેસીને અર્ધનારીશ્વરનું સ્વરૂપ બનાવે છે. આનાથી એ સંકેત મળે છે કે વિવાહ પછી બંને એકબીજાના પૂરક બની જાય છે, જ્યાં ડાબો ભાગ શક્તિનું અને જમણો ભાગ શિવનું પ્રતીક છે, અને બંને મળીને પૂર્ણ બ્રહ્મ બને છે. તે જ રીતે, દુલ્હનને દેવી લક્ષ્મી અને વરરાજાને નારાયણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની છાતીમાં લક્ષ્મીજી ડાબી બાજુએ બિરાજમાન છે, તે જ રીતે વિવાહ મંડપમાં દુલ્હન ડાબી બાજુ બેસીને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. જમણી બાજુ બેસવાથી લક્ષ્મીજી ક્રોધિત થઈ શકે છે, એવી પણ માન્યતા છે.

સાત ફેરાનું રહસ્ય

આ પરંપરા પાછળ માનવ હૃદયનું મહત્વ પણ રહેલું છે. મનુષ્યનું હૃદય ડાબી બાજુ ધબકે છે. દુલ્હન ડાબી બાજુ બેસવાથી સીધી વરરાજાના હૃદય સાથે જોડાય છે. આનાથી પતિ-પત્નીમાં ભાવનાત્મક એકતા, અતુટ વિશ્વાસ અને પ્રેમ કાયમ રહે છે. વરરાજા દુલ્હનના હૃદયની રક્ષા કરે છે અને દુલ્હન તેના હૃદયમાં નિવાસ કરે છે, જે બંને વચ્ચેના અતૂટ બંધનનું પ્રતીક છે. વળી, સાત ફેરા દરમિયાન પણ સંતુલન જાળવવામાં આવે છે; પહેલા ત્રણ ફેરામાં દુલ્હન આગળ હોય છે (ધર્મ, અર્થ, કામ) અને પછીના ચાર ફેરામાં વરરાજા આગળ હોય છે (મોક્ષ). પરંતુ બેસતી વખતે દુલ્હન હંમેશા ડાબી બાજુ રહીને દંપતિને ધર્મ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ થાય છે.

આ પરંપરાનું વૈજ્ઞાનિક કારણ પણ ઘણું રસપ્રદ છે. જ્યારે દુલ્હન વરરાજાની ડાબી બાજુએ બેસે છે, ત્યારે બંનેના હૃદય એકબીજાની સૌથી નજીક હોય છે. આનાથી બંને એકબીજાની હૃદયની ધડકન અનુભવી શકે છે. વૈજ્ઞાનિક અભ્યાસો પણ કહે છે કે આનાથી યુગલમાં ભાવનાત્મક બોન્ડિંગ વધે છે અને તણાવ ઘટે છે. લગ્ન મંડપ હોય, સ્ટેજ હોય કે પછી ફોટોગ્રાફી; દરેક જગ્યાએ દુલ્હનનું ડાબી બાજુએ રહેવું એ સદીઓથી સુખી દાંપત્ય જીવનનો આધાર રહ્યું છે. જોકે, આ માહિતી ધાર્મિક ગ્રંથો અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, તેથી વિશેષ સલાહ માટે ધર્મ નિષ્ણાતનો સંપર્ક કરવો હિતાવહ છે.

આપણ વાંચો:  સ્મૃતિ અને પલાશ પ્રી-વેડિંગ ડાન્સ સાથે ઇન્ટરનેટ પર છવાઈ ગયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button